Chemistry

સલ્ફાઇટ

સલ્ફાઇટ : અસ્થાયી એવા સલ્ફ્યુરસ ઍસિડ (H2SO3)માંથી મેળવાતા ક્ષાર (salt) અથવા એસ્ટર (ester). ક્ષારો ટ્રાઇ-ઑક્સોસલ્ફેટ(VI) આયન  ધરાવે છે, જેમાં ઑક્સો-એનાયનમાંના સલ્ફરનો ઉપચયનાંક (oxidation number) +4 હોય છે. આ ઉપચયનાંક સલ્ફરના વિવિધ ઉપચયનાંકોની પરાસમાં વચ્ચેનો છે. આથી સલ્ફાઇટ ક્ષારો સંજોગો પ્રમાણે ઉપચયનકર્તા (oxidant) તેમજ અપચયનકર્તા (reductant)  એમ બંને રીતે વર્તી શકે…

વધુ વાંચો >

સલ્ફાઇડ (sulphide)

સલ્ફાઇડ (sulphide) : સલ્ફરનાં વધુ વિદ્યુત-ધનાત્મક (electropositive) તત્ત્વો સાથેનાં અકાર્બનિક સંયોજનો (દા.ત., સોડિયમ સલ્ફાઇડ) અથવા બે હાઇડ્રોકાર્બન સમૂહ સાથે જોડાયેલ S-સમૂહ ધરાવતાં કાર્બનિક સંયોજનો. અધાતુ તત્ત્વો સાથેના સલ્ફરનાં સંયોજનો સહસંયોજક પ્રકારનાં હોય છે; દા.ત., હાઇડ્રોજન સલ્ફાઇડ, H2S. ધાતુઓ S2 આયન ધરાવતા આયનિક સલ્ફાઇડ આપે છે. આમ તે H2Sનાં લવણો (salts)…

વધુ વાંચો >

સલ્ફેટ

સલ્ફેટ : સલ્ફ્યુરિક ઍસિડ સાથે સંબંધિત ક્ષાર (લવણ, salt) અથવા એસ્ટર (ester). કાર્બનિક સલ્ફેટ સંયોજનોનું સૂત્ર R2SO4 છે; જેમાં R એ કાર્બનિક સમૂહ છે. સલ્ફેટ ક્ષારો એવાં સંયોજનો છે કે જેમાં સલ્ફ્યુરિક ઍસિડમાંથી મળતો સલ્ફેટ આયન,  , હોય છે. સલ્ફેટ આયન એ સલ્ફર ધરાવતો એવો ઑક્સો-એનાયન (oxoanion) છે કે જેમાં…

વધુ વાંચો >

સલ્ફોનેમાઇડ (sulphonamide)

સલ્ફોનેમાઇડ (sulphonamide) : કાર્બસલ્ફર (organosulphur) સંયોજનો પૈકી સલ્ફોનેમાઇડો (sulphonamido) (SO2NH2) સમૂહ ધરાવતાં સંયોજનોનો એક વર્ગ. તેઓ સલ્ફોનિક ઍસિડોનાં એમાઇડ સંયોજનો છે. સલ્ફોનેમાઇડો સમૂહમાંના નાઇટ્રોજન પર જુદા જુદા પરિસ્થાપકો (substituents) દાખલ કરવાથી સલ્ફા-ઔષધો (sulpha-drugs) તરીકે ઓળખાતાં વિવિધ ઔષધો મળે છે. 1934માં જર્મન વૈજ્ઞાનિક ગેરહાર્ડ ડૉમાગ્ક દ્વારા સ્ટ્રૅપ્ટોકોકાઈ(streptococci)નો ચેપ લાગેલા ઉંદરોને પ્રોન્ટોસિલ…

વધુ વાંચો >

સલ્ફોનેશન (sulphonation) અને સલ્ફેશન (sulphation)

સલ્ફોનેશન (sulphonation) અને સલ્ફેશન (sulphation) : અણુ અથવા આયનની સંરચના(structure)માં રહેલ હાઇડ્રોજનને સ્થાને સલ્ફોનિક ઍસિડ (SO3H) સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા (સલ્ફોનેશન); કાર્બન સાથે OSO2OH સમૂહ જોડાઈને ઍસિડ સલ્ફેટ (ROSO2OH) બનાવવાની અથવા બે કાર્બન પરમાણુઓ વચ્ચે  SO4  સમૂહ જોડાઈને સલ્ફેટ, ROSO2OR બનાવવાની રાસાયણિક પ્રક્રિયા તે સલ્ફેશન. સલ્ફોનેશનના પ્રકારોમાં ઍલિફૅટિક સંયોજનોને મુકાબલે…

વધુ વાંચો >

સલ્ફ્યુરિક ઍૅસિડ (ગંધકનો તેજાબ)

સલ્ફ્યુરિક ઍૅસિડ (ગંધકનો તેજાબ) : જલદ ખનિજ ઍસિડ. તે વિટ્રિયોલના તેલ (oil of vitriol) અથવા વિટ્રિયોલિક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર H2SO4. રાસાયણિક સંયોજનો પૈકી તે અત્યંત અગત્યનું હોઈ લગભગ દરેક દેશમાં તેનું ઉત્પાદન મોટા પાયા પર થાય છે. પર્શિયન લેખક અબૂ બક્ર અલ રાઝીએ 940માં તેનો ઉલ્લેખ કરેલો…

વધુ વાંચો >

સલ્ફ્યુરિલ ક્લોરાઇડ

સલ્ફ્યુરિલ ક્લોરાઇડ : કાર્બનિક સંશ્લેષણમાં એક અગત્યનો પ્રક્રિયક. તે ક્લૉરોસલ્ફ્યુરિક ઍસિડ, સલ્ફોનિલ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક ક્લોરાઇડ, સલ્ફયુરિક ઑક્સિક્લોરાઇડ અથવા સલ્ફર (VI) ડાઇક્લોરાઇડ ડાયૉક્સાઇડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર SO2Cl2. ઉદ્દીપકની હાજરીમાં ક્લૉરોસલ્ફોનિક ઍસિડને ગરમ કરવાથી, અથવા સક્રિયકૃત (activated) કાર્બન અથવા ફેરિક ક્લોરાઇડ અથવા કપૂર જેવા ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ડાયૉક્સાઇડ (SO2) અને…

વધુ વાંચો >

સવર્ગ સહસંયોજકબંધ

સવર્ગ સહસંયોજકબંધ : જુઓ રાસાયણિક બંધ.

વધુ વાંચો >

સહબહુલક

સહબહુલક : જુઓ બહુલકો.

વધુ વાંચો >

સંકરણ (hybridization) (રસાયણશાસ્ત્ર)

સંકરણ (hybridization) (રસાયણશાસ્ત્ર) : પારમાણ્વિક (atomic) કક્ષકો(orbitals)ના સંમિશ્રણ દ્વારા એકસરખી આબંધક (bonding) કક્ષકો બનવાની ઘટના. પારમાણ્વિક કક્ષકોના રૈખિક સંયોગ(linear combination)માંથી આણ્વીય (molecular) કક્ષકોની ઉત્પત્તિ (formation) વડે કેટલાક અણુઓમાંના બંધ-કોણ(bond angle)ને જ સમજાવી શકાય છે; પણ ઘણા કિસ્સાઓમાં, ખાસ કરીને કાર્બનની બાબતમાં તે નિષ્ફળ નીવડે છે. બે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ…

વધુ વાંચો >