Architecture

બાયઝૅન્ટાઇન કળા

બાયઝૅન્ટાઇન કળા (સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર) : ઈ. સ. 390માં મહાન રોમન સામ્રાજ્ય પૂર્વ અને પશ્ચિમ – એવા બે વિભાગમાં વિભાજિત થયા પછી બાયઝૅન્ટાઇન તરીકે ઓળખાતા વિસ્તારમાં પાંગરેલી સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રની કળા. પશ્ચિમ વિસ્તારમાં બર્બર જાતિઓનાં આક્રમણો થતાં રહ્યાં, તો પૂર્વ વિસ્તાર ખ્રિસ્તી કળાનું કેન્દ્ર બન્યો. ત્યાં પંદરમી સદી…

વધુ વાંચો >

બારાઝાંજી

બારાઝાંજી : ઓરિસાનાં મંદિરોમાં ગર્ભગૃહના પ્રવેશદ્વાર પરની કોતરણી. ઓરિસાનાં મંદિરોમાં જુદા જુદા ભાગોની રચના એક વિશાળ પીઠ પર કરવામાં આવે છે અને દરેક ભાગના પ્રવેશદ્વારની રચનામાં આગવી કારીગરી દર્શાવાય છે. પ્રવેશદ્વારની રચનાનું પ્રમાણ પણ મંદિરના જે તે ભાગને – મુખ્યત્વે ગર્ભગૃહને અનુરૂપ હોય છે; આથી તેનું ઊર્ધ્વદર્શન અત્યંત ભવ્યતાપૂર્વક રીતે…

વધુ વાંચો >

બારાદરી

બારાદરી : મુસાફરો માટે રહેણાક અંગે બાંધવામાં આવતી ઇમારત. ખાસ કરીને શહેરો-નગરોની બહાર, આવતા-જતા કે પસાર થતા મુસાફરો માટે રહેવાની–રાતવાસો કરવાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવતી. બારાદરીની ઇમારતો ખાસ કરીને વિશાળ પ્રાંગણની આસપાસ હારબંધ ઓરડા તથા ઓસરીની રચના કરીને બાંધવામાં આવતી; જેથી સંખ્યાબંધ મુસાફરો તેમના કાફલા સાથે વાસ કરી શકે. આવી…

વધુ વાંચો >

બારાન્દી 

બારાન્દી  : જુઓ બાડા

વધુ વાંચો >

બાર્બિકન

બાર્બિકન : કિલ્લાઓના દરવાજાને આવરી લઈને કરાતી વિશિષ્ટ ઇમારતી રચના. તેના દ્વારા કિલ્લાઓના પ્રવેશ આંટીઘૂંટીવાળા બની જતા. તેથી આગંતુક જૂથ સહેલાઈથી કિલ્લાની અંદર પ્રવેશી ન શકે. આ જાતની રચના ખાસ કરીને સલામતીની ર્દષ્ટિએ કિલ્લાઓમાંના પ્રવેશને સામાન્ય ન બનાવવા માટે કરાતી. આવી રચનાને horn work પણ કહેવામાં આવે છે. આ જાતની…

વધુ વાંચો >

બાર્સિલોના પેવિલિયન – બાર્સિલોના – સ્પેન

બાર્સિલોના પેવિલિયન – બાર્સિલોના – સ્પેન  : 20મી સદીના આધુનિક સ્થાપત્યની એક ઉલ્લેખનીય રચના. સ્પેનના બાર્સિલોનામાં આવેલું ‘બાર્સિલોના પેવિલિયન’. જે ન્યૂનતમવાદ, ઇજનેરી સૌંદર્ય, ભાવનાત્મક અનુભૂતિ અને સ્થાનની પ્રવાહીતતાની વાત સચોટતાથી વ્યક્ત કરે છે. સ્થાપત્યમાં ‘લેસ ઇઝ મોર’ના સિદ્ધાંતની અહીં સ્પષ્ટ અભિવ્યક્તિ છે. આધુનિક સ્થાપત્યના ઇતિહાસના સીમાચિહ્ન સમાન આ પેવિલિયન સ્થાપત્ય ઉપરાંત…

વધુ વાંચો >

બાલુસ્ટર

બાલુસ્ટર : વેદિકા-સ્તંભ અથવા કઠેડાની થાંભલીઓ. આમાં સરખા માપની થાંભલીઓની હરોળ એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેનાથી કઠેડા કે શીર્ષિકા(coping)ને આધાર મળી રહે છે. સીડીનાં પગથિયાંના એક કે બે છેડે, મોટી બારીઓમાં, અગાશી કે ઝરૂખાના અગ્રભાગમાં કરવામાં આવતા કઠેડાઓમાં બાલુસ્ટરનો પ્રયોગ થતો જોવામાં આવે છે. પિત્તળ કે લોખંડ જેવી…

વધુ વાંચો >

બાવકાનું મંદિર

બાવકાનું મંદિર : દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના બાવકા ગામમાં આવેલું બારમી સદીનું સોલંકીકાલીન પ્રાચીન શિવમંદિર. આ મંદિર નાગરશૈલીનું છે. તે ગર્ભગૃહ અને સભામંડપ ધરાવતું મૂળ લંબચોરસ આકારનું મંદિર હતું. તેમાં 0.61 મીટર વ્યાસનું લિંગ છે, જેનો ઉપરનો ભાગ ખંડિત છે. આ મંદિરનું ગર્ભગૃહ અને શિખર તથા સભામંડપની પશ્ચિમ તરફની દીવાલ…

વધુ વાંચો >

બાંધણ

બાંધણ : દીવાલની રચનામાં પાટલીની જેમ ગોઠવાયેલ પથ્થરોનો થર. આ થર દીવાલોની રચનામાં અમુક ઊંચાઈએ નિયમિતપણે કરવામાં આવે છે, જેથી દીવાલની તાકાત જળવાઈ રહે. આ બાંધણને કંડારીને કલાત્મક રીતે કોતરવામાં આવે છે. જુદી જુદી ભાતની કોતરણી કરી તેની રચનાથી દીવાલની સુંદરતામાં વધારો કરવાના હેતુથી ઓરિસાનાં મંદિરોમાં આ જાતની શૈલી ઘણી…

વધુ વાંચો >

બિદર

બિદર : કર્ણાટક રાજ્યના છેક ઈશાન કોણમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 35´થી 18° 25´ ઉ. અ. અને 76° 42´થી 77° 39´ પૂ. રે. વચ્ચેનો 5,448 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તાર અને વસ્તીના સંદર્ભમાં રાજ્યના નાના ગણાતા જિલ્લાઓ પૈકીનો તે…

વધુ વાંચો >