Chemistry

ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ

ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ (Law of partial pressures) : બે અથવા વધુ વાયુઓના મિશ્રણમાં રહેલ પ્રત્યેક વાયુનો જથ્થો, તેનું દબાણ અને વાયુમિશ્રણના કુલ દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ. બ્રિટિશ રસાયણવિજ્ઞાની જ્હૉન ડાલ્ટને આ નિયમ 1801માં રજૂ કર્યો હોવાથી તેને ડાલ્ટનનો નિયમ પણ કહે છે. આ નિયમ મુજબ ‘એકબીજા સાથે પ્રક્રિયા…

વધુ વાંચો >

ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત

ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત : અંગ્રેજ રસાયણવિદ જ્હૉન ડાલ્ટને 1803માં એક સાર્વજનિક વ્યાખ્યાનમાં અને 1808માં ‘એ ન્યૂ સિસ્ટિમ ઑવ્ કેમિકલ ફિલૉસૉફી’માં દ્રવ્યના બંધારણ અંગે રજૂ કરેલો સિદ્ધાંત. તેના અભિગૃહીતો (postulates) નીચે પ્રમાણે છે : પ્રત્યેક તત્વ પરમાણુ (atom) તરીકે ઓળખાતા અત્યંત નાના, અવિભાજ્ય કણોનું બનેલું હોય છે. એક જ તત્વના પરમાણુઓનાં…

વધુ વાંચો >

ડિસ્પ્રોશિયમ

ડિસ્પ્રોશિયમ : આવર્તક કોષ્ટકમાં આવેલ લેન્થેનાઇડ શ્રેણીમાંનું એક વિરલ (દુર્લભ, rare) મૃદા (earth) ધાતુતત્વ. સંજ્ઞા Dy, 1886માં પૉલ લેકોક દ બૉઇસબોડ્રન (Paul Lecoq de Boisbaudran)-એ તેની શોધ કરી હતી. 1906માં ઉરબેને તેનું લગભગ શુદ્ધ સ્વરૂપ સિદ્ધ કર્યું હતું. પરંતુ આ તત્વ મુક્ત અવસ્થામાં સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપે મેળવી શકાતું નથી. ગ્રીક…

વધુ વાંચો >

ડીઝલ તેલ

ડીઝલ તેલ : ડીઝલ એન્જિન માટે બળતણ તરીકે વપરાતું દહનશીલ પ્રવાહી. સામાન્ય રીતે તે અપરિષ્કૃત તેલ(crude oil)માંથી પેટ્રોલમાં વપરાતા વધુ બાષ્પશીલ ઘટકો દૂર કર્યા બાદ મળતો ખનિજતેલનો અંશ (fraction) છે. પેટ્રોલ કરતાં ડીઝલ તેલ સસ્તું હોય છે, કારણ કે તેના શુદ્ધીકરણ માટે ઓછી પ્રક્રિયાઓ કરવી પડે છે અને તેનો જ્વલનાંક…

વધુ વાંચો >

ડીડીટી

ડીડીટી (DDT) : વ્યાપક રીતે જંતુનાશક તરીકે વપરાતું ક્લોરિનયુક્ત રંગહીન કાર્બનિક સંયોજન, ડાઇક્લોરોડાઇફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન. તે ડાઇકોફેન, ક્લોરોફિનોથેન તથા 1, 1, 1, ટ્રાઇક્લોરો 2, 2 બિસ (ક્લોરોફિનાઇલ) ઇથેન તરીકે પણ ઓળખાય છે. 1942માં તે ગાયગી નામની કંપની દ્વારા  કીટનાશક તરીકે બજારમાં મુકાયું હતું. તેનું અણુસૂત્ર C14 H9 Cl5 છે તથા બંધારણીય…

