હરગોવિંદ બે. પટેલ

સંશ્લેષ (cohesion)

સંશ્લેષ (cohesion) : દ્રવ્યને ભેગું રાખતું બળ. અણુઓ અને પરમાણુઓ વચ્ચે પ્રવર્તતા આકર્ષણને લીધે આ બળ પેદા થાય છે. પદાર્થના કણો વચ્ચેનું અંતર જેમ જેમ વધતું જાય છે તેમ તેમ આ બળ ઘટતું જાય છે. થોડાક અપવાદો બાદ કરતાં, ઘન પદાર્થોમાં સંશ્લેષ મહત્તમ હોય છે. પ્રવાહીઓમાં આ બળ ઘન પદાર્થોની…

વધુ વાંચો >

સાઇક્લોટ્રૉન

સાઇક્લોટ્રૉન : એવી પ્રયુક્તિ, જેમાં વિદ્યુતભારિત કણોને ઉચ્ચ-ઊર્જાએ પ્રવેગિત કરી શકાય. વિદ્યુતભારિત કણ અચળ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સર્પિલ (spiral) ગતિપથના કેટલાય આંટા મારે છે. પરિવર્તનશીલ વિદ્યુતક્ષેત્રને લીધે હર વખતે બે વાહકો વચ્ચેની ખાલી જગ્યામાં થઈને પસાર થતાં કણ પ્રવેગિત થતો જાય છે. આકૃતિમાં આ બે વાહકો A અને B…

વધુ વાંચો >

સાપેક્ષીય દ્રવ્યમાન (Relativistic mass)

સાપેક્ષીય દ્રવ્યમાન (Relativistic mass) : કણ(કે પદાર્થ)ની સાપેક્ષે ગતિ કરતા અવલોકનકારે નક્કી કરેલ કણના દ્રવ્યમાન અને અવલોકનકાર સ્થિર હોય ત્યારે તે જ કણના નક્કી કરેલા દ્રવ્યમાન વચ્ચેનો સંબંધ. પ્રશિષ્ટ (classical) ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર મુજબ, ગતિ કરતા પદાર્થનું દ્રવ્યમાન નિયત (અચળ) રહે છે. આથી અહીં દ્રવ્યમાન ગતિથી સ્વતંત્ર છે; પણ સાપેક્ષવાદ તદ્દન…

વધુ વાંચો >

સિંક્રોટ્રૉન

સિંક્રોટ્રૉન : ઇલેક્ટ્રૉન અને પ્રોટૉનને ઉચ્ચ ઊર્જાએ પ્રવેગિત કરતી પ્રયુક્તિ. તે એક પ્રકારનું કણ-પ્રવેગક (accelerator) છે, જે કણોને વર્તુળાકાર કક્ષામાં ગતિ કરાવે છે. પારમાણ્વિક ન્યૂક્લિયસની સંરચના તથા તેમાં પ્રવર્તતાં બળોનો અભ્યાસ કરવા માટે ભૌતિક વિજ્ઞાનીઓ સિંક્રોટ્રૉનનો ઉપયોગ કરતા હોય છે. સામાન્ય રીતે બીટાટ્રૉન એક ચક્રીય પ્રવેગક છે; જેના ચુંબકીય પ્રેરણ…

વધુ વાંચો >

સિંક્રોટ્રૉન-વિકિરણ

સિંક્રોટ્રૉન–વિકિરણ : ચુંબકીય અવમંદક વિકિરણ (magnetic bremsstrahlung) : પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં સાપેક્ષિકીય (relativistic) ઝડપે પ્રવેગી ગતિ કરતો ઉચ્ચ ઊર્જાવાળો વિદ્યુતભારિત કણ વિદ્યુત-ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર પથમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણ આવું વિકિરણ પેદા કરે છે. ઉદાહરણ રૂપે, સિંક્રોટ્રૉનમાં આવું વિકિરણ ઉત્સર્જિત થાય છે. આવા વિકિરણમાં માઇક્રો-તરંગોથી…

વધુ વાંચો >

સ્થૈતિક (static) :

સ્થૈતિક (static) : સામાન્ય રીતે વિદ્યુતભારિત કણોની હવામાં હિલચાલને લીધે વિદ્યુતચુંબકીય તરંગોના પ્રસારણ (broadcasting) ઉપર બિનજરૂરી અવાજ (ઘોંઘાટ) સ્વરૂપે થતી અસર. સ્થૈતિકમાં સુસવાટા કે પાર્શ્વભૂમિ-ઘોંઘાટ હોય છે. ગ્રાહી પ્રયોજન અથવા મનોરંજનના ઇચ્છિત સંકેતોમાં સુસવાટા, તડતડાટ કે એકાએક તીક્ષ્ણ ઘોંઘાટનો પ્રવેશ વિક્ષેપ પેદા કરે છે. વિદ્યુત-તોફાનો દરમિયાન સામાન્ય પ્રસારણ-અભિગ્રાહીમાં સાવ સાદા…

વધુ વાંચો >

હર્ષલ વિલિયમ (સર)

હર્ષલ, વિલિયમ (સર) (જ. 1738, હેનોવર, જર્મની; અ. 1822) : બ્રિટિશ ખગોળવિદ. જન્મે જર્મન. 1751માં યુરેનસ ગ્રહ શોધી કાઢવા બદલ તેમને સારી એવી ખ્યાતિ મળી. ઉપરાંત તેમણે નિહારિકાઓની સમજમાં મોટો ફાળો આપ્યો હતો. તેમના સમયમાં નિહારિકાઓ અને તારાવિશ્વો(galaxies)ની સંખ્યાની જાણકારીમાં ઘણો વધારો થયો. તેઓ દૂરબીનના નિર્માતા પણ ગણાય છે. કેટલાંક…

વધુ વાંચો >

હોલ (hole)

હોલ (hole) : સંયોજકતા પટ(valence band)માં ઇલેક્ટ્રૉનની સંપૂર્ણ ગેરહાજરી અથવા ઘનપદાર્થમાં સંયોજકતાપટના સર્વોચ્ચ સ્તરે આવેલી ખાલી સ્થિતિ. હોલ ઇલેક્ટ્રૉનના સમુદ્રમાં ઘન કણ તરીકે વર્તે છે, જે અવસ્થામાં ઇલેક્ટ્રૉન રહેલા હોય ત્યાંથી તે રિક્ત સ્થિતિ (હોલ) તરફ જાય છે. આ રીતે સહસંયોજક (covalent) બંધમાંથી છૂટો પડી જાય છે. આવો ઇલેક્ટ્રૉન મુક્ત…

વધુ વાંચો >

હોલ-અસર

હોલ-અસર : ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતપ્રવાહ-ધારિત વાહકને રાખતાં મળતી અસર. વિદ્યુતધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતપ્રવાહ એકબીજાને કાટખૂણે રહે ત્યારે આ બંનેને કાટખૂણે વિદ્યુતક્ષેત્ર પેદા થવાની ઘટના. આ રીતે પેદા થતું વિદ્યુતક્ષેત્ર(EH) ને પ્રવાહ-ઘનતા (j) અને ચુંબકીય ફ્લક્સ-ઘનતા(B)નો સદિશ ગુણાકાર નીચે પ્રમાણે આપી…

વધુ વાંચો >