સૂર્યકાંત શાહ

વાહક (પરિવહન)

વાહક (પરિવહન) : ખુદ જાતે વહીને એની સાથેના પદાર્થોનું વહન કરે એવું માનવસર્જિત સાધન. વાહક પરિવહન પદ્ધતિ(transportation system)નું એક અંગ છે. વાહક માનવસર્જિત હોવું જોઈએ. ચક્રવાતમાં ફસાયેલ પદાર્થોનું વહન થાય છે, પરંતુ ચક્રવાત માનવસર્જિત નથી, તેથી ચક્રવાત વાહક નથી. નલિકાઓ પદાર્થોનું વહન કરે છે, પરંતુ ખુદ વહન થતી નથી તેથી…

વધુ વાંચો >

વૅરહાઉસ વૉરન્ટ (ગોદામ-સમર્થનપત્ર)

વૅરહાઉસ વૉરન્ટ (ગોદામ–સમર્થનપત્ર) : જાહેર ગોદામમાં માલ અનામત રાખવા માટે સોંપ્યો છે તેનું સમર્થન કરતો ગોદામ-અધિકારીએ આપેલો પત્ર. વિદેશથી આયાત કરેલો માલ જહાજમાંથી ઉતાર્યા પછી બંદરની અંદર અથવા બંદરની નજીકમાં જાહેર ગોદામમાં સંગૃહીત કરવામાં આવે છે. આ માલ વેચાય અથવા ઉપયોગમાં લેવાય ત્યાં સુધી ગોદામમાં રાખવામાં આવે છે. તેવી રીતે…

વધુ વાંચો >