હર્ષિદા દવે

સમાજસુધારણા

સમાજસુધારણા : જનસમુદાયના માનસમાં સ્થિર થયેલાં મનોવલણો, જીવનદર્શન અને તેમના વ્યવહારો જે પ્રગતિશીલ સમાજ સાથે સમાયોજન સાધી શકતા નથી તેમાં પરિવર્તન માટેના પ્રયાસો. આ પ્રયાસ સંપૂર્ણ સામાજિક વ્યવસ્થા અથવા કોઈ એક ભાગમાં ઉત્પન્ન થયેલા દોષો અને કુરિવાજોને દૂર કરવાના હેતુથી પ્રેરિત થાય છે. સમાજસુધારણાનો જન્મ વિવિધ સામાજિક સમસ્યાઓમાંથી થાય છે.…

વધુ વાંચો >

સમાજસુરક્ષા

સમાજસુરક્ષા : વિકલાંગતા, વંચિતતા, અજ્ઞાનતા, વૃદ્ધાવસ્થા, બેકારી, બીમારી, અકસ્માત જેવાં સંકટોમાં નાગરિકોને સહાય આપવા માટેનો સામાજિક પ્રબંધ. તેનો આશય આપત્તિગ્રસ્ત વ્યક્તિની આર્થિક સ્થિતિને ન્યૂનતમ સ્તર પર ટકાવી રાખવાનો છે. સામાજિક સુરક્ષાના કાર્યક્રમોમાં ગર્ભાવસ્થા, બીમારી, અકસ્માત, વિકલાંગતા, કુટુંબના મોભીનું અવસાન, બેકારી, વયનિવૃત્તિ, વૃદ્ધાવસ્થા અને અન્ય કારણોને લીધે ગુમાવેલ આવકની ક્ષતિપૂર્તિ કરવી…

વધુ વાંચો >

હટન જ્હૉન હેન્રી

હટન, જ્હૉન હેન્રી (જ. 27 જૂન 1885; અ. 1968) : ઇંગ્લૅન્ડના નૃવંશશાસ્ત્રી. તેમણે શાળાનું શિક્ષણ ચિંગવેલ (Chingwell) અને કૉલેજનું શિક્ષણ વુસ્ટર (Worcestor) અને ઑક્સફર્ડ (Oxford) યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું. અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી નૃવંશશાસ્ત્રી તરીકેની તાલીમ તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી લીધી. ત્યાર પછી તેઓ ભારતમાં આવ્યા. સને 1909માં તેમની નિમણૂક બંગાળના…

વધુ વાંચો >

હળપતિ

હળપતિ : હળનો માલિક. મહાત્મા ગાંધીજીએ 1923માં આ લોકો પર લાગેલા ‘બંધુઆ મજૂર’(bonded labour)ના કલંકને દૂર કરવા ‘હળપતિ’ એવું નામ આપ્યું ત્યારથી તેઓ હળપતિ તરીકે ઓળખાય છે. આ લોકો ઘણે ભાગે ઉજળિયાત કે સવર્ણના હાળી તરીકે પેઢી દર પેઢી કામ કરતા હોવાથી હળપતિ તરીકે ઓળખાય છે. હાળી એટલે કાયમી ખેતમજૂર,…

વધુ વાંચો >

હાઇમૅનડોર્ફ ક્રિસ્ટૉફ વૉન ફ્યૂરેર

હાઇમૅનડોર્ફ ક્રિસ્ટૉફ વૉન ફ્યૂરેર (જ. 1909, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 1995) : ભારતના વિવિધ આદિવાસી સમૂહોનો અભ્યાસ કરનાર નૃવંશશાસ્ત્રી. પિતા ઑસ્ટ્રિયાની નાગરિક સેવામાં એક ઉચ્ચ અધિકારી હતા. તેમણે માનવશાસ્ત્રનો અભ્યાસ વિયેના યુનિવર્સિટીમાંથી કરીને 1927માં સ્નાતકની અને 1931માં ડી.ફિલ.(D.Phil)ની પદવી મેળવી. ત્યાર બાદ બ્રિટિશ અને ઑસ્ટ્રિયન ઍન્થ્રૉપૉલૉજીની તાલીમ મેળવી. બ્રિટિશ માનવશાસ્ત્રી મેલિનૉવ્સ્કીની…

વધુ વાંચો >