Astronomy
તારાવિશ્વ
તારાવિશ્વ (galaxy) : વિશ્વના દરેક પ્રકારનાં દ્રવ્ય, રજકણો તથા વાયુ સહિત, સ્વ-ગુરુત્વને લીધે, સંકલિત થયેલ તારાઓનો સમૂહ. ખાસ કરીને વિશાળ તારાવિશ્વો સંમિતિ (symmetry) અને નિયમિતતા ધરાવે છે. તેમનો વ્યાસ કેટલાક હજારથી પાંચ લાખ પ્રકાશવર્ષ જેટલો હોય છે. એક પ્રકાશવર્ષ એટલે પ્રકાશે શૂન્યાવકાશમાં એક વર્ષમાં કાપેલું અંતર, એટલે કે આશરે 9460…
વધુ વાંચો >તારાવિશ્વ-નિર્દેશાંકો
તારાવિશ્વ-નિર્દેશાંકો (galactic coordinators) : તારાવિશ્વનું સ્થાન દર્શાવતા યામો. તારાવિશ્વનાં સ્થાન વિષુવાંશ (right ascension–RA) અને વિષુવલંબ (declination-D)માં દર્શાવવામાં આવે છે, જેને તારાવિશ્વના નિર્દેશાંકો કહે છે; દા. ત., તારાવિશ્વના ઉત્તરધ્રુવના નિર્દેશાંક RA 12 કલાક 49 મિનિટ અને D. + 27° 24´ છે. તારાવિશ્વના શૂન્યતા-નિર્દેશાંકો, જે તારાવિશ્વની નાભિની દિશા દર્શાવે છે, તેના RA…
વધુ વાંચો >તારાવિશ્વ પ્રભામંડળ
તારાવિશ્વ પ્રભામંડળ (galactic halo) : તારાવિશ્વની આસપાસ ફેલાતો પ્રકાશ. તારાવિશ્વની નાભિ અને સપાટીની આસપાસ આવેલા તારાઓ અને તારાઓના ઝૂમખાથી ઉદભવતા પ્રકાશને તારાવિશ્વ પ્રભામંડળ કહે છે. તારાવિશ્વ પ્રભામંડળ, 200,000 પ્રકાશ-વર્ષ અંતર સુધી વિસ્તરેલા અજ્ઞાત પદાર્થ(dark matter)માંથી, પણ ઉદભવતું હોવાનું મનાય છે. દીપક ભદ્રશંકર વૈદ્ય
વધુ વાંચો >તારાસમુદાય 1 અને 2
તારાસમુદાય 1 અને 2 : વય અને સ્થાન પ્રમાણે પાડવામાં આવેલા તારાના, બે વિભાગો, તારાઓને તેમનાં વય અન સ્થાન પ્રમાણે જુદા જુદા સમુદાયમાં વહેંચવામાં આવે છે. તારાઓના બે મુખ્ય સમુદાય છે : સમુદાય 1 : આમાં મુખ્યત્વે નવા તારાઓ જે તારાવિશ્વના તળમાં આવેલા છે તેમનો સમાવેશ થાય છે. સમુદાય 2…
વધુ વાંચો >તારાસારણી
તારાસારણી (star catalogue) : તારાઓની માહિતી આપતી સારણી. તારાઓની સંખ્યા ઘણી વધારે હોવાથી તેની સારણી, વર્ગીકરણ, નામકરણ વગેરે બનાવવામાં ઘણી મુશ્કેલી રહે છે. વળી કોઈ પણ એક જ પદ્ધતિમાં કે સારણીમાં બધા તારાઓને સમાવી શકાતા નથી. તારાસારણી મુખ્યત્વે તારાની તેજસ્વિતા પ્રમાણે અને વર્ણપટના આધારે તૈયાર કરવામાં આવે છે. મુખ્ય તારાસારણી…
વધુ વાંચો >તારીખ, તિથિ, દિનાંક
તારીખ, તિથિ, દિનાંક (calendar-day) : પૃથ્વીને પોતાની ધરી પર એક ચક્ર પૂરું કરતાં લાગતો સમય. પૃથ્વી સૂર્ય આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1 વર્ષ કહેવાય. ચંદ્ર પૃથ્વી આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1 માસ કહેવાય. પૃથ્વી પોતાની ધરી આસપાસ એક આંટો ફરી રહે તેટલા સમયને 1…
વધુ વાંચો >તેજમંડળ
તેજમંડળ (halo) : પદાર્થની ફરતે પ્રકાશ વડે રચાતું પ્રદીપ્ત વલય કે તકતી. કોઈક વખત ચંદ્ર કે સૂર્યની ફરતે, ફિક્કા પ્રકાશના વલય રૂપે જોવા મળતી આ એક કુદરતી ઘટના છે. આવું તેજમંડળ સામાન્ય રીતે શિયાળામાં જોવા મળે છે. પૃથ્વીના વાતાવરણમાં રહેલા બરફના સૂક્ષ્મ સ્ફટિકો દ્વારા પ્રકાશનું વક્રીભવન થવાથી આવું વલય કે…
વધુ વાંચો >તેજાવરણ
તેજાવરણ (corona) : સૂર્યનું સૌથી બહારનું વાતાવરણ. તેજાવરણ ગરમ આયનિત વાયુ અથવા પ્લાઝ્માનું બનેલું હોય છે, જેનું તાપમાન લગભગ 2000,000 (વીસ લાખ) કૅલ્વિન હોય છે, જ્યારે ઘનતા અત્યંત ઓછી હોય છે. તેજાવરણનો વિસ્તાર સૂર્યની સપાટી–તેજકવચથી 13 લાખ કિમી. અથવા તેથી પણ વધારે હોય છે. તેજાવરણની કોઈ સ્પષ્ટ સીમાઓ નથી હોતી,…
વધુ વાંચો >ત્રિજ્ય વેગ
ત્રિજ્ય વેગ (radial velocity) : અવલોકનકારની ર્દષ્ટિરેખા (line of sight) ઉપર કોઈ પણ ખગોલીય પદાર્થના વેગનો ઘટક. અવકાશમાં સૂર્યથી તારાના અંતરમાં દર સેક્ધડે જે ફેરફાર થાય છે તેને સૂર્યની સાપેક્ષ તારાનો અરીય વેગ કહેવાય છે. આ વેગને ρ (રૉ) વડે દર્શાવવામાં આવે છે. તારાની નિજી ગતિ(proper motion)માંથી અરીય વેગ સરળતાથી…
વધુ વાંચો >ત્રિવેન્દ્રમ વેધશાળા
ત્રિવેન્દ્રમ વેધશાળા (તિરુવનંતપુરમ્ વેધશાળા) : ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ત્રાવણકોરના રાજા રામ વર્માએ તે સમયે ભારત ખાતેના બ્રિટનના રાજકીય પ્રતિનિધિ રેસિડન્ટ જનરલ સ્ટુઅર્ટ ફ્રેઝરના સૂચનથી 1836માં ત્રિવેન્દ્રમમાં સ્થાપેલી ખગોલીય વેધશાળા. આ વેધશાળા ‘ત્રાવણકોર ઑબ્ઝર્વેટરી’ તરીકે ઓળખાય છે. આ વેધશાળાની ઇમારતનો નકશો તૈયાર કરવાની અને એના બાંધકામની જવાબદારી ચેન્નાઈના એક ઇજનેર કૅપ્ટન…
વધુ વાંચો >