Botany
સાયનોફાઇટા (નીલહરિત લીલ)
સાયનોફાઇટા (નીલહરિત લીલ) લીલનો એક વિભાગ. તે લીલના બધા વિભાગો કરતાં પ્રાચીન છે. તેનો આદિકોષકેન્દ્રી (Prokaryota) સૃષ્ટિમાં બૅક્ટેરિયા સાથે સમાવેશ કરવામાં આવે છે. આવા પ્રકારની લીલનો ઉદભવ આશરે બે અબજ વર્ષ પૂર્વે થયો હોવાનું માનવામાં આવે છે. તે એક જ વર્ગ સાયનોફાઇસી અથવા મિક્સોફાઇસી [(myxo = slime = ચીકણું); (phycen…
વધુ વાંચો >સાયપરસ
સાયપરસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી કુળની એક શાકીય પ્રજાતિ. દુનિયામાં તેની 700 જાતિઓ મળી આવે છે. ભારતમાં 100 જાતિઓ ઊગે છે; જેમાંની 14 જાતિઓ દક્ષિણ ભારતની સ્થાનિક (endemic) છે. ગુજરાતમાં આશરે 56 જાતિઓ મળી આવે છે. તે પૈકી Cyperus rotundus (મોથ) ગુજરાતભરમાં ઊગે છે. તેને ‘મોથ’ કહેવામાં આવે…
વધુ વાંચો >સાયેનોજીવાણુ (Cyanobacteria = નીલજીવાણુ, ગ્રીક)
સાયેનોજીવાણુ (Cyanobacteria = નીલજીવાણુ, ગ્રીક) : પ્રકાશ-સંશ્લેષણ દ્વારા શક્તિ પ્રાપ્ત કરતા પ્રોકેયૉર્ટિક, એકકોષી સજીવોનો નીલહરિત લીલ (cyanophyta) તરીકે ઓળખાતો વિશાળ સમૂહ. શરીરરચના, દેહધાર્મિક ક્રિયાઓ અને પરિસ્થિતિકીય લક્ષણોમાં સામ્યને લીધે સાયનોબૅક્ટેરિયા પૂર્વે લીલ અને વનસ્પતિનો પ્રકાર મનાતા રહ્યા; પરંતુ આધુનિક વર્ગીકરણમાં 16s r-RNAની સામ્યતા બાદ ઊપસેલ ઉત્ક્રાંતિ-સંબંધોથી તેમની ઓળખ જીવાણુ તરીકે…
વધુ વાંચો >સાયેમોપ્સિસ (ગવાર)
સાયેમોપ્સિસ (ગવાર) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિ ઉષ્ણકટિબંધીય એશિયા અને આફ્રિકાના દેશોમાં વિતરણ પામેલી છે. તેની 4 જાતિઓ નોંધાઈ છે. ભારતમાં તેની એક જાતિ [Cyamopsis tetragonoloba (Linn.)] Taub. (ગુ. ગવાર; હિં. ગોવાર; ક. ગોરી કાઈ; મ. બાવચી, ગોવાર; સં. ગૌરાણી, ગોરક્ષા; ત. કોઠાવેરાય; તે.…
વધુ વાંચો >સાલ
સાલ દ્વિદળી વર્ગમાં આવેલા ડિપ્ટરૉકાર્પેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Shorea robusta Gaertn. f. [હિં., બં. સાલ, સખુ, શાલ; મ., ગુ. સાલ, રાળ (resin); તે. ગૂગલ, ગુગ્ગીલામુ (resin); ત. કુંગિલિયામ (resin); ક. કાબ્બા (resin); મલ. મારામારમ (resin); અં. સાલ] છે. તે ખૂબ મોટું, ઉપ-પર્ણપાતી (sub-deciduous) છે અને ભાગ્યે જ…
વધુ વાંચો >સાલમ
સાલમ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા ઑર્કિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Orchis latifolia Linn. (સં. મુંજાતક, સુધામૂલી, સાલીમ કંદ; હિં. સાલમ, સાલમ પંજા, સાલમમિશ્રી; અં. સાલેપ) છે. સાલમ તરીકે ઓળખાવાતી ઑર્કિડેસી અન્ય વનસ્પતિઓમાં O. laxiflora (લસણિયો સાલમ), O. muscula (બાદશાહી સાલમ) અને Eulophia campestris(લાહોરી સાલમ)નો સમાવેશ થાય છે.…
વધુ વાંચો >સાલ્વિનિયેસી
સાલ્વિનિયેસી : ત્રિઅંગી વનસ્પતિઓના વર્ગ – ટેરોપ્સિડાનું એક કુળ. સ્પૉર્નની વર્ગીકરણપદ્ધતિ પ્રમાણે તેને ઉપવર્ગ તનુબીજાણુધાનીય (Leptosporangiatae) અને ગોત્ર સાલ્વિનિયેલ્સમાં મૂકવામાં આવે છે. આ કુળમાં એકમાત્ર સાલ્વિનિયા પ્રજાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રજાતિની 12 જેટલી જાતિઓ નોંધાઈ છે. મોટાભાગની જાતિઓ આફ્રિકામાં થાય છે. ભારતમાં સા. નાટાન્સ, સા. ઓબ્લૉન્ગીફોલિયા અને સા.…
વધુ વાંચો >સાલ્વેડોરેસી
સાલ્વેડોરેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ 3 પ્રજાતિ અને આશરે 12 જાતિઓ ધરાવે છે. તેનું વિતરણ ઉપોષ્ણથી ઉષ્ણ અને શુષ્ક મરુદભિદીય (xerophytic) અને ખાસ કરીને સમુદ્રકિનારાની ખારી ભૂમિમાં થયેલું છે. આફ્રિકા, માડાગાસ્કર અને દક્ષિણ એશિયાઈ સમુદ્રતટો પર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વનસ્પતિઓ વૃક્ષ, ક્ષુપ કે આરોહી…
વધુ વાંચો >સાંખ્ય વર્ગીકરણ
સાંખ્ય વર્ગીકરણ (numerical taxonomy) : વનસ્પતિ વર્ગીકરણ-વિદ્યાની એક શાખા. આ શાખામાં વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટે ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સજીવોના સમૂહોમાં રહેલા સામ્યનું આંકડાકીય મૂલ્યાંકન કરી આ સમૂહોને તેમના સામ્યને આધારે ક્રમાનુસાર ઉચ્ચતર વર્ગકો(taxa)માં ગોઠવવામાં આવે છે. સાંખ્ય વર્ગીકરણનું ધ્યેય વર્ગીકરણવિદ્યાકીય સંબંધોના મૂલ્યાંકન અને વર્ગકના નિર્માણ માટે વસ્તુલક્ષી (objective)…
વધુ વાંચો >સિક્વોયા
સિક્વોયા : વનસ્પતિઓના અનાવૃતબીજધારી વિભાગના કોનિફરેલ્સ ગોત્રમાં આવેલા ટેક્સોડિયેસી કુળની એક પ્રજાતિ. તે સૌથી મોટી અને પૃથ્વી પર સૌથી પ્રાચીન જીવંત પ્રજાતિ છે. લાખો વર્ષ પૂર્વે આ વૃક્ષો દુનિયાના ઘણા ભાગોમાં વિશાળ જંગલો-સ્વરૂપે ઊગતાં હતાં. તેના જુદા જુદા ઘણા પ્રકારો છે; પરંતુ માત્ર બે જ પ્રકારના વાસ્તવિક (true) સિક્વોયાનું હાલમાં…
વધુ વાંચો >