હસમુખ માણેકલાલ પટેલ
નાગરિક સંરક્ષણ તંત્ર
નાગરિક સંરક્ષણ તંત્ર : યુદ્વ ફાટી નીકળવાની સંભાવના હોય અથવા લડાઈ શરૂ થઈ ગઈ હોય ત્યારે પ્રજાના જાનમાલનું રક્ષણ કરવા, પ્રજાનો જુસ્સો ટકાવી રાખવા તેમજ રોજિંદા જીવનમાં ઓછામાં ઓછી તકલીફ પડે તે જોવા રચાયેલું વ્યવસ્થાતંત્ર. ઉત્પાદનનો પ્રવાહ જાળવી રાખવા અને તે દ્વારા લોકોનું ખમીર ટકાવી રાખવાનો તેનો ઉદ્દેશ હોય છે.…
વધુ વાંચો >નિ:શસ્ત્રીકરણ
નિ:શસ્ત્રીકરણ : યુદ્ધ બાદ પરાજિત દેશને નિ:શસ્ત્ર કરવાની પ્રક્રિયા. અગાઉના વખતમાં કોઈ ટુકડી કે ટોળી કે આક્રમક હુમલાખોર લડાઈમાં સામા પક્ષને હરાવે ત્યારે તેને નિ:શસ્ત્ર બનાવી દેવાતો અને તેના માણસોને તાબેદાર કે ગુલામ તરીકે રખાતા અથવા મારી નખાતા. તેમને છોડી મૂકવાનું તો ભાગ્યે જ બનતું. અર્વાચીન સમયમાં પહેલા કે બીજા…
વધુ વાંચો >નૌકાદળ
નૌકાદળ : યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતી સૈન્યયુક્ત નૌકાઓનો કાફલો. પ્રારંભમાં નૌકાદળમાં દેશના સમગ્ર વહાણના સમૂહને સામેલ કરવામાં આવતો. ભલે અન્યથા એ ચીજ-વસ્તુઓની હેરફેર માટે અથવા માછલી પકડવા માટે પણ હોય. આધુનિક સમયમાં નૌકાદળમાં યુદ્ધ માટે તૈયાર રાખવામાં આવતાં યુદ્ધજહાજો અને અનેક પ્રકારની લડાયક નૌકાઓ ઉપરાંત તેનાં પર કામ કરતા લશ્કરના…
વધુ વાંચો >ન્યૂટ્રૉન બૉમ્બ
ન્યૂટ્રૉન બૉમ્બ : એક પ્રકારનું સ્ફોટક શસ્ત્ર. મોટેભાગે જોરદાર પ્રહાર કરાય ત્યારે ધડાકા સાથે તે ફાટી ઊઠે એવી તેની રચના હોય છે. બૉમ્બ અને તોપગોળામાં એટલો તફાવત છે કે બૉમ્બમાં કેવળ ભારે ધડાકા સાથે ફાટી ઊઠે તેવી સામગ્રી ધરબેલી હોય છે અને કેટલીક વાર તેમાં આગ ફેલાવનારી સામગ્રી પણ હોય…
વધુ વાંચો >