હેમંત વાળા

અપરાજિત-પૃચ્છા

અપરાજિત-પૃચ્છા : વાસ્તુ-શિલ્પ-સ્થાપત્ય પરનો સંસ્કૃત ગ્રંથ. જેમાં વિશ્વકર્મા અને તેમના પુત્ર અપરાજિત વચ્ચેના સંવાદનું વિવરણ છે. શાબ્દિક દૃષ્ટિએ તેનો અર્થ થાય છે ‘જે ક્યારેય પરાજિત ન થાય, તે વ્યક્તિ દ્વારા પૂછવામાં આવેલી વાતો’. સનાતની સાહિત્યની પરંપરા મુજબ અહીં પણ પ્રશ્નોત્તરી છે. એક અભ્યાસુ અનુમાન મુજબ તેની રચના ઈસુની ૧૧મી સદીના ગાળામાં થઈ…

વધુ વાંચો >

આંગણું

આંગણું : આંગણું અથવા આંગણ એટલે ઘરની આગળનો ખુલ્લો બાંધકામુક્ત ભાગ. જેને ફળિયુx અને પ્રાંગણ પણ કહેવાય. અમુક સંજોગોમાં તેને વંડો પણ કહેવાય છે. ઉપયોગિતા અને અનુભૂતિની દૃષ્ટિએ પરંપરાગત ઘરનો આ સૌથી જીવંત ભાગ હોય છે. આંગણાની શેરી તરફની ધાર પર દીવાલ હોય પણ ખરી અને ન પણ હોય. જો…

વધુ વાંચો >

ઑલિમ્પિક સ્ટેડિયમ – મ્યુનિક

ઑલિમ્પિક સ્ટેડિયમ – મ્યુનિક : વર્ષ 1972ના ઉનાળાની ઑલિમ્પિક રમતો માટે જર્મનીના મ્યુનિક શહેરમાં બનાવાયેલ અને આશરે 74,૦૦૦ ચોમી. ક્ષેત્રમાં પ્રસરેલ સ્ટેડિયમ. આ પ્રકારની શ્રેણીનાં મકાનોમાં એક ઉલ્લેખનીય રચના છે. આશરે મહત્તમ 8૦,૦૦૦ દર્શકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમની રચના ફ્રાઈ ઓટો તથા ગુંથેર બેહનીશ નામના સ્થપતિ અને તેની ટીમ દ્વારા કરાઈ…

વધુ વાંચો >

કંચનજંગા ઍપાર્ટમેન્ટ – મુંબઈ

કંચનજંગા ઍપાર્ટમેન્ટ – મુંબઈ : સ્થપતિ ચાર્લ્સ કોરિયા દ્વારા ડિઝાઇન કરાયેલ મુંબઈનું કંચનજંગા ઍપાર્ટમેન્ટ. સ્વતંત્ર ભારતમાં બનેલાં બધાં જ ઍપાર્ટમેન્ટ ચીલાચાલુ તથા બોરિંગ કહી શકાય તેવાં જણાતાં હોય છે. આ બધાંમાં એક ઍપાર્ટમેન્ટે આગવી તથા અનોખી ઓળખ ઊભી કરી છે અને તે છે. આ સ્થપતિને વર્ષ 1972માં પદ્મશ્રી અને 2006માં…

વધુ વાંચો >

કુદરત-સંલગ્ન (બાયૉફિલિક) સ્થાપત્ય

કુદરત-સંલગ્ન (બાયૉફિલિક) સ્થાપત્ય : માનવીને કુદરતની વધુ નજીક લાવવાનો પ્રયત્ન એટલે  કુદરત-સંલગ્ન (બાયૉફિલિક) સ્થાપત્ય. બાયૉફિલિકનો શાબ્દિક અર્થ થાય છે ‘કુદરત પ્રત્યેનો પ્રેમ’. માનવી કુદરતી વાતાવરણમાં વધુ તંદુરસ્ત રહી શકે, સાત્ત્વિક આનંદ મેળવી શકે અને પરિણામે તેની ક્ષમતા પણ વધુ રહે તેવી ધારણા સાથે આ પ્રકારનાં સ્થાપત્ય માટે દલીલ થતી હોય છે.…

