Architecture
ઇસ્લામી કલા
ઇસ્લામી કલા : ઇસ્લામી પરંપરાની કળા. ઇસ્લામી ર્દશ્યકલાઓ અગાઉની કલાપરંપરા અને નવા ધર્મના સંગમનું ફળ છે. કલા પર ધર્મનો પ્રભાવ જોતાં પ્રથમ બાબત ‘મસ્જિદ’ આવે છે. ઇસ્લામ ધર્મની સ્થાપના અગાઉ પણ અરબી શબ્દ ‘મસ્જિદ’ વપરાતો અને તેનો અર્થ ‘પરમાત્મા સમક્ષ દંડવત્ પ્રણામ કરવાનું સ્થળ’ થાય છે. બંદગી માટે કેવળ જેરૂસલેમ…
વધુ વાંચો >ઈદગાહ
ઈદગાહ : જુઓ મકબરો.
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈંટેરી સ્થાપત્ય
ઈંટેરી સ્થાપત્ય : ઈંટના ઉપયોગથી રચાયેલ સ્થાપત્ય. નદીકિનારાની સંસ્કૃતિઓમાં ઈંટના પ્રચલિત ઉપયોગને લઈને આ પ્રકારનું સ્થાપત્ય વિકસેલ. તે અત્યંત પ્રાચીન પ્રકારનું સ્થાપત્ય છે. નાઇલ, યૂફ્રેટીસ, ટાઇગ્રિસ અને સિંધુ ખીણની સંસ્કૃતિઓનાં પ્રાપ્ય ઉદાહરણો તેની પ્રાચીનતાના પુરાવા છે. કાંપ, તણખલાં અને ઘાસનો બાંધકામમાં ઉપયોગ તો લગભગ નવથી દસ હજાર વર્ષ જૂનો છે.…
વધુ વાંચો >ઉટચલ
ઉટચલ : દેવતાઓને ઝુલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવતો અલગ મંડપ. તે દક્ષિણ ભારત(તામિલનાડુ)માં મંદિરના મહત્વના અંગ તરીકે ધ્યાન ખેંચે છે. તેને ઉન્યલમંડપમ્ પણ કહે છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >ઉડમ્બ્રા
ઉડમ્બ્રા : પ્રવેશદ્વારની રચનામાં નીચલું થર, જેના પર દ્વારશાખાઓનો આધાર હોય છે. આ થરના વિવિધ પ્રકાર છે. તે પૈકી અર્ધચંદ્રાકાર પ્રાકાર મંદિરના ગર્ભગૃહના પ્રવેશમાં હોય છે તે ઉડમ્બ્રા તરીકે પ્રચલિત છે. રહેવાસોનું આયોજન કરતી વખતે પ્રવેશદ્વારમાં કાષ્ઠરચના કરે છે તેમાં આ ઉડમ્બ્રાનું સ્થાન અગત્યનું ગણાય છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >ઉત્તરાંગ
ઉત્તરાંગ : પ્રવેશદ્વારની રચનામાં સ્તંભો પર મૂકવામાં આવતો પટ્ટો, જેમાં ઘણી વખત કુંભ અથવા નવગ્રહ અથવા ગણેશની પ્રતિમા કંડારવામાં આવે છે. દ્વારશાખાઓની રચનાને અનુરૂપ ઉત્તરાંગની રચનાના ભાગો હોય છે. દ્વારશાખા, ઉત્તરાંગ વગેરેની રચનાની ભારતીય મંદિરસ્થાપત્યમાં વૈવિધ્યપૂર્ણ પ્રણાલી રહેલી છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >ઉપપીઠ
ઉપપીઠ : મંદિરોની દીવાલનો નીચલો ભાગ જે પીઠનો એક ભાગ હોય છે. દીવાલોના થરોની રચનામાં તે સમાયેલો હોય છે. દક્ષિણનાં મંદિરોમાં આ પીઠમાં જુદા જુદા થરો હોય છે. તેને ઉબપીઠમ્ કહેવામાં આવે છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >ઉપરકોટનું ગુફાસ્થાપત્ય
ઉપરકોટનું ગુફાસ્થાપત્ય : પ્રાચીન અને મધ્યકાલીન પુરાવશેષો ધરાવતું સ્થળ. જૂનાગઢ રેલવે-સ્ટેશનથી પૂર્વમાં લગભગ પોણો માઈલ દૂર મહમૂદ બેગડાએ જૂનાગઢને ફરતા બંધાવેલા ગઢની પૂર્વની રાંગની લગભગ ઉત્તર બાજુએ ઉપરકોટનો કિલ્લો આવેલો છે. ‘વિવિધ તીર્થકલ્પ’ આ સ્થળનો ‘ઉગ્ગસેણ ગઢ’ અને ‘પ્રબંધકોશ’માં ‘ખંગારદુર્ગ’ તરીકે ઉલ્લેખ થયો છે. એક માન્યતા પ્રમાણે આ કિલ્લો ઉગ્રસેન…
વધુ વાંચો >ઉલૂઘ બેગ મદરેસા
ઉલૂઘ બેગ મદરેસા : મધ્ય એશિયાના સમરકંદમાં તૈમૂરના સમય દરમિયાન 1417થી 1420 વચ્ચે તેના પૌત્ર ઉલૂઘ બેગે બંધાવેલું સ્થાપત્ય. સમરકંદ જૂનામાં જૂના શહેર તરીકે ઈ. પૂ. 6ઠ્ઠી સદીથી જાણીતું હતું. ઈ. પૂ. 329માં તેનો ઍલેક્ઝાન્ડર દ્વારા નાશ થયેલો. 9મી-10મી સદીમાં આરબ વિજેતાઓના સમયમાં તેનો પુન: વિકાસ થયેલો. 1924થી 1930 સુધી…
વધુ વાંચો >