સૂક્ષ્મજીવશાસ્ત્ર

અગર (રસાયણ)

અગર (રસાયણ) : જુઓ, અગાર.

વધુ વાંચો >

અગાર (અગર-અગર, agar  agar)

અગાર (અગર-અગર, agar – agar) : કુદરતમાં મળતું એક કાર્બોહાઇડ્રેટ વ્યુત્પન્ન (derivative) [D-ગેલૅક્ટોઝ β–(1 → 4), 3–6–એન્હાઇડ્રો–L–ગેલૅક્ટોઝ α–(1 → 3), + સલ્ફેટ ઍસિડ એસ્ટર સમૂહો]. તે આર્થિક રીતે અગત્યનાં ત્રણ પૉલિસૅકેરાઇડ પૈકીનું એક છે. અન્ય બે એલ્જિનેટ (alginate) અને કેરાજીનન (carrageenan) છે. જાપાન, રશિયા, અમેરિકા, ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં સમુદ્રનાં છીછરાં…

વધુ વાંચો >

અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ

અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ શ્વસન : પ્રકાશશક્તિને શોષીને રાસાયણિક બંધ ઊર્જા-ATP ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહેવામાં આવે છે. પ્રકાશસંશ્લેષણ બે પ્રકારના જોવા મળે છે : (1) જારકજન્ય, (2) અજારકજન્ય. જારકજન્ય પ્રકાશસંશ્લેષણ વનસ્પતિ અને સાયનોજીવાણુમાં જોવા મળે છે જ્યારે અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ હરિતજીવાણુ, જાંબલી જીવાણુ અને હેલીઓબૅક્ટેરિયા(Heliobacteria)માં જોવા મળે છે. અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ કરતા જીવાણુઓમાં…

વધુ વાંચો >

અજારક શ્વસન

અજારક શ્વસન : હવાની હાજરીમાં વૃદ્ધિ પામતા જીવાણુઓને જારક અથવા વાયુજીવી કહેવામાં આવે છે. હવાની ગેરહાજરીમાં વૃદ્ધિ પામતા જીવાણુઓને અજારક અથવા અવાયુજીવી કહેવામાં આવે છે. અમુક જીવાણુઓ વિકલ્પી તરીકે એટલે કે O2 હાજરી અથવા ગેરહાજરીમાં જીવે છે. O2 હાજરીમાં જીવતા જીવાણુઓ જારક શ્વસન કરે છે અને O2ની ગેરહાજરીમાં જીવતા જીવાણુઓ…

વધુ વાંચો >

અજીવજનન

અજીવજનન (abiogenesis) : નિર્જીવ પદાર્થમાંથી સજીવની ઉત્પત્તિ સૂચવતી માન્યતા. જીવની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ તે જીવવિજ્ઞાનનો રહસ્યમય કોયડો છે. વૈજ્ઞાનિક કે આધ્યાત્મિક માર્ગ પર ચૈતન્યના પ્રારંભિક ઊગમનો સીધો પુરાવો ઉપલબ્ધ નથી. એટલે તેને અંગે વિવિધ અટકળો બધી પ્રજાઓએ કરેલી છે. ઍરિસ્ટોટલે નાઇલ નદીના પટમાં ચિયાની જાત, દેડકાં, માછલીઓ…

વધુ વાંચો >

અણુજીવવિજ્ઞાન (molecular biology)

અણુજીવવિજ્ઞાન (molecular biology) : આણ્વિક કક્ષાએ સજીવોના બંધારણાત્મક ઘટકો અને જૈવી ક્રિયાઓનો ખ્યાલ આપતું વિજ્ઞાન. સજીવોના શરીરમાં ડી.એન.એ(DNA)ના અણુઓ, ઉત્સેચકો અને કેટલાંક અન્ય જૈવિક રસાયણો તેમજ પર્યાવરણિક બળોને અધીન, કોષમાં સુમેળથી થતી પ્રક્રિયાઓને લીધે કોષની ક્ષમતા જળવાય છે. તેથી આણ્વિક કક્ષાએ થતી સજીવોની મૂલગત પ્રક્રિયાઓની માહિતી મેળવવા તરફ ભૌતિક અને…

વધુ વાંચો >

અતિસંવેદનશીલતા

અતિસંવેદનશીલતા (hypersensitivity) : બાહ્ય પદાર્થ સામે રક્ષા માટેનો શરીરનો પ્રતિભાવ. તેને અતિપ્રતિગ્રાહ્યતા અથવા ઍલર્જી પણ કહે છે. સૂક્ષ્મ જીવો, પ્રોટીનયુક્ત ખોરાક, પરાગરજ વગેરે તરફ વ્યક્તિઓ અતિસંવેદનશીલ હોઈ શકે. આ પદાર્થો પ્રતિજન (antigen) અથવા ઍલર્જન તરીકે કાર્ય કરે છે. તેમના શરીરમાંના પ્રથમ પ્રવેશને સમયે શરીરમાંનું પ્રતિરક્ષાતંત્ર (immune system) કાર્યરત થાય છે.…

વધુ વાંચો >

અનુકૂલન (જીવવિજ્ઞાન)

અનુકૂલન (જીવવિજ્ઞાન) (adaptation) : વનસ્પતિ કે પ્રાણી પોતાના પર્યાવરણમાં વસવા કે ટકી રહેવાની ક્ષમતા પામે એવી પ્રક્રિયા. વારસાગત લક્ષણો નૈસર્ગિક પસંદગીની અસરોનો સમન્વય સાધે તે અનુકૂલન. દેખીતી રીતે સરખાં જણાતાં સજીવો પણ બંધારણ, કાર્યો, વિકરણ, રક્ષણ, ભક્ષણ, પ્રજનનની રીત અને વિકાસની બાબતોમાં વિભિન્ન અનુકૂલનો ધરાવે છે. અનુકૂલનમાં પોતાને અનુકૂળ પર્યાવરણમાં…

વધુ વાંચો >

અનુપૂરક સ્થાપન કસોટી

અનુપૂરક સ્થાપન કસોટી (complement fixation test) : દ્રવ્ય-પ્રતિદ્રવ્ય(antigen-antibody)ના સંયોજનમાં અનુપૂરકના સ્થાપનના સિદ્ધાંત પર આધારિત કસોટી, જે રક્તરસશાસ્ત્ર(serology)માં ઘણી ઉપયોગી છે. દ્રવ્ય કે પ્રતિદ્રવ્ય એકલાં સાથે અનુપૂરકો સ્થાપન કરી શકાતાં નથી. આ કસોટીમાં દ્રવ્ય, દરદીનું રક્તજલ (patient’s serum : પ્રતિદ્રવ્યના સ્રોત તરીકે) અને અનુપૂરકને ભેગાં કરી 370 સે. તાપમાને 30 મિનિટ…

વધુ વાંચો >

અનુરોપસંવર્ધન

અનુરોપસંવર્ધન (seed-culture) : શુદ્ધ, સક્રિય અને લાંબા સમય સુધી સ્થિર રહી શકે તેવા સૂક્ષ્મજીવોની નિયત સંખ્યા ધરાવતું સંવર્ધન. આથવણ-ઉદ્યોગોમાં અંત્ય નીપજનું ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. સંવર્ધનને પ્રથમ 500 મિલી. જેટલા વૃદ્ધિપોષક માધ્યમમાં અને ત્યારબાદ પાંચ લીટર જેટલા વૃદ્ધિપોષક માધ્યમમાં ઉછેરી અનુરોપન ટાંકીમાં લઈ જવામાં…

વધુ વાંચો >