Allopathy

રોગપ્રતિકારશક્તિ

રોગપ્રતિકારશક્તિ : જુઓ પ્રતિરક્ષા.

વધુ વાંચો >

રોગ, વિકાર અને ચિકિત્સા

રોગ, વિકાર અને ચિકિત્સા : શારીરિક અને/અથવા માનસિક સ્વાસ્થ્યનો ભંગ અને તેની સારવાર. શારીરિક કે માનસિક ક્રિયામાં ઉદભવતી વિષમતાને પણ રોગ કહે છે. વિવિધ શબ્દકોશોએ ‘રોગ’ શબ્દની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ‘રોગ’ની વ્યાખ્યા કરી નથી. રોગનું લક્ષણપટ વિશાળ છે, તેમાં લક્ષણરહિત (asymptomatic) અથવા ઉપનૈદાનિક (subclinical) માંદગીથી…

વધુ વાંચો >

રોગસ્થાનાંતરતા, કૅન્સરગત (cancer metastasis)

રોગસ્થાનાંતરતા, કૅન્સરગત (cancer metastasis) : એક સ્થાનમાં ઉદભવેલા કૅન્સરના કોષો સ્થાનાંતર કરીને અન્યત્ર પ્રસ્થાપિત થાય તથા ત્યાં ગાંઠ સર્જે તેવી સ્થિતિ. કૅન્સરના રોગવાળા કોષો અમર્યાદ સંખ્યાવૃદ્ધિ કરે છે. આસપાસની પેશીમાં તથા લોહી અને લસિકા(lymph)ની નસોમાં આક્રમણ (invasion) કરે છે અને તેમના દ્વારા શરીરમાં અન્યત્ર ફેલાઈને બીજા અવયવોને અસરગ્રસ્ત કરે છે.…

વધુ વાંચો >

રોગાણુનાશી

રોગાણુનાશી : જુઓ ચેપ અને ચેપી રોગો.

વધુ વાંચો >

રોગો, બાળકોના

રોગો, બાળકોના : શિશુઓ (infants), બાળકો અને તરુણો(adolescent)ના રોગો. તેને બાળરોગવિદ્યા(paediatrics) અંતર્ગત આવરી લેવામાં આવે છે. બાળરોગવિદ્યામાં શિશુઓ, બાળકો અને તરુણોની તબીબી સમસ્યાઓ અને તેના ઉકેલનો અભ્યાસ થાય છે. જુદા જુદા દેશોમાં જન્મસમયથી 14થી 18 વર્ષની વય સુધીના ગાળાનો તેમાં સમાવિષ્ટ કરાય છે. તેના નિષ્ણાતને બાળરોગવિદ (paediatrician) કહે છે. પુખ્ત…

વધુ વાંચો >

રોબિન વૉરેન

રોબિન વૉરેન (જ. 11 જૂન 1937, એડિલેડ, દક્ષિણ ઑસ્ટ્રેલિયા) : 2005ના નોબેલ પુરસ્કારના સહવિજેતા ઑસ્ટ્રેલિયન સંશોધક. 1961માં યુનિવર્સિટી ઑવ્ એડિલેડમાંથી સ્નાતક પદવી પ્રાપ્ત કરી અને કેટલીક ઇસ્પિતાલોમાં કાર્ય કર્યા પછી 1968માં રૉયલ પર્થ હૉસ્પિટલમાં રોગવિજ્ઞાની તરીકે જોડાયા; જ્યાં 1999 સુધી સેવા આપી નિવૃત્ત થયા. 1979માં એક દર્દીના જઠરની પેશીનું જૈવપરીક્ષણ…

વધુ વાંચો >

રૉબિન્સ, ફ્રેડ્રિક ચૅપમૅન

રૉબિન્સ, ફ્રેડ્રિક ચૅપમૅન (જ. 25 ઑગસ્ટ 1916, ઑવર્ન ઍલબામા, યુ.એસ.) : આ અમેરિકી તબીબ વૈજ્ઞાનિકે સન 1954માં જૉન ફ્રૅન્કલિન ઍન્ડર્સ તથા ટૉમસ હકલ વેલર સાથે તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. તેમણે બાળલકવો કરતા ધૂલિવર્ણમજ્જાશોથી વિષાણુ-(poliomyelitis virus)ને વિવિધ પેશીઓ પર ઉછેરવાની પદ્ધતિ વિકસાવી હતી. પેશીઓમાં થતા…

વધુ વાંચો >

રૉસ, રૉનાલ્ડ (સર)

રૉસ, રૉનાલ્ડ (સર) (જ. 1857, આલ્મોડા, ભારત; અ. 1932, પટની, લંડન) : પ્રખર બ્રિટિશ આયુર્વિજ્ઞાની. ‘એનૉફિલીઝ’ મચ્છર કરડવાથી મલેરિયાનાં જંતુઓ માનવીના શરીરમાં પ્રવેશે છે તેની સૌપ્રથમ માહિતી આપનાર તેઓ હતા. મલેરિયા પરના તેમના સંશોધન માટે તેમને ઈ. સ. 1902માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રૉનાલ્ડ રૉસ લંડનની આયુર્વિજ્ઞાન કૉલેજમાંથી…

વધુ વાંચો >

લકવો (paralysis)

લકવો (paralysis) : સ્નાયુઓનું નિયંત્રણ કરતા ચેતાતંત્રના કાર્યમાં વિકાર કે વિક્ષેપ ઉત્પન્ન થાય ત્યારે ઉદભવતી સ્નાયુઓની નબળાઈ.  તેમાં સ્નાયૂર્જા(muscle power)માં ઘટાડો થાય છે. તેને ઘાત પણ કહે છે. શરીરનાં અંગો-ઉપાંગોનું હલનચલન તેમાં રહેલા સ્નાયુઓના સંકોચન અને શિથિલન વડે થતું હોય છે. આ ક્રિયાઓ પર ચેતાતંત્રનું નિયંત્રણ હોય છે. ચેતાતંત્રનો જે…

વધુ વાંચો >

લકવો, અલ્પકાલી અરુધિરી (transient ischaemic attacks, TIA)

લકવો, અલ્પકાલી અરુધિરી (transient ischaemic attacks, TIA) : 24 કલાકમાં લોહીના પરિભ્રમણમાં ઉદભવતા અટકાવને કારણે મગજના કોઈ ભાગમાં થતો શરીરના કોઈક ભાગનો લકવો. તેને અલ્પઘાત (TIA) પણ કહે છે. સામાન્ય રીતે 1થી 2 કલાક જ તે રહે છે. જેમને મસ્તિષ્કઘાત(stroke)નો હુમલો થયો હોય તેવા દર્દીઓના 30 % દર્દીઓમાં અગાઉ અલ્પકાલી…

વધુ વાંચો >