Botany

ઇસબગુલ

ઇસબગુલ : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લેન્ટેજિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Plantago ovata Forsk. (સં. ઇષદગોલ, સ્નિગ્ધજીરક; હિં., મ. ઇસબગોલ; ક., તે. ઇસબગુલ; તા. ઇસપ્પુકોલવીર; ગુ. ઓથમીજીરું, ઇસબગુલ, ઘોડાજીરું; અં. બ્લૉન્ડ સિલિયમ, ઇસ્પાગુલ.) છે. ભારતમાં આ પ્રજાતિની લગભગ 10 જેટલી જાતિઓ થાય છે. ગુજરાતમાં ઇસબગુલ ઉપરાંત P. psyllium L.…

વધુ વાંચો >

ઇંગોરિયો

ઇંગોરિયો : દ્વિદળી વર્ગમાં આવેલા બેલેનાઇટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Balanites roxburghii Planch. syn. B. aegyptica (Linn.) Delile var. roxburghii Duthie (સં. ઇંગુદી; અંગવૃક્ષ; મ. હીંગણી, હિંગણ બેટ; હિં. હિંગોટ, ગૌદી; ક. ઇંગળગિડ, ઇંગળા, હિંગુલ; બં. ઇંગોટ; તે. ગરા; અં. ડેઝર્ટ ડેટ) છે. અરડૂસો (Ailanthus excelsa Roxb.) તેનો…

વધુ વાંચો >

ઈકાઇનોપ્સ

ઈકાઇનોપ્સ : જુઓ ઉત્કંટો

વધુ વાંચો >

ઈગલ

ઈગલ : જુઓ બીલી.

વધુ વાંચો >

ઈલેટિનેસી

ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…

વધુ વાંચો >

ઈવોલ્વુલસ

ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).

વધુ વાંચો >

ઈસા, કૅથેરાઈન

ઈસા, કૅથેરાઈન (જ. 3 એપ્રિલ 1898 એક્ટેરિનોસ્લૉવ, યુક્રેન, રશિયા; અ. 4 જૂન, 1997, સાન્તા બાર્બરા, કેલિફોર્નિયા) : એક્ટેરિનોસ્લૉવ રશિયામાં જન્મીને અમેરિકામાં સ્થાયી થનાર મહિલા-વનસ્પતિશાસ્ત્રી. તેમણે રશિયા, જર્મની અને અમેરિકામાં શિક્ષણ મેળવ્યું હતું. તે કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં ડેવિસ કૅમ્પસમાં અને 1965થી સાન્તા બાર્બરા કૅમ્પસમાં વનસ્પતિવિજ્ઞાનનાં પ્રાધ્યાપિકા રહ્યાં હતા. વનસ્પતિની અંત:સ્થ રચના તેમનો…

વધુ વાંચો >

ઈસેસીસ

ઈસેસીસ : કોઈ પણ નવા પર્યાવરણમાં વનસ્પતિ કે પ્રાણીના સફળ પ્રસ્થાપનની પ્રક્રિયા. આ પ્રસ્થાપન મુખ્યત્વે ત્રણ પરિબળો પર આધારિત હોય છે. નવા આવાસની યુક્તતા, પ્રસરતાં સજીવોની યુક્તતા અને આ બે પરિબળોનું પરસ્પર સામીપ્ય. કેટલાં સજીવો નવા પર્યાવરણમાં પ્રવેશે છે, તેના પર જે તે સજીવના પ્રસ્થાપનની સફળતાનો આધાર હોય છે. પિતૃસ્થાનથી…

વધુ વાંચો >

ઈહરેશિયેસી

ઈહરેશિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિ મુજબ તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી : દ્વિસ્ત્રીકેસરી (Bicarpellate), ગોત્ર : પૉલિમૉનિયેલ્સ, કુળ : ઈહરેશિયેસી. તેનું વિતરણ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તે આશરે 13 પ્રજાતિઓ અને 400…

વધુ વાંચો >

ઉત્કંટો

ઉત્કંટો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echinops echinatus Roxb. (સં. ઉત્કટક, ફા. બ્રહ્મદંડી; મ. કાંટેચબુક, ઉટકટારી; હિં. ઉટકટારા; બં. છાગદાંડી, વામનદાંડી; ગુ. ઉત્કંટો, શૂળિયો, ઉટકટારી; અં. ગ્લોબથીસલ) છે. તેના સહસભ્યોમાં જયંત, અમરફૂલ, સોનછડી, કસુંબો, ગુલદાઉદી અને હજારી ગલગોટાનો સમાવેશ થાય છે. Echinops પ્રજાતિનું વિતરણ…

વધુ વાંચો >