Architecture
રિબ
રિબ : છતના બાંધકામમાં જોવા મળતો નિર્ગમિત (projected) થર. સામાન્ય રીતે તેનો આશય બાંધકામને મજબૂત કરવાનો હોય છે, પરંતુ મોટેભાગે તે સુશોભનાત્મક હોય છે. રોમન સ્થાપત્યમાં ગ્રૉઇન્ડ વૉલ્ટમાં તે વિશેષ જોવા મળે છે. વૉલ્ટમાંના નાના ગવાક્ષોને છૂટા પાડવાનું તે કામ કરે છે. થૉમસ પરમાર
વધુ વાંચો >રિવાઇવલિઝમ
રિવાઇવલિઝમ : પ્રાચીન સ્થાપત્યના પુનરુજ્જીવનની ચળવળ (હિલચાલ). સંસ્કૃતિના પુનરુજ્જીવનનો યુગ (1800–1900). ફ્રાન્સમાં રેનેસાંસ સ્થાપત્યનો છેલ્લો તબક્કો ઓગણીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોની એમ્પાયર શૈલી; અને ઇંગ્લૅન્ડમાં જ્યૉર્જિયન શૈલી, જેમાં ક્યારેક લગભગ 1820–30માં પ્રચલિત હતી તે આનંદદાયક રીજન્સી શૈલીનો હતો. આ તમામ શૈલીઓ સુસંગતપણે પ્રાચીન ગ્રીક અને લૅટિન સ્થાપત્યનું પુનરુજ્જીવન હતું. પરંતુ ત્યારપછીનાં…
વધુ વાંચો >રીજ
રીજ : જુઓ વૉલ્ટ.
વધુ વાંચો >રીમ્ઝ કથીડ્રલ
રીમ્ઝ કથીડ્રલ : ગૉથિક કલા અને સ્થાપત્યનું એક સૌથી ભવ્ય સર્જન. 1211થી 1311 દરમિયાન બંધાયેલ આ કથીડ્રલનું નિર્માણ, ફ્રાન્સના રીમ્ઝ શહેરમાં રાજવીઓના રાજ્યાભિષેકના પરંપરાગત સ્થળે કરવામાં આવ્યું છે. 1210માં આગ લાગ્યા પછી આ કથીડ્રલનું બાંધકામ જ્યાં દ’ ઑરબેઝ નામના સ્થપતિના માર્ગદર્શન હેઠળ 1211માં આરંભાયું. જે જિન લુપે 1231થી 1237 સુધી;…
વધુ વાંચો >રુદ્રકૂપ
રુદ્રકૂપ : તળાવ સ્થાપત્યનું એક અંગ. માનવસર્જિત તળાવોમાં વરસાદનું પાણી લાવવા માટે નીક બનાવવામાં આવતી. આ પાણીમાં ઘન કચરો પુષ્કળ પ્રમાણમાં રહેતો. આવા ઘન કચરાવાળું પાણી તળાવમાં જો સીધું જ ઠલવાય તો તળાવના તળિયે કચરાનો જમાવ થતો. ધીમે ધીમે આ કચરાનો જમાવ વધી જાય તો તળાવનું તળ ઊંચું આવવાથી તેની…
વધુ વાંચો >રુદ્રમાળ
રુદ્રમાળ : ગુજરાતનું સોલંકીકાલીન શૈવ મંદિર. સોલંકી રાજા સિદ્ધરાજે સિદ્ધપુર(જિ. મહેસાણા)માં બંધાવેલ રુદ્રમાળ હાલ અવશેષરૂપે ઊભો છે. મૂળમાં આ મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ અને ત્રણેય દિશાએ શૃંગારચોકીઓનું બનેલું હતું. હાલ ગૂઢમંડપના પશ્ચિમ બાજુના ચાર સ્તંભ અને ઉત્તરની બાજુના ચાર સ્તંભ જળવાઈ રહ્યા છે. અવશેષો જોતાં જણાય છે કે મૂળમાં…
વધુ વાંચો >રૂપમતીની મસ્જિદ
રૂપમતીની મસ્જિદ : અમદાવાદમાં મિરજાપુર પોલીસ ચોકીની બાજુમાં આવેલી ઈ. સ. 1470માં બંધાયેલી મસ્જિદ. સુલતાન મહમૂદશાહ બેગડાના સમયમાં રાણી રૂપમતી(રૂપવંતી)એ બંધાવેલી આ મસ્જિદ સુશોભનની દૃષ્ટિએ પ્રથમ પંક્તિની સુંદર ગણાતી મસ્જિદોમાં મૂકી શકાય એવી છે. અગાશી ઉપરના એના તૂટેલા મિનારા જો હોત તો તેની સંપૂર્ણ સપ્રમાણતા તથા નજાકતનો ખ્યાલ આવી શકત.…
વધુ વાંચો >રૂબિક, એર્નો
રૂબિક, એર્નો (જ. 1944, બુડાપેસ્ટ) : હંગેરીના જાણીતા સ્થપતિ અને વિખ્યાત રૂબિક્સ ક્યૂબના સર્જક. તેમણે બુડાપેસ્ટની ટેક્નિકલ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો અને ત્યાં જ સ્કૂલ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનમાં અધ્યાપનકાર્ય આરંભ્યું. 1974માં તેમને બહુરંગી ‘પઝલ ક્યૂબ’ની કલ્પના ઊગી. આ ક્યૂબમાં બીજા 9 ક્યૂબો હોય અને દરેક ક્યૂબ ચાવી રૂપે કેન્દ્રમાં રહેતું…
વધુ વાંચો >રેખા-દેઉલ
રેખા-દેઉલ : ઓરિસાનાં મંદિરોમાં શિખરની રચના પરત્વે વિશિષ્ટ સ્વરૂપ ધરાવતું ગર્ભગૃહ. ઓરિસામાં મંદિરના ગર્ભગૃહને શ્રી-મંદિર કે દેઉલ કહે છે. એમાં શિખર-રચના પરત્વે રેખા-દેઉલ અને પીડ-દેઉલ એવી બે પદ્ધતિઓ જોવામાં આવે છે. રેખા-દેઉલમાં બાડા, છપ્પર અને આમલક એવાં ત્રણ અંગો હોય છે; જ્યારે પીડ-દેઉલમાં બાડા, પીડ અને ઘંટાકલશ હોય છે. રેખા-દેઉલનો…
વધુ વાંચો >રેનેસાંસ કલા (Renaissance art)
રેનેસાંસ કલા (Renaissance art) (ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય) (આશરે 1300થી 1550) રેનેસાંસ યુગના પશ્ચિમ યુરોપની કલા. ઇટાલિયન શબ્દ ‘રેનેસાંસ’નો અર્થ છે પુનરુત્થાન. રેનેસાંસનું ઉદગમસ્થાન અને મુખ્ય કેન્દ્ર ઇટાલી છે. કલાક્ષેત્રના મૂળ વિચારકો અને કેટલાક ટોચના કલાકારો પણ ઇટાલીમાં પાક્યા છે. ઇટાલિયન દ્વીપકલ્પની રાજકીય એકતાનો અંત રોમન સામ્રાજ્યના અંત સાથે આવી…
વધુ વાંચો >