Botany
બેવડું ફલન
બેવડું ફલન : આવૃત બીજધારીમાં થતું વિશિષ્ટ પ્રકારનું ફલન. પરાગનયનની ક્રિયા દરમિયાન લઘુબીજાણુ (પરાગરજ) અત્યંત અલ્પવિકસિત, દ્વિ કે ત્રિકોષીય અંત:બીજાણુક (endosporic) નરજન્યુજનક ધરાવે છે. પવન, પાણી અને કીટક પરાગનયનના વાહક છે. પરાગનયન થયા પછી પરાગરજનું તરત કે થોડા સમય પછી અંકુરણ થાય છે. પરાગનલિકા પરાગાસનથી પરાગવાહિની તરફ વિકાસ સાધે છે.…
વધુ વાંચો >બેસિડિયોમાઇસિટિસ
બેસિડિયોમાઇસિટિસ : હરિતદ્રવ્ય-વિહોણી ફૂગ (fungus) વનસ્પતિનો એક વિભાગ. બેસિડિયોમાઇસિટિસ પ્રકણીધાની (basidium) નામે ઓળખાતું એક અંગ ધરાવે છે. આ અંગને એક વિશિષ્ટ પ્રકારની બીજાણુધાની (sporangium) તરીકે વર્ણવી શકાય. આ અંગમાં પ્રકણીધાનીઓનાં 2 કોષકેન્દ્રોનું સંયોજન અને અર્ધસૂત્રી વિભાજન (reduction division) થતું હોય છે. આ જૈવી પ્રક્રિયાને લીધે સામાન્યપણે 4 પ્રકણીબીજાણુ (basidiospores) નિર્માણ…
વધુ વાંચો >બૅસેલેસી
બૅસેલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળમાં 5 પ્રજાતિ અને લગભગ 22 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે મોટેભાગે ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇંડિઝમાં થાય છે. Basella rubra જૂની દુનિયા(ઍશિયા)ની મૂલનિવાસી જાતિ છે. Boussingaultiaની 12 જાતિઓ પૈકીની 2 જાતિઓ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ અમેરિકામાં થાય છે. Anrederaની એક…
વધુ વાંચો >બૉઇસ ટૉમ્પ્સન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્લાન્ટ રિસર્ચ ઇન્કૉર્પોરેટ, અમેરિકા
બૉઇસ ટૉમ્પ્સન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્લાન્ટ રિસર્ચ ઇન્કૉર્પોરેટ, અમેરિકા : અમેરિકાની વનસ્પતિવિજ્ઞાનના સંશોધન સાથે સંકળાયેલી એક પ્રખ્યાત સંસ્થા. વિલિયમ બૉઇસ ટૉમ્પ્સન નામના અમેરિકને પોતાની અઢળક મિલકત વનસ્પતિની વિવિધ વિષય-શાખાઓ પર સંશોધનો કરવા માટે આ સંસ્થાને સમર્પિત કરી હતી, આમ છતાં આ સંસ્થા સાથે પોતાનું નામ જોડવા બાબતે ઘણી આનાકાની કરી હતી.…
વધુ વાંચો >બોઝ, જગદીશચંદ્ર (સર)
બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) : બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…
વધુ વાંચો >બૉટલબ્રશ
બૉટલબ્રશ : દ્વિદળી વર્ગમાં આવેલા મીર્ટેસી કુળની એક વનસ્પતિ. તે સુંદર, સદાહરિત ક્ષુપ કે નાના વૃક્ષસ્વરૂપે મળી આવતી Callistemon નામની પ્રજાતિ છે અને ઑસ્ટ્રેલિયા અને ન્યૂ કૅલેડોનિયાના ટાપુઓમાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની સાત જેટલી જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. અત્યંત ઠંડા અને શુષ્ક પ્રદેશો સિવાય સમગ્ર દેશમાં આ જાતિઓને…
વધુ વાંચો >બૉનર, જેમ્સ ફ્રેડરિક
બૉનર, જેમ્સ ફ્રેડરિક (જ. 1910, આન્સલે, એન. ઈ.) : જૈવરસાયણવિજ્ઞાની અને દેહધર્મવિજ્ઞાની. તેમણે 1934–35 દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડની રાષ્ટ્રીય સંશોધન સંસ્થાના માનાર્હ ફેલો તરીકે સેવા આપી અને ત્યારપછી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજીમાં 1936થી 1981 સુધી કાર્યરત રહ્યા. તેમણે જીવવિજ્ઞાનનું એક અત્યંત ક્રાંતિકારી મધ્યસ્થ સૂત્ર (central dogma) આપ્યું. આમ, પ્રોટીનસંશ્લેષણની પ્રક્રિયામાં DNA (Deoxyribonucleic…
વધુ વાંચો >બૉમ્બેકેસી
બૉમ્બેકેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે મૂળભૂત રીતે ઉષ્ણકટિબંધીય અમેરિકાનું કુળ છે અને 22 પ્રજાતિ અને 140 જાતિઓ ધરાવે છે. તે પૈકી એક પણ જાતિ સ્થાનિક (indigenous) નથી. તેની મોટી પ્રજાતિઓમાં Bombax (60 જાતિઓ), Ceiba (20 જાતિઓ) અને Adansonia(10 જાતિઓ)નો સમાવેશ થાય છે. સફેદ શીમળો [Ceiba pentandra (Linn.)…
વધુ વાંચો >બોર
બોર (Ziziphus) : દ્વિદળી વર્ગમાં આવેલા રહેમ્નેસી કુળની પર્ણપાતી વૃક્ષ કે ક્ષુપ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ziziphus jujuba Mill, syn. Z. sativa Gaertn; Z. vulgaris Lam. (સં. બદરી; મ. બોર; હિં. બેર; બં. કુલ, યળચે, બોગરી; ક. બોર, યળચે પેરનું, વાગરિ; તે. રેગુચેટુ; ત. ઇલંડે, કલ્લારી; અં. ચાઇનિઝ…
વધુ વાંચો >બોરડી
બોરડી : જુઓ ઝિઝિફસ
વધુ વાંચો >