હેમંત વાળા

નેવ

નેવ : ચર્ચનો વચલો મુખ્ય ભાગ. ચર્ચમાં મુખ્યત્વે વચ્ચેની આ લંબ- ચોરસ જગ્યાનો જનસાધારણ દ્વારા મહત્તમ ઉપયોગ થાય છે. તેના એક છેડે ચર્ચનું પ્રવેશદ્વાર તથા સામા છેડે પૂજાસ્થાન હોય; જ્યારે તેની બંને પડખે સ્તંભની હાર પછી પાર્શ્વવીથિ હોય છે. હેમંત વાળા

વધુ વાંચો >

નૉત્રદામ, પૅરિસ

નૉત્રદામ, પૅરિસ : બારમી સદીમાં યુરોપમાં પ્રચલિત ગૉથિક સ્થાપત્ય-શૈલીથી ફ્રાન્સમાં બનાવાયેલ ઉત્કૃષ્ટ ચર્ચ. ઊંચી છતને ટેકવતા કમાનદાર ટેકા, ઊંચી ટોચ-રચના, વિશાળ રોઝ બારી તથા રમ્ય કોતરણીવાળો વિશાળ સન્મુખ ભાગ જેવી આ ચર્ચની રચના-વિશેષતા પાછળથી ફ્રાન્સના ગૉથિક સ્થાપત્યની લાક્ષણિકતા બની રહી. ઈ. સ. 1163થી 1250ના ગાળામાં બનાવાયેલ આ ચર્ચની મુખ્ય ધરી…

વધુ વાંચો >

ન્યૂઇલ

ન્યૂઇલ : ગોળાકાર-સર્પાકાર નિસરણી બનાવવા માટેનો સ્તંભ. સામાન્ય રીતે તે લાકડું, ભરતર લોખંડ તથા કૉંક્રીટમાંથી બનાવાય છે. મધ્યકાલીન સ્થાપત્યમાં પથ્થરમાંથી પણ તે બનાવાતો. તેની ઉપર સર્પાકાર નિસરણીનાં પગથિયાં ટેકવાય છે. હેમંત વાળા

વધુ વાંચો >

ન્યૂટ્રા, રિચાર્ડ જૉસેફ

ન્યૂટ્રા, રિચાર્ડ જૉસેફ (જ. 8 એપ્રિલ 1892, વિયેના; અ. 16 એપ્રિલ 1970, જર્મની) : અર્વાચીન અમેરિકન સ્થાપત્યના પ્રારંભિક તબક્કાના ઉલ્લેખનીય સ્થપતિ. તેમણે મકાનને સંઘટિત પૂર્ણ ગણી મકાનનાં નાનાં અંગોને પણ મહત્ત્વ આપ્યું.  જન્મથી ઑસ્ટ્રિયન હોવાથી પ્રારંભિક શિક્ષણ વિયેનામાં મેળવી જર્મનીમાં 1912-14 સુધી લૂઝના તથા 1921-23 સુધી મેન્ડેલસૉમના માર્ગદર્શન હેઠળ કામ…

વધુ વાંચો >

પરબ

પરબ :  સાર્વજનિક પીવાના પાણીનું સ્થાન. સામાજિક ઉત્તરદાયિત્વની નિભાવણી માટેની સાંસ્કૃતિક રચના, અગત્યની માનસિક તેમજ શારીરિક જરૂરિયાત પૂરી પાડવાની સામાજિક વ્યવસ્થા અને સાત્ત્વિક ભાવથી ઉદ્ભવેલી સ્થાપત્યરચના. નાનકડી જગ્યામાં વટેમાર્ગુ અને પદયાત્રી માટે જરૂરિયાત પ્રમાણે પાણી પૂરી પાડવાની વ્યવસ્થા એટલે પરબ. અહીં શીતળ, સ્વચ્છ અને શક્ય હોય તો મીઠું પાણી વિનામૂલ્યે આપવાની વ્યવસ્થા…

