Chemistry

અર્ગોસ્ટેરોલ

અર્ગોસ્ટેરોલ : માઇકોસ્ટેરોલ વર્ગનું સંયોજન. આ અર્ગટ (અનાજ ઉપરની એક પ્રકારની ફૂગ) તથા યીસ્ટમાં મળી આવે છે. તે સફેદ, સ્ફટિકમય, પાણીમાં અદ્રાવ્ય પણ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય પદાર્થ છે. તેનું ગ.બિ. 1630 સે. અને અણુસૂત્ર C28H44O છે. પારજાંબલી પ્રકાશની અસરથી તેનું કેલ્સિફેરોલ(વિટામિન D2)માં નીચે દર્શાવેલ સોપાનો મારફત રૂપાંતર થાય છે. વિટામિન…

વધુ વાંચો >

અર્બિયમ

અર્બિયમ : આવર્ત કોષ્ટકના IIIb સમૂહનાં વિરલ પાર્થિવ તત્વો(લૅન્થેનાઇડ)માંનું એક સંક્રમણ (transition) ધાતુતત્વ. સંજ્ઞા : Er. 5. આંક : 68, પ.ભાર : 167.26, ગ.બિ. : 15220 સે., ઉ.બિં. 25100 સે., વિ.ઘ. : 9.066 (250 સે.). આ રાસાયણિક તત્વ મુક્ત અવસ્થામાં મળતું નથી. કુદરતમાં મળતું તત્વ Er-162, Er-164, Er-167, Er-168, Er-170…

વધુ વાંચો >

અર્લ, ગરહાર્ડ

અર્લ, ગરહાર્ડ (Ertl, Gerhard) (જ. 10 ઑક્ટોબર 1936, સ્ટટગાર્ટ, જર્મની) : જર્મન ભૌતિકવિદ અને 2007ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. અર્લે 1955થી 1957 દરમિયાન ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ સ્ટટગાર્ટ, 1957–58 દરમિયાન યુનિવર્સિટી ઑવ્ પૅરિસ અને 1958–59 દરમિયાન લુડવિગ મૅક્સિમિલિયન્સ યુનિવર્સિટી ઑવ્ મ્યૂનિક ખાતે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. 1961માં તેમણે ટૅકનિકલ યુનિવર્સિટી…

વધુ વાંચો >

અલ્જિનિક ઍસિડ

અલ્જિનિક ઍસિડ : મેન્યુરૉનિક અને ગ્લુકુરૉનિક ઍસિડ એકમોનો રેખીય (linear) બહુલક (polymer). આ ઍસિડનો ક્ષાર (અલ્જિન) ભૂખરા રંગની સમુદ્ર-શેવાળમાં મળે છે. સ્ટેનફર્ડને 1880માં આયોડિનના નિષ્કર્ષણની વિધિને સુધારવાના પ્રયત્ન દરમ્યાન અલ્જિન સૌપ્રથમ મળ્યું હતું. અલ્જિનિક ઍસિડના ઔદ્યોગિક ઉત્પાદન માટે મૅક્રોસિસ્ટિક પાયરિફેરા, વિવિધ પ્રકારની લેમિનેરિયા અને એસ્કોફાઇલમ નોડોસમ જાતની સમુદ્ર-શેવાળો વપરાય છે.…

વધુ વાંચો >

અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) વર્ણપટ

અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) વર્ણપટ : પદાર્થના અણુઓએ વિવિધ તરંગ-લંબાઈએ શોષેલા અલ્ટ્રાવાયોલેટ વિકિરણની માત્રાની નોંધ. આ જ રીતે દૃશ્ય અવશોષણ વર્ણપટ(visible absorption specturm)માં દૃશ્ય વિકિરણની વિવિધ તરંગ-લંબાઈનો (400થી 800 nm) ઉપયોગ કરવામાં આવે છે. અલ્ટ્રાવાયોલેટ અને દૃશ્ય વર્ણપટની નોંધ આકૃતિ 1માં આપવામાં આવેલી છે : અણુઓ સાથે વિદ્યુતચુંબકીય વિકિરણની આંતરપ્રક્રિયા (interaction) પર…

