હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
ભારતીય કાલગણના
ભારતીય કાલગણના : સૂર્યચંદ્રના ભ્રમણથી થતા દેખીતા ફેરફારને આધારે સમયની ગણતરી કરવાની ભારતીય પદ્ધતિ. ભારતમાં સૂર્યોદયથી સૂર્યાસ્તના સમયને ‘દિવસ’ અને સૂર્યાસ્તથી સૂર્યોદયના સમયને ‘રાત્રિ’ કહે છે. દિવસ અને રાત્રિને સમાવી લેતા સૂર્યોદયથી સૂર્યોદયના સમયને ‘અહોરાત્ર’ કહે છે, એના અંશોમાં પ્રાત:, પૂર્વાહન, મધ્યાહન, સાયં, ઉત્તરાહન, મધ્યરાત્રિ જેવાં માપ પ્રચલિત થયાં. અહોરાત્રની…
વધુ વાંચો >ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ : અમદાવાદની ગુજરાત વિદ્યાસભા દ્વારા સંચાલિત ઉચ્ચ કક્ષાના અધ્યયન-સંશોધન માટેની વિદ્યાસંસ્થા. ગુજરાતી ભાષા તથા સાહિત્યના વિકાસ અર્થે તેમજ ગુજરાતીમાં શિક્ષણના પ્રસાર માટે અમદાવાદમાં સન 1848માં સ્થપાયેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સમય જતાં ગુજરાતની અગ્રગણ્ય વિદ્યાસંસ્થા બની. 1939માં એણે આચાર્ય આનંદશંકર ધ્રુવના માર્ગદર્શન નીચે ઉચ્ચ અભ્યાસ અને…
વધુ વાંચો >મદ્રકો
મદ્રકો : પ્રાચીન કાળમાં ઉત્તર ભારતમાં વસતી એક પ્રસિદ્ધ જાતિ. તેઓ ‘મદ્રો’ તરીકે પણ ઓળખાતા હતા. મદ્ર લોકો ઉત્તર મદ્રો, પૂર્વ મદ્રો, દક્ષિણ મદ્રો ઇત્યાદિ વર્ગોમાં વિભાજિત હતા. ઉત્તર મદ્રોનો નિર્દેશ ‘ઐતરેય બ્રાહ્મણ’માં થયો છે. તદનુસાર તેઓ હિમવત્ પ્રદેશમાં ઉત્તર કુરુદેશની સમીપમાં સંભવત: કાશ્મીર પ્રદેશમાં વસતા હતા. પૂર્વ મદ્રો પ્રાય:…
વધુ વાંચો >મધ્યદેશ (વેદમાં)
મધ્યદેશ (વેદમાં) : પ્રાચીન સમયમાં હિમાલયથી વિંધ્યાચલ સુધીનો આર્યાવર્તના પરિપ્રેક્ષ્યમાં અવસ્થિત પ્રદેશ. પ્રાચીન કાળનો મધ્યદેશ એ વર્તમાન કાળના મધ્યપ્રદેશથી સાવ વિભિન્ન છે. પ્રાચીન મધ્યદેશ હિમાલયથી વિંધ્યાચલ સુધી સીમિત આર્યાવર્તના પરિપ્રેક્ષ્યમાં અવસ્થિત હતો, જ્યારે વર્તમાન મધ્યપ્રદેશ કાશ્મીરથી છેક કન્યાકુમારી સુધી વિસ્તૃત સમસ્ત ભારતદેશનો સંદર્ભ ધરાવે છે. વર્તમાન મધ્યપ્રદેશમાં નર્મદા નદીની ઉત્તરે…
વધુ વાંચો >મનુ
મનુ : ભારતીય પરંપરા મુજબ માનવ-યોનિનો આદ્યપુરુષ. ભારતીય કાલગણનામાં મનુ મહત્વનું સીમાચિહ્ન ગણાય છે. આવા મનુ એક નહિ, પણ 14 છે. એકેક મનુ 71 ચતુર્યુગથી કંઈક અધિક કાલ ધરાવે છે. એક મનુ અને એની પછીના મનુની વચ્ચેના કાલને ‘મન્વન્તર’ કહે છે. પહેલા મનુ સ્વયંભૂ(બ્રહ્મા)ના પુત્ર હોઈ ‘સ્વાયંભુવ મનુ’ તરીકે ઓળખાય…
