સ્વીડિશ સાહિત્ય
આટરબોમ, પેઅર ડાનિયલ આમાડેઅસ
આટરબોમ, પેઅર ડાનિયલ આમાડેઅસ (જ. 19 જાન્યુઆરી 1790, ઑસ્બૉર્ન, સ્વિડન; અ. 21 જુલાઈ 1855, સ્ટોકહોમ, સ્વિડન) : સ્વિડિશ કવિ અને વિવેચક. અપ્સાલ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું અને ત્યાં જ 1835માં પ્રાધ્યાપક થયા. સ્વિડનના સ્વચ્છંદતા આંદોલનમાં આગેવાની લીધેલી. સ્વૈરવિહારી સાહિત્યમંડળના સામયિકમાં સંખ્યાબંધ કાવ્યો અને લેખો તેમણે લખેલાં. કાવ્ય વિશેના તેમના વિચારોમાં શેલિંગની…
વધુ વાંચો >એન્ક્વિસ્ટ, પર-ઓલોવ
એન્ક્વિસ્ટ, પર-ઓલોવ (જ. 23 સપ્ટેમ્બર 1934, હ્યોગ્બોલે, સ્વીડન; અ.25 એપ્રિલ 2020, સ્વીડન) : વીસમી સદીના સાતમા દાયકાના સ્વીડિશ સાહિત્યકાર અને સમાજવિવેચક. એન્ક્વિસ્ટની પ્રારંભિક નવલકથાઓ ‘ક્રિસ્ટલોગર – ધ ક્રિસ્ટલ આઇ’ (1961) અને ‘ફાર્ધ્વાગેન – ધ રૂટ ટ્રાવેલ્ડ’ (1963) લેખકની બલિષ્ઠ કથનશૈલીનો પરિચય કરાવે છે. સાતમા દાયકાનું રાજકીય વાતાવરણ બદલાતાં એન્ક્વિસ્ટ ઉદારમતવાદીમાંથી…
વધુ વાંચો >કાર્લફેત, એરિક એક્સેલ
કાર્લફેત, એરિક એક્સેલ (જ. 20 જુલાઈ 1864, ફોકર્ના; અ. 8 એપ્રિલ 1931, સ્ટૉકહોમ) : સ્વીડિશ કવિ. 1918માં તેમણે સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકનો અસ્વીકાર કરેલો. 1931માં આ પારિતોષિક તેમને મરણોત્તર મળેલું. પ્રાદેશિક, પરંપરાગત રચનાઓ દ્વારા તે ખૂબ જાણીતા બન્યા હતા. કાર્લફેતના સમગ્ર જીવન પર પોતાના ગ્રામીણ વતનના ખેડૂત-સમાજની સંસ્કૃતિની ખૂબ જ…
વધુ વાંચો >માર્ટિસન, હૅરી (ઍડમન્ડ)
માર્ટિસન, હૅરી (ઍડમન્ડ) (જ. 1904, જાસૉગ, સ્વીડન; અ. 1978) : સ્વીડિશ કવિ અને નવલકથાકાર. એક નાના પરગણામાં અનાથ બાળક તરીકે તેઓ ભારે હાડમારી અને સંતાપ વચ્ચે ઊછર્યા. 1919માં તે દરિયાઈ જહાજોમાં ઇંધન પૂરનારા તરીકે કામે જોડાયા અને વિશ્વભરની સફર ખેડી; તે પછી કવિ તરીકે તેમનું નામ ખ્યાતિ પામ્યું. તેમની આત્મકથાત્મક…
વધુ વાંચો >લાગરલોફ સેલ્મા (ઑટ્ટિલિયા લૉવિસા)
લાગરલોફ, સેલ્મા (ઑટ્ટિલિયા લૉવિસા) (જ. 20 નવેમ્બર 1858, ઑસ્ટ્રા ઍમ્ટરવિક, વૉર્મલૅન્ડ, મૉર્બાકા, સ્વીડન; અ. 16 માર્ચ 1940, મૉર્બાકા) : સ્વીડિશ નવલકથાકાર. સ્વીડિશ સાહિત્યની તત્કાલીન જીવતીજાગતી દંતકથા અને પેઢી દર પેઢીની ‘સાગા’(saga)નું સ્વરૂપ બની ગયેલ અને સાહિત્ય માટેનું 1909ના વર્ષનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર સ્વીડનની પ્રથમ સન્નારી. જગતની તમામ લેખિકાઓમાં આ…
વધુ વાંચો >લુંડક્વિસ્ત આર્તુર