વધુ વાંચો >

કોરિયા, ચાર્લ્સ (Correa, Charles)

કોરિયા, ચાર્લ્સ (Correa, Charles) (જ. 1 સપ્ટેમ્બર 1930, સિંકદરાબાદ, આંધ્રપ્રદેશ; અ. 16 જૂન 2015, મુંબઈ) : આધુનિક ભારતીય સ્થપતિ. શહેરી લોકો માટે આર્થિક રીતે પરવડે તેવાં અને સ્થાનિક વાતાવરણ સાથે અનુકૂળ હોય તેવાં મકાનો ડિઝાઇન કરવા માટે તેઓ પાવરધા હતા તેમાં તેઓ પરંપરાગત સામગ્રી અને પદ્ધતિઓ(ટૅકનૉલૉજી)નો ઉપયોગ કરતા હતા. ગોવાના…

વધુ વાંચો >

ઝૂલતા બગીચા, બૅબિલોન

ઝૂલતા બગીચા, બૅબિલોન : પ્રાચીન વિશ્વની એક અજાયબી. યુફ્રેટિસ નદીને કિનારે હાલના બગદાદથી દક્ષિણે આશરે 100 કિમી.ના અંતરે રાજા નેબૂસડ્રેઝર બીજા (ઈ. સ. પૂ. 605–563)એ બૅબિલોનમાં પોતાનો મહેલ, નગરને ફરતો ગઢ તથા ઝૂલતા બગીચા બનાવડાવેલા. આમાંના 275 મી. × 183. મી. વિસ્તારમાં વિકસાવાયેલ બગીચા વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ય નથી. એમ…

વધુ વાંચો >

ઝૂલતા મિનારા, અમદાવાદ

ઝૂલતા મિનારા, અમદાવાદ : એકને હલાવવાથી બીજા મિનારામાં પણ કંપન થાય એવા અમદાવાદની મસ્જિદોના મિનારા. આવા મિનારા ઈ. સ. 1445માં બનેલી રાજપુર વિસ્તારની બીબીની મસ્જિદમાં તથા ઈ. સ. 1510માં બનેલ સીદી બશીરની મસ્જિદમાં છે. અહમદશાહ બીજાએ પોતાની માતા મખ્દુમ-એ-જહાનની યાદમાં ભૌમિતિક આકારોની ભાતના તળ-દર્શનવાળી બનાવેલી, ગોમતીપુરમાં 4598.7 ચોમી. વિસ્તારમાં પ્રસરેલી…

વધુ વાંચો >

ટિમ્પનમ

ટિમ્પનમ : પશ્ચિમી સ્થાપત્ય અનુસાર પ્રવેશમંડપનાં નીચાં ઢળતાં છાપરાં કે કમાન પરની ત્રિકોણાકાર કે વૃત્તખંડીય બાંધણી. યુરોપમાં અગિયારમી તથા બારમી સદીમાં ચર્ચની રચનામાં તેનો ઉપયોગ થતો. તેમાં વચમાં મોટી ઈસુની મૂર્તિવાળું લાસ્ટ જજમેન્ટનું શિલ્પ કંડારાતું. મોઝેના સંત પિયેરના તથા ઑટમના સંત લઝારના ચર્ચના ટિમ્પનમ ઉલ્લેખનીય છે. હેમંત વાળા

વધુ વાંચો >

ટૅબર્નેકલ

ટૅબર્નેકલ : પશ્ચિમી સ્થાપત્યમાં જોવા મળતો ચર્ચની મધ્યમાં આવેલ સુશોભિત ખાંચો, જેના પર વિતાન હોય. આ ખાંચામાં મૂર્તિ રખાય છે. પ્રૉટેસ્ટન્ટ પંથના ચર્ચના સભાખંડને માટે પણ આ શબ્દ વપરાય છે. વળી ઈ. સ. પૂ. 1490ના સમયગાળામાં ઇઝરાયલી પ્રજા દ્વારા બનાવાતા વિશાળ તંબૂને ટૅબર્નેકલ કહ્યો છે. આવો એક તંબૂ 48 મી.…

વધુ વાંચો >