હિન્દી સાહિત્ય

કબીર

કબીર (મધ્યકાલીન ધાર્મિક આંદોલનના અગ્રણી) (ઈ. સ. 1398–1518) : સ્વામી રામાનંદના શિષ્યોમાં સર્વાધિક મહત્ત્વના સંભવતઃ એ સમયના સૌથી આગળ પડતા સંત. તેઓ માબાપે ત્યજી દીધેલા અનાથ બાળક હતા અને વારાણસીના નિરૂ નામના મુસલમાન વણકરે તેમને ઉછેર્યા હતા. તેમણે ગૃહસ્થ જીવન ગાળ્યું અને વણકરકાર કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું. ભણ્યા ન હોવા…

વધુ વાંચો >

કમલેશ્વર

કમલેશ્વર (જ. 6 જાન્યુઆરી 1932, મૈનપુરી, ઉ.પ્ર.; અ. 27 જાન્યુઆરી 2007, ફરીદાબાદ, હરિયાણા) : હિંદીમાં વાર્તાઓ, નવલકથાઓ, સમીક્ષા, પ્રવાસકથા તથા નાટક અને સંસ્મરણોના લેખક અને સંપાદક. અભ્યાસ એમ.એ., ઇલાહાબાદ વિશ્વવિદ્યાલય. તેમણે નવલિકાસંગ્રહો અને નવલકથાઓ લખી છે. સમીક્ષક તરીકે 1966 સુધીમાં પ્રકાશિત થયેલી વાર્તાઓનું ‘નયી કહાની કી ભૂમિકા’માં વિવેચન કર્યું. સામયિક…

વધુ વાંચો >

કવિ ચિંતામણી

કવિ ચિંતામણી (જ. 1600, કાડા જહાંનાબાદ, જિ. ફતેહપુર, ઉત્તરપ્રદેશ; અ. 1680-85) : હિંદીના રસવાદી પ્રમુખ કવિ. રાજા હમ્મીરના કહેવાથી તેઓ ભૂષણ અને મતિરામ સાથે તિક્વાંપુરમાં આવીને વસ્યા હતા. તેમને શાહજી ભોંસલે, શાહજહાં અને દારાશિકોહનો રાજ્યાશ્રય મળ્યો હતો. તેમણે 9 ગ્રંથો રચ્યા હતા : ‘રસવિલાસ’, ‘છન્દવિચાર પિંગળ’, ‘શૃંગારમંજરી’, ‘કવિકુલકલ્પતરુ’, ‘કૃષ્ણચરિત’, ‘કાવ્યવિવેક’,…

વધુ વાંચો >

કાબરા, કિશોર (ડૉ.)

કાબરા, કિશોર (ડૉ.) (જ. 26 ડિસેમ્બર 1934, મન્દસૌર, મધ્યપ્રદેશ; અ. 25 માર્ચ 2022, અમદાવાદ) : હિંદી લેખક. તેમણે એમ.એ.; પીએચ.ડી. અને સાહિત્યરત્નની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ કેન્દ્રીય વિદ્યાલયમાં અધ્યાપનકાર્ય સંભાળ્યું. ત્યાંથી તેમણે ઉપાચાર્યપદેથી રાજીનામું આપીને સ્વતંત્ર લેખન અને સંપાદનકાર્ય સંભાળ્યું અને ધીમે ધીમે તેઓ સાહિત્યને સંપૂર્ણપણે સમર્પિત થયા. તેમણે હિંદી…

વધુ વાંચો >

કુકુરમુત્તા

કુકુરમુત્તા : 1942માં પ્રકાશિત સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ની વ્યંગ્યાત્મક કવિતાઓનો સંગ્રહ. આમાં ‘કુકુરમુત્તા’ ઉપરાંત અન્ય છ કવિતાઓ – ‘ગર્મ પકોડી’, ‘પ્રેમ સંગીત’, ‘રાની ઔર કાની’, ‘ખજોહરા’, ‘માસ્કો ડાયલાગ્જ’ અને ‘સ્ફટિક શિલા’– સંગૃહીત છે. પ્રૌઢરચનાઓ કર્યા બાદ ‘નિરાલા’ના જીવનમાં પરિવર્તન આવતાં તેઓ અવસાદભરી અને વ્યંગ્યાત્મક રચનાઓ કરવા લાગ્યા. ‘કુકુરમુત્તા’ રચના પરત્વે આજ…

