સ્થાપત્યકલા
આમલક, આમલશિલા
આમલક, આમલશિલા : ભારતીય મંદિરના શિખર કે સ્તંભની ઉપર મૂકવામાં આવતો ગોળાકાર પથ્થર. આમલક (આમળા) ફળના આકાર સાથેના સામ્યને કારણે તેને આમલક કહે છે. શિખરની ઉપર શીર્ષ કે કળશ તરીકે તેની સ્થાપના થાય છે. તે સામાન્ય રીતે ધ્વજસ્તંભના આધારરૂપ હોય છે. આમલકની અગત્ય દર્શન અને બાંધકામની દૃષ્ટિએ ઘણી હતી. જુદી…
વધુ વાંચો >આમેરનો કિલ્લો
આમેરનો કિલ્લો : કછવાહોની રાજધાનીનું નગર. એ જયપુરની પાસે પહાડોથી વીંટળાયેલી ખીણમાં આવેલું છે. એના કિલ્લાની દીવાલો આ પહાડો પર બાંધીને આખા નગરને સુરક્ષિત કરેલું છે, જેમાં કછવાહોના રાજમહેલો આવેલા છે. આમેરની વસાહત આશરે દશમી શતાબ્દી જેટલી પ્રાચીન હોવા છતાં ત્યાંના રાજમહેલો પ્રમાણમાં નવા છે. રાજા માનસિંહ (1592-1615) અને રાજા…
વધુ વાંચો >આયોનિક
આયોનિક : પાશ્ચાત્ય દેશોના શાસ્ત્રીય સ્થાપત્યમાં સ્તંભના વિવિધ પ્રકારોમાંનો એક. આ પ્રકારના સ્તંભનો ઉપયોગ એશિયા માઇનોરમાં લગભગ ઈસુ પૂર્વેની છઠ્ઠી સદીમાં પ્રચલિત થયો. બીજા પ્રકારના સ્તંભો ડૉરિક, કૉરિન્થિયન, ટસ્કન સહિત વિટ્રુવિયસે વર્ણવ્યા છે. ઈ. સ. 1540 માં સર્લીઓએ એક પુસ્તક લખીને આ સ્તંભોનાં રચના અને પ્રમાણ વિશે વિસ્તૃત માહિતી સ્થપતિઓ…
વધુ વાંચો >આર્કિગ્રામ
આર્કિગ્રામ (1961) : સ્થાપત્યની નૂતન વિચારસરણી ધરાવતું યુવાન બ્રિટિશ સ્થપતિઓનું એક જૂથ. 1961માં બ્રિટનની સ્થાપત્યશાળાઓના વિદ્યાર્થીઓ અને વ્યાખ્યાતાઓના વિચારમંથનમાંથી એક જ વિચારસરણી ધરાવતા ‘આર્કિગ્રામ’ નામના જૂથનો જન્મ થયેલો. તે વિચારસરણીનો પહેલો ગ્રંથ આર્કિટેકચરલ ટેલિગ્રામ તરીકે પ્રકાશિત થયેલો (1961), તેના પરથી આર્કિગ્રામ નામ પ્રચલિત થયેલું. આ યુવાનોનાં જૂથો રીજન્ટ સ્ટ્રીટ પૉલિટૅકનિક,…
વધુ વાંચો >આર્ચ
આર્ચ : જુઓ કમાન; તોરણ
વધુ વાંચો >આર્ટ નૂવો
આર્ટ નૂવો (Art Nouveau) : નૂતન કલાશૈલી એવો અર્થ આપતી ફ્રેન્ચ સંજ્ઞા. સ્થાપત્ય, સુશોભન, ચિત્ર અને શિલ્પ એ બધી કલાઓમાં એક નવી સંમિશ્રિત શૈલીનો પ્રસાર 1890 પછી થયો. ચિત્રકારો અને શિલ્પીઓએ કુદરતનું અનુકરણ તજી દીધું, જૂની પદ્ધતિઓ અવગણવામાં આવી. 1861માં વિલિયમ મૉરિસે ઇંગ્લૅન્ડના હસ્તકલા-ઉદ્યોગમાં કાપડની ડિઝાઇનો અને પુસ્તકના સુશોભનમાં નવી શૈલી…
વધુ વાંચો >આર્યક સ્તંભો
આર્યક સ્તંભો : સ્તૂપની વર્તુલાકાર પીઠિકાની ચારે દિશાએ નિર્ગમિત ઊંચા મંચ કરીને દરેક મંચ ઉપર પાંચ પાંચ સ્તંભો મૂકવામાં આવતા. આ સ્તંભોને આયક કે આર્યક સ્તંભો કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના સ્તૂપોની આ એક વિશેષતા છે. અમરાવતી અને નાગાર્જુનકોંડાના સ્તૂપમાં આ પ્રકારના આર્યક સ્તંભો આવેલા હતા. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >આલ્ટો, અલ્વર
આલ્ટો, અલ્વર (જ. 3 ફેબ્રુઆરી 1898 કુઓર્ટેન, ફિનલૅન્ડ; અ. 11 મે 1976 હેલસિન્કી, ફિનલૅન્ડ) : ફિનિશ સ્થપતિ. આખું નામ હ્યુગો અલ્વર હેન્રિક આલ્ટો. વીસમી સદીનો અગ્રણી સ્થપતિ ગણાય છે. તેણે કેવળ પોતાના દેશ ફિનલૅન્ડમાં જ નહિ, પરંતુ દુનિયાભરમાં આધુનિક સ્થાપત્ય વિશે નવીન વિચારધારા સર્જી અને તેનો વિનિયોગ તેણે સ્થાપત્ય, નગર-યોજના…
વધુ વાંચો >આસામનાં વાંસનાં ઘરો
આસામનાં વાંસનાં ઘરો : આસામમાં અનોખી શૈલીથી બનાવેલાં વાંસનાં ઘરો. ભારતના પૂર્વમાંના હિમાલય પર વાંસનાં જંગલો વિસ્તૃત છે. આને લઈને આસામના પ્રદેશમાં વાંસ લોકોને માટે એક અત્યંત સહેલાઈથી મળતો ઇમારતી માલસામાન છે. વાંસનો ઉપયોગ જીવન-જરૂરિયાતની લગભગ બધી જ જગ્યાએ અત્યંત કાબેલિયત સાથે લોકો કરે છે. વાંસનાં ઘરોની બાંધણી પણ અત્યંત…
વધુ વાંચો >