Allopathy
લેઝર ચિકિત્સા (Laser Therapy)
લેઝર ચિકિત્સા (Laser Therapy) : પ્રકાશઊર્જાનો વિશિષ્ટ સ્વરૂપે સારવારમાં ઉપયોગ. ભૌતિકશાસ્ત્રમાં લેઝર એક પ્રકાશને સંબંધે બનતી પ્રકાશવિવર્ધન(amplification of light)ની ક્રિયા છે; જેને ટૂંકમાં અગ્રાક્ષરી નામ (acronym) રૂપે દર્શાવાય છે. આ અગ્રાક્ષર નામનું પૂરું સ્વરૂપ છે : Light Amplification by the Stimulated Emission of Radiation, એટલે કે ‘‘વિકિરણનના ઉત્તેજિત (ઉદ્દીપિત) ઉત્સર્જન…
વધુ વાંચો >લેડરબર્ગ, જોશુઆ (Lederberg, Joshua)
લેડરબર્ગ, જોશુઆ (Lederberg, Joshua) (જ. 23 મે 1925, મૉન્ટક્લેર, ન્યૂજર્સી, યુ.એસ. : અ. 2 ફેબ્રુઆરી 2008, ન્યૂયોર્ક સીટી) : જોર્જ્ય વેલ્સ બિડલ અને એડ્વર્ડ લૉરી ટેટમ સાથેના સન 1958ના નોબેલ પારિતોષિકના અર્ધાભાગના વિજેતા. તેમને જીવાણુઓ(bacteria)માં જનીનીય દ્રવ્યની ગોઠવણી અને વ્યવસ્થા તથા જનીનીય પુન:સંયોજન (recombination) અંગેની શોધ અંગે આ સન્માન 33…
વધુ વાંચો >લૅન્ડસ્ટેઇનર, કાર્લ (Landsteiner, Karl)
લૅન્ડસ્ટેઇનર, કાર્લ (Landsteiner, Karl) (જ. 14 જૂન 1868, વિયેના; અ. 24 જૂન 1943, ન્યૂયૉર્ક) : સન 1930ના નોબેલ પારિતોષિક-વિજેતા. તબીબી અને દેહધર્મવિદ્યાના ક્ષેત્રે તેમણે કરેલા સંશોધનને કારણે તેમને આ સન્માન મળ્યું હતું. તેમણે તે સન્માનને લાયક સંશોધન રૂપે લોહીનાં જૂથો અંગેની પ્રતિરક્ષા સંબંધિત જ્ઞાનનો વિકાસ કર્યો હતો. તેમના પિતા જાણીતા…
વધુ વાંચો >લેવરાન ચાર્લ્સ લુઈ આલ્ફોન્સ
લેવરાન, ચાર્લ્સ લુઈ આલ્ફોન્સ (જ. 18 જૂન 1845, પૅરિસ; અ. 18 મે 1922) : સન 1907ના તબીબીવિદ્યાના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને આ સન્માન પ્રજીવો (protozoa) દ્વારા થતા રોગો વિશેના સંશોધનના કારણે પ્રાપ્ત થયું હતું. તેમના પિતા અને પ્રપિતા (દાદા) ડૉક્ટર હતા, જ્યારે તેમની માતામહ અને પ્રમાતામહ લશ્કરમાં અધિકારીઓ હતા. બાળપણમાં…
વધુ વાંચો >લૅંગરહાન્સ કોષદ્વીપો (islets of Langerhans)
લૅંગરહાન્સ કોષદ્વીપો (islets of Langerhans) : સ્વાદુપિંડ (pancreas) નામના પેટમાં આવેલા અવયવમાં ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન નામના અંત:સ્રાવો (hormones) ઉત્પન્ન કરતા કોષોના સમૂહો. તેમને સ્વાદુપિંડીય કોષદ્વીપો (pancreatic islets) પણ કહે છે. તેમને સન 1869માં પૉલ લૅંગરહાન્સ (1847-1888) નામના જર્મન રુગ્ણવિદ્યાવિદે (pathologist) શોધી કાઢ્યા હતા. તે કોષસમૂહો આખા સ્વાદુપિંડમાં ફેલાયેલા હોય છે,…
વધુ વાંચો >લૉટર્બર, પૉલ સી. (Lauterbur, Paul C.)
લૉટર્બર, પૉલ સી. (Lauterbur, Paul C.) (જ. 6 મે 1929, સિડની, ઓહાયો, યુ.એસ.) : સન 2003ના તબીબી અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પારિતોષિકના સર પિટર મૅન્સફિલ્ડના સહવિજેતા. તેમને ચુંબકીય અનુનાદીય ચિત્રણ(magnetic resonance imaging, MRI)ની નિદાનલક્ષી ચિત્રણપ્રણાલી શોધવા માટે આ સન્માન મળ્યું હતું. સન 1951માં તેમણે રસાયણશાસ્ત્રના વિષય સાથે ક્લિવલૅન્ડની કેસ ઇન્સ્ટિટ્યૂટ…
વધુ વાંચો >લોહ (iron)
લોહ (iron) : હીમોગ્લોબિન તથા અન્ય કોષોના શ્વસન સાથે સંકળાયેલ રંજકદ્રવ્યો(pigment)માંનો મહત્વનો ધાતુઘટક. શરીરના બધા જ કોષોને ઑક્સિજનની જરૂર પડે છે અને તેથી શરીરના બધા જ કોષોની સુખાકારી માટે લોહ એક મહત્વનું ધાતુતત્વ છે. જોકે શારીરિક વિકાસના જુદા જુદા તબક્કે જુદી જુદી પેશીને તેની જરૂર અલગ અલગ માત્રામાં પડે છે.…
વધુ વાંચો >લોહસંગ્રહ વિકારો (Iron Storage Disorders)
લોહસંગ્રહ વિકારો (Iron Storage Disorders) : શરીરમાં લોહતત્ત્વના ભરાવાથી થતા વિકારો. તેને લોહસંગ્રહિતા પણ કહેવાય. તેમાં 2 પ્રકારની વિષમ પરિસ્થિતિઓ (વિકારો) જોવા મળે છે : અતિલોહરક્તકતા (haemosiderosis) અને અતિલોહવર્ણકતા (haemochromatosis). પેશીમાં લોહતત્ત્વના ભરાવાને અતિલોહરક્તકતા (haemosiderosis) અથવા અતિલોહતા (siderosis) કહે છે, કેમકે તેમાં લોહતત્ત્વ લોહરક્તક (haemosiderin) નામના વર્ણકદ્રવ્ય (pigment) રૂપે જમા…
વધુ વાંચો >લોહીનું દબાણ (blood pressure)
લોહીનું દબાણ (blood pressure) નસની દીવાલના એકમ વિસ્તાર પર લોહી દ્વારા અપાતું બળ. તેને લોહીનો નસની દીવાલ પર થતો પાર્શ્વપ્રદમ (lateral pressure) પણ કહે છે. જ્યારે લોહીનું દબાણ 120 મિમી. પારો છે એવું કહેવામાં આવે ત્યારે તે સૂચવે છે કે તે ધમનીની દીવાલના એકમ વિસ્તાર પર લોહી એટલું દબાણ કરે…
વધુ વાંચો >