વધુ વાંચો >

કુંવર નારાયણ

કુંવર, નારાયણ (જ. 19 સપ્ટેમ્બર 1927, ઉત્તર પ્રદેશ; અ. 15 નવેમ્બર 2017, દિલ્હી) : ઉત્તર પ્રદેશના જાણીતા કવિ અને ગદ્યકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કોઈ દૂસરા નહીં’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી મેળવી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ચક્રવ્યૂહ’ 1956માં પ્રગટ થયો. કઠોપનિષદના…

વધુ વાંચો >

કૃષ્ણદાસ

કૃષ્ણદાસ (જ. 1496, ચિલોતરા, ગુજરાત; અ. 1582) : અષ્ટછાપના પ્રથમ ચાર કવિઓમાં અંતિમ કૃષ્ણદાસ અધિકારી તરીકે જાણીતા કવિ. તેઓ ગુજરાતના વતની અને શૂદ્ર જાતિના હતા. 12–13 વર્ષની વયે તેમણે એમના પિતાના ચોરીના અપરાધથી પકડાવી દેવાથી એને મુખીના પદ પરથી દૂર કરાયેલા. પરિણામે પિતાએ એને ઘરની બહાર કાઢી મૂકેલા, જે ભ્રમણ…

વધુ વાંચો >

કૃષ્ણાયન

કૃષ્ણાયન : પંડિત દ્વારકાપ્રસાદ મિશ્રરચિત પ્રસિદ્ધ અવધિ મહાકૃતિ. પંડિત દ્વારકાપ્રસાદ મિશ્ર (ડી. પી. મિશ્ર) રાજકીય નેતા, મધ્યપ્રદેશના પ્રખ્યાત પત્રકાર અને ભૂતપૂર્વ ગૃહમંત્રી હતા. આઝાદીની ચળવળને કારણે તેમને જેલવાસ ભોગવવાનો આવ્યો ત્યારે એમણે 1942માં આ બૃહદ કાવ્યકૃતિ રચી હતી જે પ્રથમ વાર 1947માં પુસ્તકાકારે પ્રકાશિત થઈ હતી. એના કર્તા પોતે સમાજસેવક,…

વધુ વાંચો >

કેની ચન્દ્રકાન્ત

કેની, ચન્દ્રકાન્ત (જ. 1934, સિમલા; અ. 3 ફેબ્રુઆરી 2009, માર્ગો, ગોવા) : હિંદી, મરાઠી, કોંકણી સાહિત્યકાર. તેમની કૃતિ ‘વ્હંકલ પાવણી’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. કોંકણી સાહિત્ય અને પત્રકારત્વમાં તેમનું નામ બહુ જાણીતું છે. ગોવા મુક્તિ-આંદોલનના તેઓ સક્રિય કાર્યકર હતા. રાજ્યની ભાષાકીય તથા સાંસ્કૃતિક એકતા સિદ્ધ કરવાના…

વધુ વાંચો >

કેશવદાસ

કેશવદાસ  (જ. ઈ. સ. 1561; અ. 1617) : હિંદી સાહિત્યના ભક્તિકાલના પ્રમુખ આચાર્ય. કેશવદાસકૃત કવિપ્રિયા, રામચંદ્રિકા અને વિજ્ઞાનગીતામાં પોતાના વંશ અને પરિવારનો વિગતવાર પરિચય આપ્યો છે. એમાં એમના વંશના મૂળ પુરુષનું નામ વેદ- વ્યાસ જણાવેલું છે. તેમનો પારિવારિક વ્યવસાય પુરાણીનો હતો. તેઓ ભારદ્વાજ ગોત્રની માર્દની શાખાના યજુર્વેદી બ્રાહ્મણ હતા. સાંપ્રદાયિક…

વધુ વાંચો >