હરિવદન હીરાલાલ પટેલ

પ્રકાશ-પુન:સક્રિયણ (photo-reactivation)

પ્રકાશ-પુન:સક્રિયણ (photo-reactivation) : પારજાંબલી કિરણોની અસર હેઠળ DNAમાં આવેલા થાયમિનના સંયોજનથી ઉદભવતા દ્વિલકોના વિઘટનથી DNAના અણુની પૂર્વસ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા. DNAને પુન:સક્રિય કરવાની આ ક્રિયાને આલ્બર્ટ કેલ્નર નામના વૈજ્ઞાનિકે 1949માં સૌપ્રથમ સૅક્કેરોમાયસિસમાં નિહાળી હતી. ર્દશ્ય-લંબાઈ-યુક્ત પ્રકાશકિરણોની હાજરીમાં પ્રકાશ-પુન:સક્રિયણ ઉત્સેચક, DNAમાં ઉદભવેલ આ ક્ષતિને દૂર કરે છે. પરિણામે તે ફરીથી સક્રિય…

વધુ વાંચો >

ભક્ષકકોષો

ભક્ષકકોષો (phagocytes) : પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આવેલા શ્વેતકણો (white blood corpuscles)નો એક પ્રકાર. અમીબા આકારના આ ભક્ષકકોષો શરીરના રક્ષણાર્થે રુધિરતંત્રમાંથી બહાર નીકળીને લસિકાસ્થાનો(lymph spaces)માં પ્રવેશે છે અને ત્યાં આવેલા શરીરને હાનિકારક પરજીવી બૅક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોને ખોટાપગ વડે ઘેરીને તેમનો નાશ કરે છે. તે જ પ્રમાણે વિષદ્રવ્યો બન્યાં હોય અથવા તો અન્ય…

વધુ વાંચો >

ભઠિયારાની યીસ્ટ

ભઠિયારાની યીસ્ટ (Baker’s yeast) : સૅકેરોમાયસિસ સિરેવિસી (saccharomyces cerevisiae) નામની યીસ્ટની વિશિષ્ટ અંશુ (strain), જે કણક-પિંડ(dough)માં ઝડપથી આથવણક્રિયા કરવાની ક્ષમતા ધરાવે છે. આ યીસ્ટનું ઉત્પાદન જૂથ-સંવર્ધન(batch culture)પદ્ધતિથી મોલૅસિસ, વિટામિનો, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત પદાર્થો ધરાવતા સંવર્ધન-માધ્યમમાં 30° સે. તાપમાને 12થી 18 કલાકના સંપૂર્ણ વાતન વડે થાય છે. સંવર્ધન-માધ્યમમાંથી યીસ્ટને અપકેન્દ્રણ-યંત્ર વડે…

વધુ વાંચો >

ભિન્નતા

ભિન્નતા (variation) : એક જ જાતના હોવા છતાં તેના કોઈ પણ બે સભ્યો વચ્ચે અમુક અંશે દેખાતી વિવિધતા. સજીવોના શરીરમાં આવેલા જુદા જુદા પ્રકારનાં જનીન સંકુલો, સજીવના વિકાસ દરમિયાન સંકળાયેલો પાર્યાવરણિક તફાવત, ભૌગોલિક વિસ્તાર, આનુવંશિકતાની ક્રિયાવિધિ, અલગીકરણ (isolation) એમ અનેક કારણોસર ભિન્નતા ઉદભવે છે. ભિન્નતા પ્રત્યે સૌપ્રથમ ધ્યાન સજીવોની ઉત્ક્રાંતિના…

વધુ વાંચો >