Botany

સિલિબમ

સિલિબમ : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પોઝિટી) કુળની શાકીય પ્રજાતિ. તે યુરોપ, દક્ષિણ રશિયા, એશિયા અને ઉત્તર આફ્રિકાની વતની છે. Silybum marianum Gaertn. (અં. મિલ્ક થીસલ, હોલ્ડી થીસલ, મારીઅન થીસલ, મેરી થીસલ, સેંટ મેરી’સ થીસલ, વાઇલ્ડ આર્ટિચોક; ફ્રેન્ચ : ચાર્ડોન-મેરી; જર્મની : મારીએન્ડીસ્ટર.) ભારતમાં થતી એકમાત્ર જાતિ છે. તે ટટ્ટાર,…

વધુ વાંચો >

સિલેસ્ટ્રેસી

સિલેસ્ટ્રેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર – સિલેસ્ટ્રેલ્સ, કુળ – સિલેસ્ટ્રેસી. વિલિસ(1969)ના મંતવ્ય મુજબ, આ કુળ 45 પ્રજાતિઓ અને 500 જેટલી જાતિઓનું બનેલું છે. બૉટેનિકલ સર્વે…

વધુ વાંચો >

સિલ્વર ઓક

સિલ્વર ઓક : દ્વિદળી વર્ગમાં આવેલા પ્રોટિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Grevillea robusta A. cunn. (અં. સિલ્વર ઓક, સિલ્કી ઓક) છે. તે એક સદાહરિત લીલ છે અને લાંબો શંકુ આકારનો પર્ણમુકુટ (crown) ધરાવે છે. તે ઑસ્ટ્રેલિયાની મૂળ વતની છે અને ત્યાં 45 મી. સુધીની ઊંચાઈ પ્રાપ્ત કરે છે;…

વધુ વાંચો >

સિવણ

સિવણ : દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gmelina arborea Roxb. (સં. કાસ્મરી, શ્રીપર્ણી, ભદ્રપર્ણી, ગંભારી; હિં. ગંભારી, ગુમ્હાર, સેવન; બં. ગુંબાર, ગમારી; મ.-ગુ. સિવણ, શેવણ; તે. ગુમાર્તેક, ગુમ્માડી; ત. કુમાડી, ઉમી-થેક્કુ, પેરુન્ગુમ્પીલ; ક. શિવાની, કાસ્મીરી-મારા; મલ. કુમ્બિલ; વ્યાપારિક – ગુમ્હાર) છે. તે લગભગ 18 મી.…

વધુ વાંચો >

સિંકોના

સિંકોના દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિ સદાહરિત ક્ષુપ અને વૃક્ષ-જાતિઓની બનેલી છે; જેમનું વિતરણ ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે અને ભારત, ઇંડોનેશિયા, શ્રીલંકા અને આફ્રિકામાં છાલ માટે ઉગાડવામાં આવે છે. છાલ ક્વિનીન અને અન્ય પ્રતિમલેરીય ઔષધોનો સ્રોત છે. લગભગ 7 જાતિઓ અને તેમના સંકરોનો વ્યાપારિક વાવેતર માટે…

વધુ વાંચો >

સીટ્રોનેલા

સીટ્રોનેલા : જુઓ લીલી ચા.

વધુ વાંચો >

સીડિયમ

સીડિયમ : જુઓ જામફળ.

વધુ વાંચો >

સીતાફળ

સીતાફળ દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Annona squamosa Linn. (સં. સીતાફલમ્; હિં. સીતાફલ, શરીફા; ગુ. મ. સીતાફળ; બં. આતા, સીતાફલ; ક. સીતાફલા; મલ. અટ્ટીચક્કા, સીથાપાઝામ; ત. આતા, સીથાપ્પાઝામ; તે. ગંધગાલારામુ, સીતાફલામુ; અં. કસ્ટર્ડ ઍપલ, સુગર ઍપલ, સ્વીટ્સોપ) છે. તે એક મોટું સદાહરિત, આડુંઅવળું વિકાસ પામતું…

વધુ વાંચો >

સીમાકારી પરિબળો

સીમાકારી પરિબળો : જુઓ લઘુતમનો સિદ્ધાંત.

વધુ વાંચો >

સીરાટોફાઇલમ

સીરાટોફાઇલમ : દ્વિદળી વર્ગમાં આવેલા સીરાટોફાઇલેસી કુળની એકમાત્ર પ્રજાતિ. તે જલજ શાકીય વનસ્પતિઓ સ્વરૂપે સમશીતોષ્ણ અને ઉષ્ણ પ્રદેશોમાં થાય છે. તેની ત્રણ જાતિઓ સર્વત્ર થાય છે. Ceratophyllum desmersum Linn. (ગુ. લીલી શેવાળ; બં. શેયોયાલ; હિં. સીવાર; મ. શેવાલ; ક. નવાલ; ત. વેલામ્પાસી; તે. નસુ; અં. હૉર્નવર્ટ, કૂન્ટેઇલ.) પાતળી, બહુશાખિત, મૂળરહિત…

વધુ વાંચો >