Astronomy
ઓ એ ઓ
ઓ એ ઓ : ભ્રમણ કરતી ખગોળવિજ્ઞાની વેધશાળા (Orbiting Astronomical Observatory) આયનમંડળ(ionosphere)ના ઉપલા સ્તરોથી ઊંચેના અંતરીક્ષમાંથી આવતાં પારજાંબલી તથા ઍક્સ-કિરણોનાં ગુચ્છ, ઊર્જા અને સ્રોતનું સર્વેક્ષણ કરતો ઉપગ્રહ. OAO–I : ઉપર્યુક્ત ખગોળીય સંશોધન માટે, 1966ના એપ્રિલની 8 તારીખે, સૌપ્રથમ વખત તરતા મૂકેલા આ શ્રેણીના ઉપગ્રહની ભ્રમણકક્ષા 800 કિમી. ઊંચાઈએ અને 350…
વધુ વાંચો >ઓપિક, અર્નેસ્ટ જૂલિયસ
ઓપિક, અર્નેસ્ટ જૂલિયસ (જ. 23 ઑક્ટોબર 1893, કુન્દા અસ્તોનિયા, રશિયા; અ. 10 સપ્ટેમ્બર 1985, આયર્લેન્ડ, યુ. કે.) : અસ્તોનિયન આઇરિશ ખગોળશાસ્ત્રી. રશિયાની વાયવ્ય દિશાએ બાલ્ટિક સમુદ્ર તરફ આવેલું અસ્તોનિયા, જે ‘અસ્તોનિયન સોવિયેટ સોશ્યલિસ્ટ રિપબ્લિક’ (અસ્તોનિયન એસ.એસ.આર.) તરીકે ઓળખાતું હતું, તે હવે સોવિયેત સોશ્યલિસ્ટ રિપબ્લિકમાંથી છૂટું પડી સ્વતંત્ર રાષ્ટ્ર બનેલ છે.…
વધુ વાંચો >ઓપિક-ઊર્ત-વાદળ
ઓપિક-ઊર્ત-વાદળ (‘O’ Pik-Oort Cloud) : અર્નેસ્ટ જૂલિયસ ઓપિક (એસ્તોનિયન આઇરિશ ખગોળશાસ્ત્રી – 1893થી 1985) અને જાન હેન્રિક ઊર્ત (ડચ ખગોળશાસ્ત્રી, 1900) બંનેએ સંયુક્ત રીતે સ્થાપેલો ધૂમકેતુમેઘનો વાદ. આ વાદ અનુસાર સમગ્ર સૂર્યમંડળ કેન્દ્રસ્થાને હોવાનું અને તેની ફરતે આવેલા એક ગોળામાં અબજો ધૂમકેતુઓ આવેલા હોવાનું ધારવામાં આવે છે. ધૂમકેતુઓના વિશાળ સંગ્રહસ્થાન…
વધુ વાંચો >ઑલ-સ્કાય કૅમેરા
ઑલ-સ્કાય કૅમેરા (all-sky camera) : આકાશીય ગુંબજ અને ક્ષિતિજવર્તુળને એક જ છબીમાં આવરી લેતો કૅમેરા. આકાશ અને પૃથ્વી જ્યાં મળતાં દેખાય એ હદરેખાને આપણે ક્ષિતિજ કહીએ છીએ. ઉત્તર તરફ મોં રાખીને જમણી તરફ ઘૂમતા જઈએ તો અનુક્રમે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને છેલ્લે ઉત્તર દિશા આવે. આ રીતે બધી જ દિશાઓને…
વધુ વાંચો >ઑલ્બર્સનો વિરોધાભાસ
ઑલ્બર્સનો વિરોધાભાસ (Olbers’ paradox) : રાત્રે આકાશ તેજસ્વી ન દેખાતાં અંધકારમય કેમ દેખાય છે, તે અંગે બ્રહ્માંડ-વિજ્ઞાન(cosmos)નો એક વિરોધાભાસી કોયડો. બ્રહ્માંડ અસીમ હોય અને તેમાં પ્રકાશિત તારાઓ એકસરખા અંતરે આવેલા હોય તો પ્રત્યેક ર્દષ્ટિરેખા(line of sight)નો અંત છેવટે તો તારાની સપાટીએ આવે. એટલે કે કોઈ પણ દિશામાં નજર કરીએ કે…
વધુ વાંચો >કક્ષા (orbit)
