Chemistry

નાઇટ્રોગ્લિસરીન (ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ)

નાઇટ્રોગ્લિસરીન (ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ) : નાઇટ્રોજનનું 18.5 % જેટલું ઊંચું પ્રમાણ ધરાવતું પ્રબળ નાઇટ્રોવિસ્ફોટક અને ડાઇનમાઇટનો મુખ્ય ઘટક. રાસાયણિક સૂત્ર C3H5(ONO2)3. 1846માં ઇટાલિયન રસાયણજ્ઞ અસ્કાનિયો સોબ્રેરોએ 10° સે. અથવા તેથી નીચા તાપમાને રહેલા સાંદ્ર નાઇટ્રિક અને સલ્ફયુરિક ઍસિડના મિશ્રણમાં ધીમે ધીમે ગ્લિસરીન ઉમેરતા જઈ તે મેળવેલું. નાઇટ્રોગ્લિસરીન, ઍસિડ મિશ્રણ ઉપર ઉપલા…

વધુ વાંચો >

નાઇટ્રોજન

નાઇટ્રોજન : આવર્તક કોષ્ટકના 15મા (અગાઉ VB) સમૂહનું સૌથી ઓછું વજન ધરાવતું રાસાયણિક અધાતુ તત્વ. સંજ્ઞા N. પરમાણુક્રમાંક 7 અને પરમાણુભાર 14.0067. વનસ્પતિ અને પ્રાણીના શરીરનું એક અગત્યનું તત્વ. તેની શોધ માટેનું માન એડિનબરોના ઔષધશાસ્ત્રના વિદ્યાર્થી ડૅનિયલ રુધરફર્ડ (1772) (વૉલ્ટર સ્કૉટના ભત્રીજા), અંગ્રેજ રસાયણશાસ્ત્રી જૉસેફ પ્રિસ્ટલી, હેન્રી કૅવેન્ડિશ અને સ્વીડિશ…

વધુ વાંચો >

નાઇટ્રોજન-ચક્ર (nitrogen cycle)

નાઇટ્રોજન-ચક્ર (nitrogen cycle) : કુદરતી જૈવિક, અને રાસાયણિક પ્રક્રમો દ્વારા પૃથ્વી પરનાં વાતાવરણ, પાણી, જમીન અને વનસ્પતિ તેમજ પ્રાણીસૃષ્ટિ વચ્ચે નાઇટ્રોજનનું વિવિધ સ્વરૂપે સતત પરિવહન. પર્યાવરણમાં રાસાયણિક તત્વોનાં વિવિધ ચક્રો પૈકીનું તે એક મુખ્ય ચક્ર છે. તેમાં એમોનીકરણ (ammonification), એમોનિયાનું પરિપાચન (assimilation), નાઇટ્રીકરણ (nitrification), નાઇટ્રેટનું પરિપાચન, નાઇટ્રોજન સ્થિરીકરણ અથવા સ્થાપન…

વધુ વાંચો >

નાઇટ્રોજનના ઑક્સાઇડો

નાઇટ્રોજનના ઑક્સાઇડો : નાઇટ્રોજનનાં ઑક્સિજન સાથેનાં રાસાયણિક સંયોજનો. હવામાં આ બંને તત્વો હાજર હોવા છતાં સીધાં જોડાઈ શકતાં નથી; પરંતુ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સંયોજાય છે. નાઇટ્રોજનના અનેક ઑક્સાઇડ જાણીતાં છે. નીચેના કોષ્ટકમાં જાણીતા ઑક્સાઇડ તેમનાં બંધારણો તથા બનાવવાની રીતો તથા પ્રત્યેકના ઉપચયન-આંક દર્શાવ્યા છે. નાઇટ્રસ ઑક્સાઇડ તથા નાઇટ્રિક ઑક્સાઇડ :…

વધુ વાંચો >

નાઇટ્રોનિયમ આયન

નાઇટ્રોનિયમ આયન : નાઇટ્રિક અને સલ્ફયુરિક ઍસિડનાં મિશ્રણોમાં તથા નાઇટ્રોજન ઑક્સાઇડોના નાઇટ્રિક ઍસિડમાંના દ્રાવણમાં જોવા મળતો NO2+ આયન. બેન્ઝિનનું સંકેન્દ્રિત સલ્ફ્યુરિક તથા નાઇટ્રિક ઍસિડના મિશ્રણ વડે નાઇટ્રેશન કરવા દરમિયાન એવું જણાયું છે કે બેન્ઝિન બંનેમાંથી કોઈ પણ એક ઍસિડ સાથે પ્રક્રિયા ન કરતાં એક જુદા જ મધ્યવર્તી NO2+ સાથે પ્રક્રિયા…

