Astrology

સિદ્ધાંતશિરોમણિ

સિદ્ધાંતશિરોમણિ : ભાસ્કરાચાર્યનો જ્યોતિષશાસ્ત્રનો એક પ્રખ્યાત ગ્રંથ. આ ગ્રંથના ‘ગોલાધ્યાય’ના ‘પ્રશ્ર્નાધ્યાય’ શ્લોક 54 અનુસાર તેમનો જન્મ શક 1036માં થયો હતો. તેમણે 1072(શક)માં ‘સિદ્ધાંતશિરોમણિ’ અને શક 1105ના આરંભે ‘કરણકુતૂહલ’ નામે ગ્રંથો રચ્યા હતા. ‘સિદ્ધાંતશિરોમણિ’ના ગ્રહગણિત અને ‘ગોલાધ્યાય’ ઉપર તેમની ટીકા ‘વાસના ભાષ્ય’ નામે છે. તેમાં એક સ્થળે (‘વાતાધિકાર’માં) તે કહે છે…

વધુ વાંચો >

સિદ્ધાંતશેખર

સિદ્ધાંતશેખર : શ્રીપતિનો જ્યોતિષશાસ્ત્રનો એક પ્રમાણિત ગ્રંથ. ભાસ્કરાચાર્યે શ્રીપતિના ‘સિદ્ધાંતશેખર’ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. ‘જ્યોતિષદર્પણ’ (શક 1479) નામના મુહૂર્તગ્રંથ અને ‘સિદ્ધાંત-શિરોમણિ’ની ‘મરીચિ’ નામની ટીકામાં તેમનાં વચનો છે. ‘સિદ્ધાંત-શેખર’ અને ‘ધીકોટિકરણ’ નામના ગ્રંથો શ્રીપતિએ રચેલા છે. ‘રત્નમાલા’ નામે ‘મુહૂર્તગ્રંથ અને ‘જાતકપદ્ધતિ’ નામે જાતકગ્રંથો પણ તેમના નામે છે. તેમનાં ચંદ્ર-સૂર્યગ્રહણનાં પ્રકરણો (19…

વધુ વાંચો >

સ્વપ્નવિદ્યા

સ્વપ્નવિદ્યા : વ્યક્તિની જાગ્રતાવસ્થાની બોધનાત્મક પ્રવૃત્તિઓનું અને અન્ય અનુભવોના બદલાયેલા સ્વરૂપનું નિદ્રાવસ્થામાંથી બહાર આવતાં થતું દર્શન. મુખ્યત્વે નિદ્રાના ઝડપી નેત્રગતિ(rapid eye movement)ના તબક્કામાં ઊપજતી સ્પષ્ટ (vivid) અને મહદંશે દૃશ્ય (visual) અને શ્રાવ્ય (auditory) પ્રતિમાઓ અને એવા અનુભવો જેમાં વ્યક્તિ સંપૂર્ણપણે નિમગ્ન (absorbed) થઈ જાય છે. સ્વપ્ન નિદ્રાવસ્થા દરમિયાન હારમાળામાં આવતાં,…

વધુ વાંચો >

સ્વરોદયશાસ્ત્ર

સ્વરોદયશાસ્ત્ર : સ્વરોદય એટલે સ્વરના ઉદય નિમિત્તનું અર્થઘટન કરતું શાસ્ત્ર. નિમિત્તશાસ્ત્રને અષ્ટાંગ નિમિત્ત કહેવામાં આવે છે. પરિપાટી મુજબ નિમિત્તશાસ્ત્રનાં આઠ અંગ છે – (1) અંગવિદ્યા, (2) સ્વપ્નશાસ્ત્ર, (3) સ્વરશાસ્ત્ર, (4) ભૌમશાસ્ત્ર, (5) વ્યંજન, (6) લક્ષણ, (7) ઉત્પાત અને (8) અંતરિક્ષ. अंगं स्वप्न: स्वरश्चैव भौमे व्यंजनलक्षणे । उत्पातमन्तरिक्षं च निमित्तं स्मृतमष्टधा…

વધુ વાંચો >

હસ્તરેખાશાસ્ત્ર

હસ્તરેખાશાસ્ત્ર હાથની રેખાઓ અને રચનાના આધારે વ્યક્તિ અને તેના ભવિષ્યને જાણવાનું શાસ્ત્ર – સામુદ્રિકશાસ્ત્ર. સૂર્યના પ્રકાશમાં હાથની બારીક રેખાઓ બરાબર નિહાળી શકાય તે હેતુથી દિવસે જ હાથ જોવાની પરંપરા છે. વળી સવારે પ્રફુલ્લિત હોવાથી રેખાઓ વધુ સ્પષ્ટ જોઈ શકાય છે. હાથ જોવા માટે સવારનો સમય વધુ સારો મનાય છે. એક…

વધુ વાંચો >

હસ્તસંજીવન

હસ્તસંજીવન : હસ્તરેખાશાસ્ત્રનો મેઘવિજયગણિકૃત એક પ્રમાણિત ગ્રંથ. આ ગ્રંથમાં રચનાકાળનો કોઈ ઉલ્લેખ નથી, પણ ભાષ્યમાં ગ્રંથકારની લેખનપ્રવૃત્તિ વિક્રમ સંવત 1714થી 1760 દરમિયાન થઈ હોવાથી આ ગ્રંથ લગભગ સંવત 1737ના અરસામાં રચ્યો હશે. ક્યારેક ગ્રંથકાર મેઘવિજયગણિ આને ‘સામુદ્રિક લહરી’ નામે ઓળખાવે છે. વારાણસીના કવિ જીવરામે ‘સામુદ્રિક લહરી ભાષ્ય’ રચ્યું છે. ગ્રંથકારે…

વધુ વાંચો >

હોરા જ્યોતિષ

હોરા, જ્યોતિષ : જુઓ જ્યોતિષશાસ્ત્ર ત્રિસ્કંધ.

વધુ વાંચો >