Allopathy

લિંગનિર્ણયન (determination of sex)

લિંગનિર્ણયન (determination of sex) : બાળક, વ્યક્તિ કે મૃતદેહની જાતીયતા (sex) નક્કી કરવી તે. જન્મ સમયે બાળકના શરીર પર વિકસેલાં બાહ્ય જનનાંગો પરથી તેની જાતીયતા અથવા લિંગ નક્કી કરાય છે. ગર્ભશિશુના લિંગ-પરીક્ષણ માટે ધ્વનિચિત્રણ (sonography) કે પરિગર્ભપેશી(chorion)નું જીવપેશીપરીક્ષણ (biopsy) કરવાનું કાયદાથી નિષેધ કરવામાં આવેલું છે. તે નૈદાનિક પદ્ધતિઓના દુરુપયોગ લીધે…

વધુ વાંચો >

લિંગવિભેદન (sex differentiation)

લિંગવિભેદન (sex differentiation) : તટસ્થ (neutral) ભ્રૂણીય રચનાઓમાંથી નર અને માદા પ્રજનનાંગોની વિકાસની પ્રક્રિયા. કોઈ પણ જાતિ(sex)નો સામાન્ય માનવ-ભ્રૂણ જનીનિક અને અંતસ્રાવી અસર હેઠળ નર કે માદા પ્રજનનાંગોનો વિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે. આરંભમાં ‘Y’ રંગસૂત્ર ઉપર રહેલા જનીનિક સંકેતો દ્વારા અને પછીથી શુક્રપિંડોમાં ઉદભવતા નર અંત:સ્રાવો નર પ્રજનનતંત્રના વિકાસ…

વધુ વાંચો >

લિંગસંકલિત વારસો

લિંગસંકલિત વારસો : સજીવની અનુગામી પેઢીઓમાં લિંગી રંગસૂત્રો સાથે સંકળાયેલાં જનીનો દ્વારા થતું લિંગસંકલિત લક્ષણોનું સંચારણ. લિંગનિશ્ચયનની XY રંગસૂત્રીય પદ્ધતિમાં વિષમરૂપી (heteromorphic) લિંગી રંગસૂત્રો પર રહેલાં જનીનોની આનુવંશિકતાની ભાત સમરૂપી (homomorphic) દૈહિક રંગસૂત્રો પર રહેલાં જનીનોની આનુવંશિકતાની ભાત કરતાં જુદી હોય છે. કારણ કે લિંગી રંગસૂત્રોનાં વૈકલ્પિક જનીનો(alleles)નો વારસો સંતતિની…

વધુ વાંચો >

લીનન, ફિયોદોર (Lynen Feodor)

લીનન, ફિયોદોર (Lynen Feodor) (જ. 6 એપ્રિલ 1911, મ્યુનિચ, જર્મની; અ. 1979) : સન 1964ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યાના નોબેલ પારિતોષિક માટેના રોનાર્ડ બ્લોક(Konard Bloch)ના સહવિજેતા. તેમને કોલેસ્ટિરોલ તથા મેદામ્લો(fatty acid)ના ચયાપચયની ક્રિયાપ્રવિધિ સંબંધિત શોધ કરવા માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમના પિતા યાંત્રિક ઇજનેરી વિદ્યામાં પ્રાધ્યાપક હતા. તેમણે મ્યુનિચમાંથી…

વધુ વાંચો >

લીપોપ્રોટીનો

લીપોપ્રોટીનો : લોહીમાંની ચરબીના અણુઓનું એપોપ્રોટીન સાથે વહન કરતા ગોલબંધકો (globular packages). લોહીમાં ચરબીના મુખ્ય 2 પ્રકારના અણુઓનું આ રીતે વહન થાય છે – કોલેસ્ટિરોલ અને ટ્રાઇગ્લિસેરાઇડ. કોલેસ્ટિરોલ એક અનિવાર્ય રસાયણ છે, જે કોષોના પટલો(કલાઓ, membranes)ની રચનામાં, સ્ટિરોઇડ અંત:સ્રાવોના ઉત્પાદનમાં તથા પિતામ્લો(bite acids)ની બનાવટમાં ઉપયોગી છે. ખોરાકમાંની ઊર્જાને કોષો સુધી…

વધુ વાંચો >

લુઈ, એડ્વર્ડ બી.

લુઈ, એડ્વર્ડ બી. (જ. 1918) : સન 1995ના ક્રિસ્ટિઆન ન્યુસ્લેન વોલ્હાર્ડ અને એરિક વાઇશોસ સાથેના તબીબી અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમને આ સન્માન પ્રાગર્ભ અથવા ભ્રૂણ(embryo)ના પ્રારંભિક વિકાસ અંગેના જનીની નિયંત્રણ અંગેના સંશોધન માટે પ્રાપ્ત થયું હતું. સન 1939માં તેમણે મિનેસોટા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ઉપાધિ મેળવી અને 1942માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ…

વધુ વાંચો >

લૂઈ, ઑટો (Loewi, Otto)

લૂઈ, ઑટો (Loewi, Otto) (જ. 3 જૂન 1873, ફ્રૅન્કફર્ટ-ઑન ધ- મેઇન, જર્મની; અ. 25 ડિસેમ્બર 1961) : સન 1936ના સર હેન્રી હૉલેટ ડેલ સાથેના નોબેલ પારિતોષિકવિજેતા. તેમને ચેતાઆવેગોના રાસાયણિક પારવહન (chemical transmission) અંગેના સંશોધન માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમના પિતા એક વેપારી હતા. સ્થાનિક પ્રાથમિક ગ્રામર સ્કૂલમાં ભણીને…

વધુ વાંચો >

લૂર્યા, સાલ્વેડોર

લૂર્યા, સાલ્વેડોર (જ. 13 ઑગસ્ટ 1912, ટોરિનો, ઇટાલી; અ. 1991) : સન 1969ના મૅક્સ ડેલ્બ્રુક અને ઇફેડ હર્શે સાથેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. તેમને વિષાણુઓના પુનરુત્તારણ(replication)ની ક્રિયાપ્રવિધિ તથા જનીની બંધારણ અંગેની શોધ અંગે આ સન્માન પ્રાપ્ત થયું છે. સન 1929માં તેમણે તબીબી શિક્ષણ મેળવવાની ક્રિયા ટોરિનો યુનિવર્સિટીમાં શરૂ કરી અને સન…

વધુ વાંચો >

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…

વધુ વાંચો >

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…

વધુ વાંચો >