વધુ વાંચો >

નાઇટ્રોપૅરેફિન

નાઇટ્રોપૅરેફિન : ઍલિફૅટિક સંયોજનોમાં ઊંચા ઉ. બિં. તથા ઊંચી આણ્વીય ધ્રુવીયતા ધરાવતાં નાઇટ્રોસંયોજનોની શ્રેણી. પ્રોપેનનું 400° સે. તાપમાન તથા 1034 કિ. પાસ્કલ(kPa) (11 કિગ્રા. બ./સેમી.2) દબાણે પ્રત્યક્ષ નાઇટ્રેશન કરીને વ્યાપારી ધોરણે નાઇટ્રોપૅરેફિન મેળવાય છે. કેટલાંક નાઇટ્રોપૅરેફિનનાં ઉ. બિં. આ પ્રમાણે છે : નાઇટ્રોમિથેન, 101° સે. ; નાઇટ્રોઇથેન, 114° સે. ;…

વધુ વાંચો >

નાઇટ્રોબેન્ઝિન

નાઇટ્રોબેન્ઝિન : આછા પીળા રંગનું મધુર પણ કડવી સુગંધવાળું તૈલી પ્રવાહી. તેનું ઉ. બિં. 210.9° સે., ગ. બિં. 5.6° સે. તથા ઘનતા 1.1987 છે. બેન્ઝિનનું નાઇટ્રિક ઍસિડ તથા સલ્ફ્યુરિક ઍસિડના મિશ્રણ દ્વારા નાઇટ્રેશન કરવાથી તે મળે છે. તેનું અણુસૂત્ર C6H5NO2 તથા બંધારણીય સૂત્ર છે : નાઇટ્રોબેન્ઝિન વિસ્થાપન પ્રક્રિયાઓ દર્શાવે છે,…

વધુ વાંચો >

નાઇટ્રોસિલ ક્લોરાઇડ (NOCℓ)

નાઇટ્રોસિલ ક્લોરાઇડ (NOCℓ) : અમ્લરાજ(aqua ragia)માંનો એક ઉપચયનકારી ઘટક. વાયુરૂપમાં તે પીળો જ્યારે પ્રવાહી રૂપમાં રતાશ પડતા પીળા રંગનો હોય છે. પ્રવાહીનું ગ. બિં. –59.6° સે.અને ઉ. બિં. –6.4° સે. તથા ઘનતા 1.273 (20° સે.) છે. વાયુ સળગી ઊઠે તેવો કે સ્ફોટક પ્રકૃતિનો નથી; પરંતુ ખૂબ જ સંક્ષારક (corrosive) છે.…

વધુ વાંચો >

નાટ્ટા, ગુલિયો

નાટ્ટા, ગુલિયો (જ. 26 ફેબ્રુઆરી 1903, જેનોઆ નજીક ઇમ્પેરિયામાં; અ. 2 મે 1979, બર્ગેમો, ઇટાલી) : નોબેલ પુરસ્કાર વિજેતા રસાયણશાસ્ત્રી. તેમના પિતા જાણીતા ન્યાયાધીશ હતા. શરૂઆતમાં નાટ્ટાએ જેનોઆ વિશ્વવિદ્યાલયમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ મિલાન પૉલિટૅકનિક ઇન્સ્ટિટ્યૂટમાં રાસાયણિક ઇજનેરી ભણીને 21 વર્ષની ઉંમરે ડૉક્ટરેટ મેળવી તથા ત્રણ વર્ષ બાદ Libero Docente…

વધુ વાંચો >

નામ-પ્રક્રિયાઓ

નામ-પ્રક્રિયાઓ : સંશોધકના નામ ઉપરથી પ્રચલિત થયેલી કાર્બનિક પ્રક્રિયાઓ. વર્ષો અગાઉ નામ-પ્રક્રિયાઓ મુજબ અભ્યાસ કરવાનું પ્રચલિત થયેલું, પરંતુ જેમ જેમ પ્રક્રિયાઓના પ્રક્રમ જાણીતા થવા લાગ્યા તેમ તેમ આ રીત ઓછી વપરાશમાં રહી. હાલ પ્રક્રિયાઓનું તેમના વિશિષ્ટ પ્રકારો તથા પ્રક્રમ અનુસાર વર્ગીકરણ કરવામાં આવે છે. પ્રચલિત નામ-પ્રક્રિયાઓ અનેક છે. જેમાંની ફ્રિડલ-ક્રાફ્ટ્સ,…

વધુ વાંચો >