Botany
ટ્રેપેસી
ટ્રેપેસી (Trapaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું માત્ર એક જ પ્રજાતિ ધરાવતું કુળ. આ કુળની વનસ્પતિ–શિંગોડાં–મીઠા પાણીમાં સપાટી ઉપર મુક્ત રીતે તરતી એકવર્ષાયુ શાકીય સ્વરૂપે જોવા મળે છે. મૂળ ઝૂમખામાં ઉત્પન્ન થાય છે. રંગે લીલાં પરિપાયી (assimilatory) પર્ણો : વિષમ સ્વરૂપી (heteromorphic), નિમગ્ન પર્ણો ખંડિત, તંતુ જેવાં; સપાટી ઉપરનાં પર્ણો પાસાવત્,…
વધુ વાંચો >ટ્રેમા
ટ્રેમા : દ્વિદળી વર્ગના અલ્મેસી કુળની સદાહરિત વૃક્ષો અને ક્ષુપ ધરાવતી પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તેની લગભગ 20 જાતિઓ થાય છે. ભારતમાં ત્રણ જાતિઓ Trema orientalis, Blume. (ખારગુલ, ગોલ), T. politoria, (Planch) Blume અને T. cannabina, Lour થાય છે. T. orientalis ઝડપી વૃદ્ધિ પામતું અલ્પાયુષી…
વધુ વાંચો >ટ્રોપીયોલેસી
ટ્રોપીયોલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક પ્રજાતીય (monogeneric) કુળ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, જમીન ઉપર પથરાતી કે વળવેલ રૂપે આરોહી, પાણી જેવો તીખો રસ ધરાવતી વનસ્પતિઓનું બનેલું છે. તેની પ્રજાતિ ટ્રોપીયોલમ દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે અને લગભગ 50 જેટલી જાતિઓ ધરાવે છે. મુખ્યત્વે મધ્ય અને દ. અમેરિકામાં તથા સમશીતોષ્ણ કટિબંધમાં…
વધુ વાંચો >ઠાકર, જયકૃષ્ણ ઇન્દ્રજી
ઠાકર, જયકૃષ્ણ ઇન્દ્રજી (જ. 1849, લખપત; અ. 1929) : ગુજરાતના સર્વપ્રથમ અને પ્રખર વનસ્પતિશાસ્ત્રી. જન્મ કચ્છના લખપત ગામે ગિરનારા બ્રાહ્મણ કુટુંબમાં. ગરીબાઈને કારણે તેઓ ઉદાર સખી ગૃહસ્થોની મદદથી માંડ અંગ્રેજીના ચાર ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. 14 વર્ષની વયે અભ્યાસ તજી આજીવિકા મેળવવા દલાલી, ગ્રંથવિક્રય તથા રસોઇયા તરીકેનું…
વધુ વાંચો >ડમરો
ડમરો : દ્વિદળી વર્ગમાં આવેલા લૅબિએટી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ocimum basilicum Linn. Sweet Basil; સં. मुञारिकी सुरसा, वरवाळा; હિં. बाबुई तुलसी, गुलाल तुलसी, काली तुलसी, मरुआ; મ. मरवा, सब्जा, ગુ. ડમરો, મરવો; તે. ભૂતુલસી, રુદ્રજડા, વેપુડુપચ્છા; તા. તિરનિરુપચાઈ, કર્પૂરા તુલસી; ક. કામકસ્તૂરી, સજ્જાગીદા; ઊડિયા : ઢલાતુલસી, કપૂરકાન્તિ; કાશ્મીરી…
વધુ વાંચો >ડાઇનોફ્લેજલેટ્સ
ડાઇનોફ્લેજલેટ્સ : બે અસમાન કશાઓ (flagella) અને વનસ્પતિ તેમજ પ્રાણી બંનેનાં લક્ષણો ધરાવતા એકકોષી જલીય સજીવો. તે સૂક્ષ્મ હોય છે અને ઘણુંખરું દરિયાઈ પ્લવકો (planktons) તરીકે ઉત્પન્ન થાય છે. વનસ્પતિશાસ્ત્રીઓ આ સજીવના જૂથને લીલના પાયરો-ફાઇટા વિભાગના ડાઇનોફાયસી વર્ગમાં મૂકે છે, જ્યારે પ્રાણીશાસ્ત્રીઓ પ્રજીવ સમુદાયના ડાઇનોફ્લેજેલીડા ગોત્રમાં મૂકે છે. તેમનું કદ…
વધુ વાંચો >ડાયન્થસ
ડાયન્થસ : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા કૅરિયોફાયલેસી કુળની નાની શાકીય જાતિઓ ધરાવતી પ્રજાતિ. તે ઉત્તર સમશીતોષ્ણ કટિબંધની – ખાસ કરીને ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશની – મૂલનિવાસી છે. તેની ઘણી જાતિઓ સુંદર પુષ્પો માટે મૂલ્યવાન ગણાય છે. ભારતમાં થતી બાગમાં ઉગાડાતી વિવિધ જાતિઓ ઉપરાંત તેની 9 જેટલી વન્ય જાતિઓ પણ થાય છે.…
વધુ વાંચો >ડાયફૅનબેકિયા
ડાયફૅનબેકિયા : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની માંસલ શાકીય જાતિઓની બનેલી પ્રજાતિ. ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની મૂલનિવાસી છે. ભારતમાં તેની કેટલીક જાતિઓ અને ઉપજાતિઓ શોભાની વનસ્પતિ તરીકે ઉગાડાય છે. તે 60થી 90 સેમી. ઊંચી કૂંડાની વનસ્પતિઓ છે અને આકર્ષક સુંદર બહુવર્ણી (variegated) પર્ણોનો મુકુટ ધરાવે છે. તેનાં પર્ણો…
વધુ વાંચો >ડાયબેક
ડાયબેક : ફળના પાકોમાં થતો એક રોગ. આ રોગનું બીજું નામ ડિક્લાઇન છે. ફૂગ, વિષાણુ, કૃમિ વગેરેથી અને જીવાતોના ઉપદ્રવથી આ રોગ પેદા થાય છે. ઝાડની ટોચની ડાળીઓ અને પાન પર વારંવાર તેનું આક્રમણ થવાથી અથવા તો એક વાર ટોચની ડાળી પર વ્યાધિજન(pathogen)નું આક્રમણ થવાથી, ડાળી ટોચથી સુકાવાની શરૂ થાય…
વધુ વાંચો >ડાયમૉર્ફોથિકા
ડાયમૉર્ફોથિકા : દ્વિદળી વર્ગના એસ્ટરેસી કુળની ઉદ્યાનોમાં ઉગાડાતી જાતિ. (વૈજ્ઞાનિક નામ : Dimorphotheca aurantiaca.) તે આફ્રિકાની મૂલનિવાસી છે. હવે લગભગ બધે જ થાય છે. 30–35 સેમી. ઊંચી હોય છે. તેનાં પુષ્પો શિયાળામાં બેસે છે અને ડેઇઝીની જેમ મુખ્યત્વે કેસરી, પરંતુ તપખીરિયા તેમજ બીજા રંગનાં પુષ્પ પણ સારા પ્રમાણમાં આવે છે.…
વધુ વાંચો >