લુંડક્વિસ્ત આર્તુર (જ. 3 માર્ચ 1906, ઑદર્લુંગા, સ્વીડન; અ. 1991) : સ્વીડિશ કવિ, નવલકથાકાર અને વિવેચક. વીસમી સદીના ત્રીજા દશકના ફેમ ઊંગા – પાંચ યુવાનોની ટોળીમાંના એક એવા આર્તુરે પ્રાણવાદી (vitalist) ચળવળની અગ્રિમ હરોળના નેતા તરીકે મહત્વનો ભાગ ભજવ્યો હતો. માણસની ભાવાવેશતા તથા સાહજિકતા જેવી જન્મજાત વૃત્તિઓને આદર્શ તરીકે સ્થાપીને…
વધુ વાંચો >લેજરવિસ્ત પાર
લેજરવિસ્ત, પાર (જ. 23 મે 1891, વાક્સો, સ્વીડન; અ. 11 જુલાઈ 1974, સ્ટૉકહોમ) : સ્કૅન્ડિનેવિયાના લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર, નાટ્યકાર અને કવિ. 1951માં સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. પિતા રેલવેમાં નોકરી કરતા હતા. સ્વીડનમાં પોતાની ઊર્મિ કવિતાથી અત્યંત પ્રસિદ્ધિ-પાત્ર લેજરવિસ્તને તેમના જમાનામાં દેશના કોઈ પણ અન્ય સાહિત્યકાર કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ખ્યાતિ મળેલી.…
વધુ વાંચો >સ્ટિફન આલ્બર્ટ
સ્ટિફન આલ્બર્ટ (જ. 1884; અ. 1963) : સ્વિટ્ઝર્લૅન્ડના નવલકથાકાર અને નાટ્યકાર. સ્વિસ ભાષાના ગણનાપાત્ર સાહિત્યકાર. સ્ટિફનની પ્રારંભિક કાળની કૃતિઓમાં આધુનિક યંત્રવિદ્યા-આધારિત સંસ્કૃતિનાં ભયંકર પરિણામો સામે લાલબત્તી ધરતો સંદેશ પ્રગટ થાય છે. માનવ-સંબંધોમાં દેખાતી વિકૃતિઓનું વિશ્લેષણ તે કૃતિઓમાં છે. 1907માં સ્ટિફન ઍન્થ્રોપોસૉફિકલ સોસાયટીના સભ્ય બન્યા અને એ તત્ત્વચિંતન પ્રગટ કરતી અનેક…
વધુ વાંચો >સ્ટ્રિન્ડબર્ગ (જોહાન) ઑગસ્ટ
સ્ટ્રિન્ડબર્ગ (જોહાન) ઑગસ્ટ (જ. 22 જાન્યુઆરી 1849, સ્ટૉકહોમ; અ. 14 મે 1912, સ્ટૉકહોમ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વીડિશ નાટ્યકાર, નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. પિતા કાર્લ ઑસ્કાર સ્ટ્રિન્ડબર્ગ સ્ટીમર એજન્ટ અને માતા લગ્ન પહેલાં હોટલમાં વેઇટ્રેસ. આ વાતનો ઉલ્લેખ તેમણે મહત્વની ઘટના તરીકે પોતાની આત્મકથા ‘સન ઑવ્ અ સર્વન્ટ’(1913)માં નોંધી છે. સ્ટ્રિન્ડબર્ગ (જોહાન)…
વધુ વાંચો >સ્પિટલર કાર્લ ફ્રેડરિક જ્યૉર્જ
સ્પિટલર, કાર્લ ફ્રેડરિક જ્યૉર્જ (જ. 24 એપ્રિલ 1845, બેસલ પાસે, લીસ્તાવ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 29 ડિસેમ્બર 1924, લુઝર્ન) : સ્વિસ કવિ, સ્વપ્નદ્રષ્ટા, નિરાશાવાદી છતાંય પ્રેમ-સાહસની વીરરસની ઉદાત્ત ભાષાના સર્જક. 1919ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. 1849માં કુટુંબ બર્નમાં રહેવા ગયેલું. પિતાની નિમણૂક નવા સ્વિસના કોષાધ્યક્ષ તરીકે થયેલી. જોકે સ્પિટલર બેસલમાં પોતાની…
વધુ વાંચો >