સૂર્યકાન્ત વૈષ્ણવ
કેંચી
કેંચી (truss) : બાંધકામમાં આધાર માટે મુકાતું ચોકઠું. ઇમારતો, પુલો, રેલવે પ્લૅટફૉર્મ, ઔદ્યોગિક એકમોના વર્કશૉપ, સાઇકલ, બસ તથા મોટરોનાં સ્ટૅન્ડ વગેરે અનેક સ્થળોએ કેંચીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. છાપરું તથા અન્ય ભારને સહીસલામત રીતે ટેકવી રાખવાનું કામ તે કરે છે. કેંચીનો ઉપયોગ ભાર વહન કરવાનો છે. લાકડાં, કૉંક્રીટ કે…
વધુ વાંચો >કૉંક્રીટ (Concrete)
કૉંક્રીટ (Concrete) સિમેન્ટ, કપચી (મોટા કંકર, coarse aggrecgate અથવા gravel), રેતી (નાના કંકર, fine aggreate) અને પાણીનું મિશ્રણ કરવાથી મળતો બાંધકામ માટે ઉપયોગી પદાર્થ. તેને સાદો (plain) કૉંક્રીટ કહે છે. ‘કાક્રીટ’ શબ્દ લૅટિન શબ્દ ‘concretus’ (= to grow together) પરથી ઉદભવ્યો છે. કૉંક્રીટમાં પ્રત્યેક ઘટકનું વિશિષ્ટ મહત્વ હોય છે. સખત…
વધુ વાંચો >ખોસલા, એ. (અયોધ્યાનાથ) એન.
ખોસલા, એ. (અયોધ્યાનાથ) એન. (જ. 11 ડિસેમ્બર 1892, દિલ્હી; અ. 29 મે 1984) : ભારતના ઉચ્ચ કોટિના સિવિલ એન્જિનિયર. સિંચાઈ ઇજનેરીના તેઓ પ્રખર તજ્જ્ઞ હતા. તેમણે ખોસલા થિયરી તરીકે ઓળખાતા સિંચાઈ ઇજનેરીના સિદ્ધાંત માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવેલી. મહાવિદ્યાલયનો શરૂઆતનો અભ્યાસ તેમણે લાહોરના ડી.એ.વી. મહાવિદ્યાલયમાં તથા ઇજનેરી વિદ્યાનો ઉચ્ચ અભ્યાસ રુરકીની…
વધુ વાંચો >ગગનચુંબી મકાનો
ગગનચુંબી મકાનો : આકાશને જાણે અડતી હોય તેવો ભાસ કરાવતી ખૂબ ઊંચી બહુમાળી ઇમારતો. આજકાલના ઔદ્યોગિકીકરણના યુગમાં વિકસિત અને વિકાસ પામતા દેશોમાં રહેઠાણની સમસ્યા હલ કરવાના હેતુથી અને ઓછી જમીનની ઉપલબ્ધિમાં ઔદ્યોગિક ગૃહોનાં વ્યાપારી સંકુલોની જરૂરિયાતો સંતોષવા માટે પાંચ કરતાં વધુ મજલાવાળાં બહુમાળી મકાનો અસ્તિત્વમાં આવ્યાં છે, જેમને કેટલાક ગગનચુંબી…
વધુ વાંચો >ધારક દીવાલ
ધારક દીવાલ : બોજ વહન કરતી દીવાલ. માલસામાન, યંત્રસામગ્રી, છાપરું કે સ્લૅબ, બીમ, લાદી તેમજ અન્ય નિર્જીવ કે જીવંત બોજને પોતાના ઉપર ધારણ કરીને મકાનના પાયા દ્વારા તેને જમીન ઉપર પહોંચાડવાનું કાર્ય ધારક દીવાલ કરે છે. જે દીવાલને પોતાના વજન સિવાયનો અન્ય મહત્વનો બોજ ધારણ કરવાનો નથી હોતો તેવી દીવાલને…
વધુ વાંચો >બ્લૂપ્રિન્ટ
બ્લૂપ્રિન્ટ : મકાન કે અન્ય બાંધકામ માટેના તૈયાર કરેલ મૂળ નકશાની નકલ (copy). જેમ ફોટોગ્રાફર કોઈ વસ્તુ/વ્યક્તિનો ફોટો પાડી તેની નૅગેટિવ પરથી ચિત્ર તૈયાર કરે તેવી રીતે મૂળ નકશા પર ફોટોગ્રાફિક (પ્રકાશીય) અસરથી બ્લૂપ્રિન્ટ તૈયાર કરાય. સ્થપતિઓ, ઇજનેરો અને ડિઝાઇનરો પોતે તૈયાર કરેલ મૂળ નકશા પ્રમાણે કામ કરાવવા સંબંધિત કાર્યકર્તાઓને…
વધુ વાંચો >ભૂકંપ-રક્ષિત બાંધકામ
ભૂકંપ-રક્ષિત બાંધકામ : ભૂકંપની વિનાશક અસર સામે સક્ષમ રક્ષણ મળે તેવું અણનમ બાંધકામ. ભૂકંપથી જમીન કંપન અનુભવે છે અને મકાન, મહાલયો તેમજ અન્ય બાંધકામ ઉપર ઝાટકાઓ લાગે છે. નબળાં બાંધકામ જમીનદોસ્ત થાય છે અને જાનમાલને હાનિ પહોંચે છે. ભૂકંપની હાનિકારક અસરનો સામનો કરવા ભૂકંપ-રક્ષિત બાંધકામ જરૂરી બને છે. આ પ્રકારનું…
વધુ વાંચો >