Botany

ફલેકોર્શિયેસી

ફલેકોર્શિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે લગભગ 64 પ્રજાતિઓ અને 850 જેટલી  જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ સાર્વોષ્ણકટિબંધીય (pantropical) અને ઉપોષ્ણકટિબંધીય (subtropical) પ્રદેશોમાં થયેલું છે. ગુજરાતમાં 2 પ્રજાતિઓ અને 5 જાતિઓ થાય છે. તે પૈકી Casearia elliptica willd. તોંદ્રુમા, C. esculenta Roxb. (તંદોલ), C. groveoloens Dalz. (કીરંબીરા)…

વધુ વાંચો >

ફ્લૉક્સ

ફ્લૉક્સ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા પૉલિમૉનિયેસી કુળની એક શોભન પ્રજાતિ. તેની Phlox drummondii જાતિ જાણીતી છે. 30થી 35 સેમી. ઊંચો થતો આ છોડ વાર્ષિક (મોસમી) ફૂલો માટે ખૂબ જાણીતો છે. ગુજરાતની આબોહવામાં તે શિયાળુ છોડ તરીકે થાય છે. આખો છોડ 3થી 4 સેમી. પહોળાં રંગબેરંગી ફૂલોથી ભરાઈ જાય છે.…

વધુ વાંચો >

ફ્લોરિજન

ફ્લોરિજન : આવૃતબીજધારી વનસ્પતિઓમાં પુષ્પનિર્માણ માટે જવાબદાર અંત:સ્રાવ. પ્રકાશપ્રેરિત (photoinduced) પર્ણોમાં પુષ્પનિર્માણકારકો (flowering factors) ઉદભવે છે અને પ્રમાણમાં સરળતાપૂર્વક કલિકા તરફ તેનું વહન થાય છે. મિકેઇલ ચૈલાખ્યાને (1936) પુષ્પનિર્માણ પર સંશોધનો કર્યાં. તેમણે પ્રકાશપ્રેરિત પર્ણોમાં હાજર રહેલા પરિકલ્પિત અને અજ્ઞાત પુષ્પનિર્માણક અંત:સ્રાવ માટે ‘ફ્લોરિજન’ શબ્દનો પ્રયોગ કર્યો. બે શાખાવાળા ગાડરિયાના…

વધુ વાંચો >

બકાન લીમડો

બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…

વધુ વાંચો >

બકુલ

બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…

વધુ વાંચો >

બટાટા

બટાટા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Solanum tuberosum Linn. (હિં., બં. भालू; મ., ગુ. બટાટો; અં. potato) છે. તેનું મૂળ વતન દક્ષિણ અમેરિકા છે. ભારતમાં આ પાક સત્તરમી સદીની શરૂઆતમાં પૉર્ટુગીઝો દ્વારા પ્રવેશ પામ્યો હોવાનું મનાય છે. બટાટાનો છોડ 0.5 મી.થી 1.0 મી.…

વધુ વાંચો >

બતકવેલ

બતકવેલ : જુઓ કીડામારી ; નોળવેલ

વધુ વાંચો >

બદામ

બદામ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Prunus amygdalus Batsch. syn. P. communis Fritsch; Amygdalus communis Linn. (સં. वाताद, वाताम, वातांबुफल; હિં. બં., મ., ગુ., ફા., બદામ; અં. almond) છે. તેનું વૃક્ષ 8.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. પર્ણો લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) હોય છે. પુષ્પો…

વધુ વાંચો >

બમનશિયા

બમનશિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક પ્રજાતિ. ભારતમાં તેની ચાર જાતિઓ થાય છે. તે પૈકી બે જાતિઓ Beaumontia grandiflora (Roxb.) Wall. (ગોતાલી ફૂલ, Herald’s trumpet, Nepal trumpet flower) અને B. jerdoniana wight. ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. B. grandiflora પૂર્વ હિમાલય, આસામ અને મેઘાલયમાં સ્થાનિક…

વધુ વાંચો >

બરબેરિસ

બરબેરિસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બરબેરિડેસી કુળની એક પ્રજાતિ. તે એશિયા, યુરોપ અને અમેરિકાના સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં ક્ષુપ અથવા નાના વૃક્ષ સ્વરૂપે થાય છે. ભારતમાં તેની લગભગ 77 જેટલી જાતિઓ નોંધાયેલી છે. Berberis angulosa. Wall, ex Hook. f. & Thoms B. aristata DC., B. asiatica Roxb. ex. DC.,…

વધુ વાંચો >