Botany
આલ્પિનિયા
આલ્પિનિયા : જુઓ પન્નગચંપો.
વધુ વાંચો >આવરણતંત્ર (વનસ્પતિશાસ્ત્ર)
આવરણતંત્ર (વનસ્પતિશાસ્ત્ર) (Epidermal Tissue System) વનસ્પતિનાં તમામ અંગોની સૌથી બહારની બાજુએ આવેલી ત્વચા કે અધિસ્તર (epidermis) દ્વારા બનતું તંત્ર. અધિસ્તર વનસ્પતિના ભૂમિગત મૂળથી શરૂ થઈ પ્રકાંડ, પર્ણ, પુષ્પના વિવિધ અવયવો, ફળ અને બીજની ફરતે આવેલું હોય છે. આ સ્તર વનસ્પતિ અને બાહ્ય પર્યાવરણ વચ્ચેનું સંપર્ક-સ્થાન છે અને રચનામાં ઘણું વૈવિધ્ય…
વધુ વાંચો >આવળ
આવળ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના સિઝાલ્પિનિઑઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia auriculata, Linn. (સં. અર્બૂર, શરત્પુષ્પ, આવર્તકી; હિં. તરવલ, ખખસા, રગ; મ. તરવડ; ક. હોન્નવરી, હોન્નરિકે; ત. નાંધેડૂ; તા. અવારાઈ; અં. ટેનર્સ કેશિયા) છે. ગુજરાતમાં Cassia પ્રજાતિની વીસ જેટલી જુદી જુદી જાતિઓ જોવા મળે છે. તેમાં…
વધુ વાંચો >આશૂનતા
આશૂનતા (Turgidity) : કોષની સંપૂર્ણ વિસ્તરેલી (ફૂલેલી) અવસ્થા. સામાન્ય રીતે વનસ્પતિકોષનાં દ્રવ્યો ઉપર થતું દબાણ મુખ્યત્વે કોષદીવાલના તનન-સામર્થ્ય (tensile strength) અને સ્થિતિસ્થાપક (elastic) તાણ(stretch)ને લીધે હોય છે. દીવાલના અંદરની દિશામાં થતા દબાણને પરિણામે રસધાનીમાં, દ્રવસ્થૈતિક (hydrostatic) દાબ ઉત્પન્ન થાય છે. આ દાબને આશૂનતા-દાબ (turgor-pressure) કહે છે. તે કોષનાં દ્રવ્યો દ્વારા…
વધુ વાંચો >આશોતરો (આસુંદરો)
આશોતરો (આસુંદરો) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના સિઝાલ્પિનિયૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bauhinia racemosa Lam. (સં. અશ્મન્તક, શ્વેતકંચન; બં. બનરાજ; હિં. ઝિંજેરી, કચનાલ; મલ. કોટાપુલી; મ. આપ્ટા) છે. દેવકંચન અને કંચનાર તેની સહજાતિઓ છે. કાંચકા, ચીલાર, ગલતોરો, લીબીદીબી, ગુલમહોર, ગરમાળો, કાસુંદરો, અશોક અને આમલી તેની જાણીતી સહપ્રજાતિઓ…
વધુ વાંચો >આસોપાલવ
આસોપાલવ : દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Polyalthea longifolia Thw. (સં. અશોક, મંદાર; મ., હિં., બં., ક. અશોક; તે. અશોકેમાનું; અં. માસ્ટ અથવા સિમેન્ટરી ટ્રી) છે. તેની ભારતમાં થતી અન્ય જાતિઓમાં P. cerasoides Bedd. (ઉમા), P. fragrans Bedd (ગૌરી), P. simiarum Hook f. & Thoms, P.…
વધુ વાંચો >આંબો
આંબો દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mangifera indica Linn. (સં. આમ્ર; હિં. બં. આમ; ક. માવિનમારા, માવિણહણ; તે. માર્મિડીચેટુ, મ., આંબા; ત. મામરં; મલ. માવુ; અં. મેંગો ટ્રી) છે. તેના સહસભ્યોમાં કાજુ, ચારોળી, સમેટ, આમાતક, પિસ્તાં અને કાકડાશીંગનો સમાવેશ થાય છે. તે વિશાળ સદાહરિત, 15થી…
વધુ વાંચો >ઇક્વિસિટેલ્સ
ઇક્વિસિટેલ્સ : ત્રિઅંગી વનસ્પતિઓના સ્ફિનોપ્સિડા વર્ગનું એક ગોત્ર. આ ગોત્રમાં ત્રણ કુળ સમાવવામાં આવ્યાં છે : (1) ઍસ્ટરોકૅલેમાઇટેસી, (2) કૅલેમાઇટેસી અને (3) ઇક્વિસિટેસી. ઍસ્ટરોકૅલેમાઇટેસી અને કૅલેમાઇટેસીને કેટલીક વાર અલગ ગોત્ર કૅલેમાઇટેલ્સમાં મૂકવામાં આવે છે; પરંતુ આ બંને કુળ ઇક્વિસિટેસી સાથે અંત:સ્થ રચનાશાસ્ત્ર (anatomy) અને બાહ્યાકારવિદ્યા-(morphology)ની ર્દષ્ટિએ એટલી ગાઢ રીતે સંકળાયેલાં…
વધુ વાંચો >ઇન્ગેન હૂઝ, યાન
ઇન્ગેન હૂઝ, યાન (જ. 8 ડિસેમ્બર 1730, બ્રેડા, નેધરલૅન્ડ્ઝ; અ. 7 સપ્ટેમ્બર 1799, વિકશાયર, ઇંગ્લૅન્ડ) : જન્મે ડચ એવા વિલક્ષણ બ્રિટિશ વૈજ્ઞાનિક, ફિઝિશિયન અને સંશોધક. પ્રકાશસંશ્ર્લેષણ-(photosynthesis)ની પ્રક્રિયા પરત્વેના તેમના સંશોધનના પરિણામે લીલા છોડ સૂર્યપ્રકાશમાં કાર્બન-ડાયૉક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે અને ઑક્સિજન મુક્ત કરે છે તે જાણી શકાય છે. શરૂઆતમાં તેઓ…
વધુ વાંચો >