Chemistry
જૂલ-ટૉમ્સન અસર
જૂલ-ટૉમ્સન અસર (JouleThomson effect) : ઉષ્માનો વિનિમય કે બાહ્ય કાર્ય કર્યા સિવાય વાયુના સમોષ્મી વિસ્તરણ (adiabatic expansion) સાથે સંકળાયેલ તાપમાનનો ફેરફાર. હાઇડ્રોજન અને હિલિયમ વાયુ સિવાય, બધા જ વાયુઓનું વિસ્તરણ કરતાં તે ઠંડા પડે છે. (હાઇડ્રોજન અને હિલિયમનું પ્રારંભિક તાપમાન ખૂબ જ નીચું હોય ત્યારે તેમનું વિસ્તરણ કરતાં ઠંડા પડે…
વધુ વાંચો >જેલ (gel)
જેલ (gel) : ઘણાં દ્રવરાગી (lyophilic) કલિલો (colloids) દ્વારા દ્રાવકને પોતાનામાં સમાવી લઈ ઉત્પન્ન કરાતી એક પ્રકારની ઘન અથવા અર્ધઘન જાલપથ (network) સંરચના. સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્ર વડે ન દેખી શકાય તેવી રીતે દ્રાવકમાં વિચ્છિન્ન થયેલા કણો ધરાવતો સુશ્લિષ્ટ (coherent) જથ્થો એમ પણ કહી શકાય. જેલ (gel) એ એક પ્રકારનાં એવાં…
વધુ વાંચો >જૈવ ભૂરાસાયણિક ચક્રો
જૈવ ભૂરાસાયણિક ચક્રો (biogeochemical cycles) : રાસાયણિક તત્વોનું સજીવમાંથી ભૌતિક પર્યાવરણમાં અને પાછું સજીવમાં, ઘણુંખરું ચક્રીય માર્ગો દ્વારા થતું સંચલન (movement). જો આ તત્વો જીવન માટે આવશ્યક હોય તો તેવા ચક્રને ‘પોષક ચક્ર’ (nutrient cycle) કહે છે. આવા તત્વનું સ્વરૂપ (form) અને તેનો જથ્થો (quantity) ચક્રો દરમિયાન બદલાય છે. સામાન્ય…
વધુ વાંચો >જૈવરસાયણ (biochemistry)
જૈવરસાયણ (biochemistry) : વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ તેમજ સૂક્ષ્મજીવાણુઓમાં જોવા મળતા રાસાયણિક પદાર્થો અને રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાનની શાખા. આધુનિક કાર્બનિક રસાયણની ઉપશાખા તરીકે વિકસેલી છે. તેમાં ભૌતિક વિદ્યાઓ અને જીવશાસ્ત્રનો સમન્વય જોવા મળે છે. તે મુખ્યત્વે ત્રણ ક્ષેત્રોને આવરી લે છે : (1) જૈવિક ક્રિયાઓ સાથે સંકળાયેલા રાસાયણિક…
વધુ વાંચો >જૈવરાસાયણિક નિક્ષેપો
જૈવરાસાયણિક નિક્ષેપો (biochemical deposits) : જીવંત જીવનસ્વરૂપોની પ્રવૃત્તિઓ દ્વારા થતી રાસાયણિક પ્રક્રિયાઓને પરિણામે તૈયાર થતા નિક્ષેપો. જીવનસ્વરૂપોની ક્રિયાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સીધી કે આડકતરી રીતે પરિણમતા અવક્ષેપિત નિક્ષેપોનો પણ આ પર્યાય હેઠળ સમાવેશ થાય છે; જેમ કે, બૅક્ટેરિયાજન્ય લોહધાતુખનિજનિક્ષેપો અને ચૂનાખડકો. પાણીમાં રહેલા દ્રાવ્ય ઘટકો વચ્ચે અવક્ષેપણ થવાના સંજોગો હેઠળ પ્રક્રિયાઓ…