વધુ વાંચો >

ડી-બ્લૉક તત્વો

ડી-બ્લૉક તત્વો (d-block elements) : પરમાણુની ઇલેક્ટ્રૉન સંરચનાની ર્દષ્ટિએ જેમનાં બાહ્ય ક્વચ-(shell)ને બદલે ઉપાન્ત્ય (penultimate) કવચનાં d કક્ષકો ઇલેક્ટ્રૉન વડે ભરાતા હોય તેવાં, આવર્તક કોષ્ટકના 3થી 12મા સમૂહમાં આવેલાં રાસાયણિક તત્વો. આવાં તત્વોની બાહ્ય ઇલેક્ટ્રૉન–સંરચના સામાન્ય રીતે (n-1)dxns2 હોય છે. (n = મુખ્ય ક્વૉન્ટમ અંક, x= 1 થી 10) અપવાદ…

વધુ વાંચો >

ડીલ્સ, ઑટો પૉલ હરમેન

ડીલ્સ, ઑટો પૉલ હરમેન (Diels, Otto Paul Herman) (જ. 23 જાન્યુઆરી 1876, હૅમ્બર્ગ, જર્મની; અ. 7 માર્ચ 1954, કીલ, જર્મની) : ડીલ્સ-એલ્ડર પ્રક્રિયાના શોધક અને 1950ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતા, જર્મન રસાયણવિદ. તેમના પિતા હરમેન ડીલ્સ એક પ્રખર વિદ્વાન હતા. ઑટો ડીલ્સે બર્લિન યુનિવર્સિટીમાં નોબેલ પુરસ્કાર વિજેતા ઍમિલ ફિશર પાસે…

વધુ વાંચો >

ડૅનિયલ કોષ

ડૅનિયલ કોષ (Daniel cell) : લંડનસ્થિત બ્રિટિશ રસાયણવિદ જ્હૉન ડૅનિયલ દ્વારા 1836માં શોધાયેલ વોલ્ટીય કોષ (voltaic cell). તે એક ફ્રેડરિક પ્રકારનો પ્રાથમિક કોષ છે અને રાસાયણિક ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર કરે છે. તે કૉપરનો ધનધ્રુવ અને જસત અથવા જસત-સંરસ(zinc amalgam)નો ઋણ ધ્રુવ ધરાવે છે. એક છિદ્રાળુ પાત્રમાં મંદ સલ્ફ્યુરિક ઍસિડ અથવા…

વધુ વાંચો >

ડેબાય–હૂકેલ ઑનસૅગેર સમીકરણ

ડેબાય–હૂકેલ ઑનસૅગેર સમીકરણ : પ્રયુક્ત વીજક્ષેત્રની અસર હેઠળ પ્રબળ વિદ્યુતવિભાજ્યોનાં દ્રાવણોની વાહકતામાં સાંદ્રતા સાથે થતા ફેરફારને માત્રાત્મક રીતે સાંકળી લેતું સમીકરણ. વિદ્યુતવિભાજ્યની તુલ્યવાહકતા (equivalent conductivity) ∧ એ ધનાયન અને ઋણાયનની ગતિશીલતા (mobility) અનુક્રમે U+ અને U– તથા વિદ્યુતવિભાજ્યની  વિયોજનમાત્રા (degree of dissociation) α સાથે નીચે પ્રમાણે સંબંધ ધરાવે છે :…

વધુ વાંચો >

ડેબાય–હૂકેલ સિદ્ધાંત

ડેબાય–હૂકેલ સિદ્ધાંત : વિદ્યુત વિભાજ્યો(electrolytes)નાં મંદ દ્રાવણોની અનાદર્શ (nonideal) વર્તણૂક સમજાવવા માટે પીટર ડેબાય અને એરિક હૂકેલે 1923માં રજૂ કરેલો સિદ્ધાંત. આ સિદ્ધાંત દ્રાવણમાં એક આયનની આસપાસ અન્ય આયનો કેવી રીતે વિતરણ પામે છે અને આસપાસનાં આયનોની તે આયન ઉપર કેવી વાસ્તવિક અસર થાય છે તેની ચર્ચા કરવા ઉપરાંત તે…

વધુ વાંચો >