હસમુખરાય કેશવલાલ ત્રિવેદી

અભિવ્યક્ત (પ્રગટ) પસંદગી

અભિવ્યક્ત (પ્રગટ) પસંદગી (revealed preference) : માગના નિયમને સમજાવતો વૈકલ્પિક અભિગમ. અમેરિકન અર્થશાસ્ત્રી પૉલ સૅમ્યુઅલસને તેની રજૂઆત કરી છે. અભિવ્યક્ત પસંદગીના વિશ્લેષણમાં માર્શલના તૃષ્ટિગુણ વિશ્લેષણ (utility-analysis) અને હિક્સ-ઍલનના તટસ્થરેખા-વિશ્લેષણ (indifference curve analysis) કરતાં ઓછી ધારણાઓ કરવામાં આવી છે. તટસ્થરેખા-વિશ્લેષણ આત્મનિરીક્ષણની પદ્ધતિ પર રચાયેલું છે. ઉપભોક્તાને તેના તટસ્થ નકશાની માહિતી છે,…

વધુ વાંચો >

અંકટાડ

અંકટાડ (UNCTAD) (1964) : વિકાસશીલ અને વિકસિત દેશો વચ્ચે જીવનધોરણને લગતા તફાવતની ચર્ચા કરી તે ઘટાડવાના ઉપાયો શોધવા માટે આયોજિત કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય પરિષદ (1964). ‘અંકટાડ’ના ટૂંકા નામે ઓળખાતી વ્યવસ્થાનું પૂરું નામ ‘યુનાઇટેડ નેશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટ’ (UNCTAD) છે. 1964માં જિનીવા ખાતે રાષ્ટ્રસંઘના ઉપક્રમે તેનું અધિવેશન મળ્યું, જેમાં…

વધુ વાંચો >

અંદાજપત્ર (budget)

અંદાજપત્ર (budget) (ભારત સરકારનું) : ભારત સરકારનો આગામી વર્ષ માટેના આવક અને ખર્ચના અંદાજો રજૂ કરતો દસ્તાવેજ. આવું અંદાજપત્ર મોટી પેઢીઓ, મોટાં બિનસરકારી સંગઠનો, સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓ અને રાજ્ય સરકારો પણ તૈયાર કરે છે. આ બધાં સંગઠનો આગામી નાણાકીય વર્ષની તેમની પ્રવૃત્તિઓના આયોજન માટે તેમજ તેમના વિત્તીય વ્યવહારોને નિયંત્રણમાં રાખવા…

વધુ વાંચો >

આયાતનીતિ ભારતની

આયાતનીતિ, ભારતની : પરદેશમાં ઉત્પન્ન થયેલ વસ્તુઓની દેશની વપરાશ માટે આયાત કરવા અંગેની ભારત સરકારની નીતિ. આઝાદી પછી અને ખાસ કરીને આયોજનની શરૂઆતથી ભારતની આયાતો પર વિવિધ સ્વરૂપે નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. આયાતનીતિ તરીકે રજૂ થતાં એ બધાં નિયંત્રણોની પાછળના ઉદ્દેશો નીચે પ્રમાણે હતા : (1) આયાતો સાપેક્ષ રીતે ઘટાડવી,…

વધુ વાંચો >

આર્થિક પદ્ધતિ

આર્થિક પદ્ધતિ : કોઈ પણ સમાજના પાયાના આર્થિક પ્રશ્નો ઉકેલવા માટેની વ્યવસ્થા. દરેક સમાજને અર્થક્ષેત્રે ત્રણ પાયાના પ્રશ્નો ઉકેલવાના હોય છે : (1) કઈ વસ્તુઓ કેટલા જથ્થામાં ઉત્પન્ન કરવી તે. દા.ત., અન્ન ઉત્પન્ન કરવું કે કાપડ ? થોડુંક વધારે અન્ન કે થોડુંક વધારે કાપડ ? અન્ન અને કાપડ આજે વધારે…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર

આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર : સાર્વભૌમ દેશો વચ્ચેના વસ્તુઓ, સેવાઓ અને મૂડીના આંતરરાષ્ટ્રીય સોદાઓને લીધે ઉદભવતા પ્રશ્નોનો અભ્યાસ દર્શાવતી અર્થશાસ્ત્રની શાખા. આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આંતરિક વ્યાપાર વચ્ચે ઘણું સામ્ય હોવા છતાં અનેક બાબતોમાં તે જુદા પડે છે; તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારનો એક શાખા તરીકે અલગ અભ્યાસ જરૂરી માનવામાં આવે છે. બર્ટિલ ઓહલીન નામના…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય લેણદેણનું સરવૈયું

આંતરરાષ્ટ્રીય લેણદેણનું સરવૈયું (International Balance of Payments) : દેશના નાગરિકોએ સમયના ચોક્કસ ગાળા (એક વર્ષ) દરમિયાન વિદેશોના નાગરિકો સાથે કરેલી આર્થિક લેવડદેવડનો હિસાબ. આ વ્યાખ્યામાં કેટલાક શબ્દોનો ચોક્કસ અર્થ થતો હોઈ, તેમને સમજી લેવા જોઈએ. નાગરિકોમાં વ્યક્તિઓ ઉપરાંત સંસ્થાઓ, પેઢીઓ અને સરકારનો પણ સમાવેશ થાય છે. વ્યક્તિનું હિત જે દેશમાં…

વધુ વાંચો >

ઉત્પાદન (અર્થશાસ્ત્ર)

ઉત્પાદન (અર્થશાસ્ત્ર) : પ્રકૃતિએ બક્ષેલા પદાર્થોમાં માનવજરૂરિયાત સંતોષી શકે તેવા તુષ્ટિગુણનું સંવર્ધન કરવાની પ્રક્રિયા. ઉત્પાદન દ્વારા કોઈ નવી વસ્તુનું સર્જન થતું કે થઈ શકતું નથી. વૈજ્ઞાનિક ર્દષ્ટિએ વિચારીએ તો માનવ ન તો કોઈ નવી વસ્તુનું સર્જન કરી શકે છે, ન તો કોઈ વસ્તુનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ…

વધુ વાંચો >