વધુ વાંચો >

પાણિયારું

પાણિયારું : પાણિયારું એટલે ઘરમાં પાણી ભરેલાં પાત્રોને વ્યવસ્થિત રાખવાની જગ્યા. પાણિયારાને પિતૃઓનું સ્થાન પણ ગણવામાં આવે છે. અહીં નાગપંચમીની પૂજા થાય છે અને શ્રાદ્ધના દિવસોમાં દીવો પ્રગટાવાય છે. પિતૃઓ તથા નાગદેવતા અર્ધ-દૈવી શક્તિ હોવાથી પાણિયારું એ અર્ધ-મંદિર, અર્ધ-પૂજાસ્થાનનું મહત્ત્વ ધારણ કરે છે. ઘણા પરિવારોમાં અહીં રોજ કંકુ વડે સ્વસ્તિક…

વધુ વાંચો >

પૅરામેટ્રિક સ્થાપત્ય

પૅરામેટ્રિક સ્થાપત્ય : મકાનનાં આકાર, માપ, માળખાકીય બંધારણ તથા અન્ય જરૂરી ગણિતીય પરિમાણો કમ્પ્યુટરનાં એલ્ગોરિધમ્સ દ્વારા નક્કી થાય તે પૅરામેટ્રિક સ્થાપત્ય. સૈદ્ધાંતિક રીતે આની શરૂઆત તો વર્ષ ૧૯૬૦ના દાયકાથી થઈ હતી પણ તેનું પ્રચલન વર્ષ ૧૯૯૦ પછી વધ્યું. સાંપ્રત સમયમાં જ્યારે ત્રિપરિમાણીય પ્રિન્ટિંગની વાત થાય છે ત્યારે પૅરામેટ્રિક સ્થાપત્યની સંભાવના…

વધુ વાંચો >

બારણું

બારણું  : બારણું એટલે દીવાલની અંદર રાખવામાં આવેલું કાણું. જેમાંથી માનવીની અવરજવર શક્ય બને અને તે ઉપરાંત તેનાં થકી સલામતી, સુરક્ષા, ગોપનીયતા, વ્યવહારનો પ્રકાર, સામાજિક સ્થિતિ તેમજ મકાનની અગત્યની દૃશ્ય અનુભૂતિ પણ નિર્ધારિત થતી હોય છે. બારણાં વગર મકાનની કલ્પના મુશ્કેલ છે. બારણું છે એટલે મકાનની ચોક્કસ પ્રકારની ઉપયોગિતા શક્ય બને…

વધુ વાંચો >

બાર્સિલોના પેવિલિયન – બાર્સિલોના – સ્પેન

બાર્સિલોના પેવિલિયન – બાર્સિલોના – સ્પેન  : 20મી સદીના આધુનિક સ્થાપત્યની એક ઉલ્લેખનીય રચના. સ્પેનના બાર્સિલોનામાં આવેલું ‘બાર્સિલોના પેવિલિયન’. જે ન્યૂનતમવાદ, ઇજનેરી સૌંદર્ય, ભાવનાત્મક અનુભૂતિ અને સ્થાનની પ્રવાહીતતાની વાત સચોટતાથી વ્યક્ત કરે છે. સ્થાપત્યમાં ‘લેસ ઇઝ મોર’ના સિદ્ધાંતની અહીં સ્પષ્ટ અભિવ્યક્તિ છે. આધુનિક સ્થાપત્યના ઇતિહાસના સીમાચિહ્ન સમાન આ પેવિલિયન સ્થાપત્ય ઉપરાંત…

વધુ વાંચો >

સમરાંગણ સૂત્રધાર

સમરાંગણ સૂત્રધાર : સમરાંગણ સૂત્રધાર 11મી સદીમાં રાજાભોજ દ્વારા લખાયેલ સંસ્કૃત ગ્રંથ. જેમાં ભારતીય સ્થાપત્ય શાસ્ત્ર, શિલ્પકલા, મંડળચિત્રો અને મકાન-નિર્માણ તથા તેની સાથે સંકળાયેલી તકનીકી બાબતો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. સમરાંગણ સૂત્રધારનો શાબ્દિક અર્થ થાય છે ‘માનવ નિવાસસ્થાનના શિલ્પી’, જો કે એક અન્ય દાવા પ્રમાણે કોઈ તેનો અર્થ…

વધુ વાંચો >