હોસંગ ફરામરોજ મોગલ
રસાયણ અનુચલન (chemo-taxis)
રસાયણ અનુચલન (chemo-taxis) : વિશિષ્ટ પ્રકારના પદાર્થોની રાસાયણિક ઉત્તેજના હેઠળ જીવાણુઓ કે રક્તકણોની ગતિ અથવા અનુચલન (taxis). આમ કેટલાક જીવાણુઓની ગતિ જ્યાં પેપ્ટોન અને લૅક્ટોઝ જેવા ખાદ્ય પદાર્થોની સાંદ્રતા વધુ હોય તેવા તેમને ગમતા (આકર્ષક) પદાર્થ તરફની હોય છે. આને વિધેયાત્મક (હકારાત્મક) રાસાયણિક અનુચલન (positive chemo-taxis) કહે છે. જો કોઈ…
વધુ વાંચો >રંગબંધકો (mordants)
રંગબંધકો (mordants) : સૂક્ષ્મજીવોના વિવિધ ભાગોની અભિરંજન- પ્રક્રિયામાં રંગદ્રવ્યોનું ગ્રહણ સારી રીતે થઈ શકે તે માટે વપરાતાં રસાયણો. દાખલા તરીકે સૂક્ષ્મજીવોમાં આવેલાં કશા (flagella) જેવાં અંગો ખૂબ જ પાતળાં હોવાથી તેઓ સૂક્ષ્મદર્શકો વડે પણ જોઈ શકાતાં નથી; તેથી કશાઓના વ્યાસ વધારવામાં તેના પર સૌપ્રથમ રંગબંધકો વડે પ્રક્રિયા કરવામાં આવે છે.…
વધુ વાંચો >રંજકદ્રવ્યો (pigments) (સૂક્ષ્મજીવવિજ્ઞાન)
રંજકદ્રવ્યો (pigments) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : વિવિધ જાતના સૂક્ષ્મજીવોના કોષરસના ભાગ રૂપે દેહધર્મ-પ્રક્રિયા દરમિયાન નિર્માણ થતાં રંજકદ્રવ્યો. આમ તો રંજકદ્રવ્યો બધાં સજીવોમાં એક યા બીજા સ્વરૂપે આવેલાં હોય છે. કોષના બંધારણ રૂપે આવેલાં રંજકદ્રવ્યોનો ખ્યાલ પરાવર્તન (reflection) અને પ્રકીર્ણન (scattering) જેવી પ્રક્રિયાઓને અધીન અભિવ્યક્ત થતો હોય છે. લીલ-શેવાળ (green alga), પ્રકાશ-સંશ્લેષક જીવાણુઓ…
વધુ વાંચો >રિકેટ્સિયા
રિકેટ્સિયા : વિશિષ્ટ પ્રકારના જીવાણુ (bacteria) તરીકે જેમનું વર્ણન કરી શકાય તેવા પરોપજીવી સૂક્ષ્મજીવો. કદમાં તેઓ જીવાણુ કરતાં નાના હોય છે અને માત્ર યજમાન(host)ના જીવંત કોષોની અંદર પ્રજોત્પાદન કરી શકતા હોય છે. મોટાભાગના રિકેટ્સિયા પ્રજાતિના સૂક્ષ્મજીવો ઇતરડી (mite), રિકેટ્સિયા-પૉક્સ રોગ પેદા કરનાર રિકેટ્સિયા એકારી સૂક્ષ્મજીવ જૂ (lice), ઉંદર જેવાં યજમાનોના…
વધુ વાંચો >હ્યુમસ
હ્યુમસ : વનસ્પતિ અને પ્રાણીજન્ય પદાર્થોનું સૂક્ષ્મજીવાણુઓ દ્વારા વિઘટન થતાં તૈયાર થયેલું નિર્જીવ પણ સેન્દ્રિય પોષક પદાર્થોથી ભરપૂર જમીનના સ્તરો પૈકીનું ઉપરનું એક ઘટક. હ્યુમસ માટે ‘ખાદમાટી’ અગર ‘મૃદુર્વરક’ જેવા શબ્દપ્રયોગો પણ વપરાશમાં છે. ક્યારેક ‘ખાતરવાળી માટી’ એવો શબ્દપ્રયોગ પણ થાય છે. રાસાયણિક દૃષ્ટિએ જોતાં વનસ્પતિ અને પ્રાણીપેશીઓ, જેમાં સ્ટાર્ચ,…
વધુ વાંચો >