Allopathy

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય (drug and toxin induced liver disease) : દવાઓ તથા રસાયણોની યકૃત પર થતી ઝેરી અસર. રોજ નવી દવાઓ બને છે, નવાં નવાં રસાયણોના સંસર્ગમાં અવાય છે. કુદરતી (નૈસર્ગિક) કે દ્રુમજન્ય (herbal) ઔષધોનો ઉપયોગ કરાય છે. આ બધાંમાંથી ઘણાં યકૃતમાં વિષતા સર્જે છે. તેને ઘણી વખત વિષાણુજ…

વધુ વાંચો >

યકૃતવિપાક (hepatic abscess)

યકૃતવિપાક (hepatic abscess) : યકૃતમાં ગૂમડું થવું તે. તેને યકૃતીય સપૂય ગડ પણ કહે છે. યકૃતમાં થતાં ગૂમડાં અમીબા તથા જીવાણુઓ (bacteria) દ્વારા લાગતા ચેપથી થાય છે. જીવાણુથી લાગતા ચેપમાં પરુવાળાં ગૂમડાં થાય છે માટે તેને પૂયકારી સપૂય ગડ (pyogenic abscess) પણ કહે છે. (1) અમીબાજન્ય યકૃતવિપાક ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય…

વધુ વાંચો >

યકૃતવૃદ્ધિ (hepatomegaly)

યકૃતવૃદ્ધિ (hepatomegaly) : યકૃત(liver)નું મોટું થવું તે. નવજાત શિશુના કુલ વજનના 1/18 થી 1/24 મા ભાગ જેટલા વજનનું યકૃત હોય છે જે ઘટીને 1/16મા ભાગ જેટલું થાય છે. આમ નાના બાળકમાં તેના શરીરના કદની સરખામણીમાં યકૃત મોટું હોય છે. સામાન્ય રીતે પેટના સ્નાયુઓને શિથિલ કરીને હળવે હળવે શ્વાસ લેતી અને…

વધુ વાંચો >

યકૃતશોથ, દીર્ઘકાલી (chronic hepatitis)

યકૃતશોથ, દીર્ઘકાલી (chronic hepatitis) : યકૃતમાં 3થી 6 મહિનાથી વધુ સમય માટે ચાલુ રહેતી શોથની પ્રતિક્રિયા. યકૃતનો દીર્ઘકાલીશોથી થયો હોય ત્યારે લોહીમાં ટ્રાન્સએમિનેઝ ઉત્સેચકો વધુ રહે છે. જો યકૃતનો ટુકડો પેશીપરીક્ષણ (biopsy) માટે બહાર કાઢીને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે તો તે દીર્ઘકાલી યકૃતશોથ સૂચવતી પેશીવિકૃતિઓ જોવા મળે છે. યકૃતશોથ બી,…

વધુ વાંચો >

યકૃતશોથ, મદ્યપાનજન્ય (alcoholic hepatitis) :

યકૃતશોથ, મદ્યપાનજન્ય (alcoholic hepatitis) : દારૂને કારણે યકૃત(liver)માં ઉદભવતા ઉગ્ર તથા દીર્ઘકાલી શોથ (inflammation) અને કોષનાશ(necrosis)ની પ્રતિક્રિયા. ચેપ, ભૌતિક અથવા રાસાયણિક ઈજા પછી શરીરમાં પ્રતિભાવરૂપે જે પ્રતિક્રિયા ઉદભવે છે, તેને શોથ (inflammation) કહે છે. તે સમયે તે સ્થળે લોહીનું પરિભ્રમણ અને લોહીના કોષોનો ભરાવો થાય છે. તેથી ત્યાં સોજો આવે…

વધુ વાંચો >

યકૃતશોથ, વિષાણુજ (hepatitis, viral)

યકૃતશોથ, વિષાણુજ (hepatitis, viral) યકૃત (liver) પર આવતા પીડાકારક સોજાનો રોગ. તે મોટાભાગે ચેપી રોગ હોય છે અને તેમાં કમળો થતો હોય છે. તેને કારણે તેને ‘ચેપી કમળો’ પણ કહે છે. ચેપ, ઝેરી દ્રવ્ય કે ઈજાને કારણે ઉદભવતા પ્રતિભાવરૂપ પીડાકારક સોજાના વિકારને શોથ (inflammation) કહે છે. યકૃતમાં થતા આવા વિકારને…

વધુ વાંચો >

યાકૂબ, મૅગ્દી હબીબ, સર

યાકૂબ, મૅગ્દી હબીબ, સર (જ. 1935, કેરો) : હૃદયને લગતી શસ્ત્રક્રિયાના નામી સર્જ્યન. તેમણે કેરો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને શિકાગો ખાતે અધ્યાપન કર્યું. ત્યારબાદ બ્રિટન ગયા અને ત્યાં 1969થી હેરફિલ્ડ હૉસ્પિટલ ખાતે હૃદય-વક્ષ:સ્થળ(cardio-thoracic)ના સલાહકાર સર્જન નિમાયા. વળી 1992થી તેમણે તબીબી સંશોધન તથા શિક્ષણ વિભાગના નિયામક તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો. 1986માં…

વધુ વાંચો >

યુગ્મ પાગલતા

યુગ્મ પાગલતા : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા.

વધુ વાંચો >

યુરિમિયા

યુરિમિયા : જુઓ મૂત્રપિંડ નિષ્ફળતા દીર્ઘકાલી

વધુ વાંચો >

યુરિયા રુધિર સપાટી

યુરિયા રુધિર સપાટી : જુઓ મૂત્રપિંડ નિષ્ફળતા દીર્ધકાલી

વધુ વાંચો >