વધુ વાંચો >

અલ્ટ્રાસેન્ટ્રિફ્યૂજ

અલ્ટ્રાસેન્ટ્રિફ્યૂજ (ultracentrifuge) : ગુરુત્વાકર્ષણ કરતાં લગભગ 2,50,000 ગણું બળ ઉપજાવતી, સંવહનરહિત, (convection-free) ઉચ્ચગતિક (high speed) પરિભ્રમણીય અલગન પ્રયુક્તિ. 1923માં સ્વેડબર્ગે અલ્ટ્રાસેન્ટ્રિફ્યૂજનો ઉપયોગ કરીને રક્તમાંનું હીમોગ્લોબિન ચાર પ્રોટીન એકમોનું બનેલું છે તેમ પુરવાર કર્યું હતું. કલિલ(colloid) દ્રાવણને ઠરવા દેતાં ભારે કણો તળિયે બેસે છે, જ્યારે હલકા કણો ઉપર તરે છે. કણની…

વધુ વાંચો >

અવક્ષેપન

અવક્ષેપન (precipitation) : દ્રાવણોને ભેગાં કરીને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તેમાંથી ઘન પદાર્થ છૂટો પાડવાની (precipitate) અથવા અતિસંતૃપ્ત (super-saturated) દ્રાવણમાંથી વધારાનું દ્રાવ્ય, સ્ફટિક રૂપે છૂટું પાડવાની ક્રિયા (precipitation by crystallisation). સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લૉરાઇડનાં જલીય દ્રાવણોને મિશ્ર કરતાં સિલ્વર નાઇટ્રેટના Ag+ અને સોડિયમ ક્લૉરાઇડના Cl– આયનો વચ્ચેની પ્રક્રિયાથી પાણીમાં અદ્રાવ્ય…

વધુ વાંચો >

અવક્ષેપન અનુમાપનો

અવક્ષેપન અનુમાપનો (precipitation titrations) : રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન થતા અવક્ષેપ ઉપર આધારિત અનુમાપનો. રાસાયણિક પૃથક્કરણની અનુમાપન પદ્ધતિમાં સૌપ્રથમ અવક્ષેપન અનુમાપન ગેલ્યુસેક શોધ્યું હતું. હેલાઇડ – સિલ્વર નાઇટ્રેટ, મર્ક્યુરી – થાયોસાયનેટ, ક્રોમેટ/સલ્ફેટ – બેરિયમ/લેડ, અને ઝિંક-પોટૅશિયમ ફેરોસાઇનાઇડ વગેરે અવક્ષેપન-પ્રક્રિયાઓ ઉપયોગમાં લેવાયેલી છે. આ ઉપરાંત સિલ્વર સાઇનાઇડ દ્વારા કરાતું સંકીર્ણમિતીય (complexometric) અનુમાપન…

વધુ વાંચો >

અશ્રુવાયુ

અશ્રુવાયુ (tear gas) : આંખમાં બળતરા ઉત્પન્ન કરી વિપુલ પ્રમાણમાં આંસુ લાવનાર (lachrymators) અને આંખ ઉઘાડવાનું પણ મુશ્કેલ બનાવનાર વાયુરૂપ પદાર્થો. બેકાબૂ ટોળાને વિખેરવા સામાન્ય રીતે આ પદાર્થો વપરાય છે. આ પદાર્થોમાં હેલોજન અવશ્ય હોય છે અને તે ઘન કે પ્રવાહી રૂપે કે હાથબૉમ્બ (ગ્રેનેડ) રૂપે પણ હોઈ શકે. આ…

વધુ વાંચો >

અષ્ટકનો નિયમ

અષ્ટકનો નિયમ (law of octaves) : જે. એ. આર. ન્યૂલૅન્ડ્ઝે 1865માં રાસાયણિક તત્વોને પરમાણુભારના ચડતા ક્રમમાં ગોઠવીને બતાવ્યું કે આ રીતે તત્વોને હારમાં ગોઠવવામાં આવતાં હારમાંના દરેક આઠમા તત્વના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો મળતા આવે છે. આને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. સંગીતમાં દરેક આઠમો સૂર મળતો આવે છે તેની…

વધુ વાંચો >