વધુ વાંચો >મનુસ્મૃતિ
મનુસ્મૃતિ : ભારતીય ધર્મશાસ્ત્રની સહુથી પ્રાચીન અને સર્વમાન્ય સ્મૃતિ. એના પ્રથમ અધ્યાયમાં જણાવ્યું છે કે મનુએ ધર્મનાં સર્વ લક્ષણ પોતાના શિષ્ય ભૃગુને સમજાવ્યાં ને ભૃગુએ એમની હાજરીમાં એ સર્વ ઋષિઓને વિદિત કર્યાં. આમ ‘મનુસ્મૃતિ’ ખરી રીતે ‘મનુસ્મૃતિ’ની ‘ભૃગુસંહિતા’ છે. એમાં 12 અધ્યાય છે, જે કુલ 2,694 શ્લોકોમાં રચાયા છે. ‘મનુસ્મૃતિ’માં…
વધુ વાંચો >મન્વન્તર
મન્વન્તર : કાલમાનની પૌરાણિક વિભાવના. માનવકુલના ઉદભાવક મનુના વંશવિસ્તારનો કાલખંડ. કાલમાનની પૌરાણિક વિભાવના અનુસાર સુદીર્ઘ કાલના વ્યાપને 14 મન્વન્તરોમાં માપવામાં આવે છે. મન્વન્તર એટલે માનવકુલના ઉદભાવક મનુના વંશવિસ્તારનો સમગ્રકાલ. આ કાલખંડ 12,000 દૈવી વર્ષો અર્થાત્ 43,20,000 માનુષી વર્ષોનો છે. આ કલ્પના મુજબ આવા કુલ 14 મનુ થઈ ગયા છે. એમાં…
વધુ વાંચો >મલ્લિકાર્જુન
મલ્લિકાર્જુન : ઉત્તર કોંકણના શિલાહાર વંશનો સત્તરમો રાજા. એ અતિપ્રતાપી હતો ને પોતાને ‘રાજ-પિતામહ’ (રાજાઓનો પિતામહ) કહેવડાવતો હતો. ગુજરાતના સોલંકી વંશની રાજસત્તા દક્ષિણે લાટદેશ પર્યંત પ્રસરતાં, એને લાટની દક્ષિણે આવેલા આ શિલાહાર રાજ્ય સાથે સંઘર્ષ થયો. મલ્લિકાર્જુનના મદને તોડવા સોલંકી રાજવી કુમારપાળે મંત્રી ઉદયન મહેતાના પુત્ર આંબડ(આમ્રભટ)ને સૈન્ય લઈ એના…
વધુ વાંચો >મહાસેનગુપ્ત
મહાસેનગુપ્ત : મગધનો ગુપ્ત વંશનો રાજા. મગધમાં ગુપ્ત સમ્રાટોની સત્તા અસ્ત પામી તે અરસામાં ત્યાં ઉત્તરકાલીન ગુપ્તોની રાજસત્તા પ્રવર્તતી હતી. એ વંશના પાંચમા રાજા દામોદરગુપ્ત મૌખરિ સેના સામે ઝઝૂમતાં મૂર્છા પામ્યા હતા. તેમના પછી તેમનો પુત્ર મહાસેનગુપ્ત ગાદીએ આવ્યો. મહાસેનગુપ્તે કામરૂપ(આસામ)ના રાજા સુસ્થિત વર્માને હરાવી પોતાની કીર્તિ લૌહિત્ય (બ્રહ્મપુત્ર) સુધી…
વધુ વાંચો >મહિદાસ ઐતરેય
મહિદાસ ઐતરેય : એ નામના એક પૌરાણિક મહર્ષિ. એમના પિતા એક ઋષિ હતા. એ ઋષિને પોતાના વર્ણની પત્ની ઉપરાંત ઇતર વર્ણની પત્નીઓ પણ હતી. એમાંની એકનું નામ ‘ઇતરા’ હતું. ઋષિ જેટલો ભાવ સમાન વર્ણની પત્નીઓના પુત્રો પર રાખતા, તેટલો ભાવ ઇતરાના પુત્ર પર રાખતા નહિ. કહે છે કે એક યજ્ઞમંડળીમાં…
વધુ વાંચો >