કક્ષા (orbit) : ખગોળવિજ્ઞાનમાં આકર્ષણ કરતા પદાર્થની આસપાસ પરિક્રમણ કરતા (revolving) પદાર્થનો માર્ગ. જેમ કે સૂર્યની આસપાસનો ગ્રહનો પરિક્રમણમાર્ગ કે ગ્રહની આસપાસનો ઉપગ્રહ(satellite)નો પરિક્રમણમાર્ગ. સત્તરમી સદીમાં જે. કૅપ્લર અને આઇઝેક ન્યૂટને કક્ષાનું નિયંત્રણ કરતા મૂળભૂત ભૌતિક નિયમો શોધ્યા અને વીસમી સદીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇને સાપેક્ષવાદના વ્યાપક સિદ્ધાંતથી તેનું વધુ ચોક્કસ વર્ણન…
વધુ વાંચો >કક્ષાના મૂલાંકો
કક્ષાના મૂલાંકો (elements of the orbit) : કક્ષાના વર્ણન માટે ઉપયોગમાં લેવાતા છ ભૌમિતિક ગુણધર્મો. તેના આધારે ગ્રહના ભાવિ સ્થાનની ગણતરી કરી શકાય છે. પદાર્થની કક્ષાના મૂલાંકો નિર્ણીત કરવામાં પદાર્થનાં ઓછામાં ઓછાં ત્રણ સ્થાનો(positions)નાં માપ લેવાં પડે છે. આ અવલોકનો નિયત સમયે લઈને કક્ષાની સારી એવી ચાપલંબાઈ આવરી લેવામાં આવે…
વધુ વાંચો >કક્ષીય યાંત્રિકી
કક્ષીય યાંત્રિકી (orbital mechanics) : અવકાશી કક્ષામાં તરતા મૂકેલા પદાર્થની શક્ય તમામ ગતિઓનું સર્વેક્ષણ કરીને એ ઉપરથી સંશોધન માટેના અપેક્ષિત તંત્રના ભાવિ પ્રવર્તન પરત્વે જાણકારી આપતો ગતિવાદ. ગ્રહોની ગતિના કૅપ્લરના નિયમો, કોપરનિકસ, ટાઇકોબ્રાહે અને ગેલિલિયોનું અવકાશી યાંત્રિકી અંગેનું પ્રદાન વગેરે ન્યૂટનના નિયમોનાં પરિણામોનાં વિશિષ્ટ સ્વરૂપો છે. ન્યૂટને આ બધા કાર્યને…
વધુ વાંચો >કક્ષીય વેગ
કક્ષીય વેગ (orbital velocity) : કુદરતી કે કૃત્રિમ ઉપગ્રહને કક્ષામાં રાખવા માટે આપવો પડતો પર્યાપ્ત વેગ. ગતિશીલ પદાર્થનું જડત્વ (inertia) તેને સુરેખામાં ગતિમાન રાખવા યત્ન કરે છે, જ્યારે ગુરુત્વાકર્ષણનું બળ તેને નીચે ખેંચવા યત્ન કરે છે. આમ ઉપવલયી કે વર્તુળાકાર કક્ષીય માર્ગ ગુરુત્વાકર્ષણ અને જડત્વ વચ્ચેનું સંતુલન દર્શાવે છે. પર્વતની…
વધુ વાંચો >કણિકાયન
કણિકાયન (granulation) : સૂર્યની સપાટી (photosphere) પર આવેલી અને એકસરખી પ્રકાશિત નહિ તેવી સફેદ કણિકાઓનો સમૂહ. સોલર દૂરબીન વડે, યોગ્ય ન્યૂટ્રલ ડેન્સિટી ફિલ્ટર વાપરી, પ્રકાશની તીવ્રતા અનેકગણી ઘટાડીને અવલોકન કરતાં અથવા આવા દૂરબીન વડે ઉચ્ચ ક્ષમતા ધરાવતા ફોટોગ્રાફ લેતાં કણિકાઓના આ સમૂહને જોઈ શકાય છે. આવી કણિકાઓના સર્જન પાછળનું રહસ્ય,…
વધુ વાંચો >