વધુ વાંચો >જૈવરાસાયણિક શ્વસન
જૈવરાસાયણિક શ્વસન (biochemical oxidation) : સજીવોમાં શક્તિ ઉત્પન્ન કરતી અગત્યની જૈવરાસાયણિક પ્રક્રિયા. સજીવો વૃદ્ધિ દરમિયાન આ ક્રિયા દ્વારા વિવિધ પોષક દ્રવ્યોનું ઑક્સિડેશન-વિઘટન કરી શક્તિદાતા અણુ-એટીપી (ATP) ઉત્પન્ન કરે છે. ઑક્સિડેશન દરમિયાન પોષક દ્રવ્યના અણુમાંથી હાઇડ્રોજન અથવા ઇલેક્ટ્રૉન મુક્ત થાય છે, જેનું પરિવહન વિશિષ્ટ શૃંખલા દ્વારા થઈ, અંતે શૃંખલાના અંતિમ ઘટક…
વધુ વાંચો >જૉલિયો-ક્યૂરી આઇરીન
જૉલિયો-ક્યૂરી આઇરીન (જ. 12 સપ્ટેમ્બર 1897, પૅરિસ; અ. 17 માર્ચ 1956, પૅરિસ) : ફ્રેંચ ન્યૂક્લિયર ભૌતિકશાસ્ત્રી તથા કૃત્રિમ રેડિયો-ઍક્ટિવિટીની શોધ માટે પોતાના પતિ ફ્રેડરિક જૉલિયોની સાથે સંયુક્તપણે 1935ના રસાયણશાસ્ત્રનાં નોબેલ પુરસ્કાર-વિજેતા. તેમનાં માતાપિતા પણ નોબેલ પુરસ્કારવિજેતા હતાં. ઔપચારિક શાળાકીય શિક્ષણ બહુ ઓછા પ્રમાણમાં લીધું; પરંતુ ઘેર બેઠાં મેળવેલું અવિધિસરનું શિક્ષણ…
વધુ વાંચો >જૉલિયો-ક્યૂરી ફ્રેડરિક
જૉલિયો-ક્યૂરી ફ્રેડરિક (જ. 19 માર્ચ 1900, પૅરિસ, ફ્રાન્સ; અ. 14 ઑગસ્ટ 1958, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ ભૌતિક રસાયણવિદ. જેમને 1935માં પત્ની આઇરીન ક્યૂરી સાથે, સંયુક્ત રીતે, નવાં કૃત્રિમ રેડિયોઍક્ટિવ તત્વોની શોધ માટે રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર અર્પણ થયો હતો. અભ્યાસ કરતાં, ફ્રેડરિક ખેલકૂદમાં આગળ હતા. કૌટુંબિક સંજોગોને કારણે, વિના-શુલ્ક શિક્ષણ માટે…
વધુ વાંચો >જ્યૉફ્રોય સેઇન્ટ-હિલેર એતીન
જ્યૉફ્રોય સેઇન્ટ-હિલેર એતીન (જ. 15 એપ્રિલ 1772, એતામ્પ, ફ્રાન્સ; અ. 19 જૂન 1844, પૅરિસ) : સંઘટનની એકાત્મતા(unity of composition)નો નિયમ પ્રતિપાદિત કરનાર ફ્રેંચ પ્રકૃતિવિદ. તેમણે એવી ધારણા રજૂ કરી કે તુલનાત્મક શરીરવિજ્ઞાન(comparative anatomy)ના મુખ્ય સિદ્ધાંત તરીકે સૌ પ્રાણીઓ માટે પાયારૂપ એવી એક સુસંગત સંરચનાકીય રૂપરેખા (consistent structural plan) હોય છે.…
વધુ વાંચો >જ્વાલામંદકો
જ્વાલામંદકો (flame retarders) : દહનશીલ પદાર્થોના જ્વલનનો દર ઓછો કરવા માટે ઉપયોગમાં લેવાતા રાસાયણિક પદાર્થો. કાગળ, ફાઇબરબોર્ડ, કાપડ, લાકડું વગેરે પદાર્થો દહનશીલ છે પણ તેમના ઉપર ચોક્કસ પ્રકારની પ્રક્રિયા કરવાથી આગમાં તે લાંબા સમય સુધી ટકી શકે છે. આવી પ્રક્રિયા દ્વારા આગ પ્રસરતી રોકાય છે અને આગ લગાડનાર સંજોગો (igniting…
વધુ વાંચો >