સુરેશ શુક્લ
કિપ્લિંગ રડિયાર્ડ
કિપ્લિંગ, રડિયાર્ડ (જ. 30 ડિસેમ્બર 1865, મુંબઈ; અ. 18 જાન્યુઆરી 1936, લંડન) : 1907ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક વિજેતા અંગ્રેજ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર. પિતા જ્હૉન લોકવુડ કિપ્લિંગ તે સમયે મુંબઈ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના વડા હતા. રડિયાર્ડે ઉચ્ચ શિક્ષણ મેળવવા યુનાઇટેડ સર્વિસીઝ કૉલેજ, વેસ્ટવર્ડ હો ખાતે પ્રવેશ મેળવ્યો પણ પાછળથી…
વધુ વાંચો >કૅક્સ્ટન વિલિયમ
કૅક્સ્ટન, વિલિયમ (જ. આ. 1422, ટેન્ટરડન, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1491 લંડન) : પ્રથમ અંગ્રેજ મુદ્રક અને અગ્રણી વેપારી. અનુવાદક તથા પ્રકાશક તરીકે અંગ્રેજી સાહિત્ય પરત્વે તેમનું ગણનાપાત્ર પ્રદાન રહ્યું છે. 1463માં ‘ગવર્નર ઑવ્ ધ ઇંગ્લિશ નેશન ઑવ્ મર્ચન્ટ ઍડ્વેન્ચરર્સ’ બન્યા. 1470માં એ પદ છોડી બર્ગન્ડીનાં ડચેસ માર્ગારેટના નાણાકીય સલાહકારનો હોદ્દો…
વધુ વાંચો >ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ (1866)
ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ (1866) : રશિયન લેખક ફિયોદોર દૉસ્તૉયેવ્સ્કીની મહાનવલ. એમાં સંવેદનશીલ યુવાનના ગુનાઇત માનસનું ચિત્રણ કર્યું છે. વિદ્યાર્થી રોડિયોન રાસ્કોલનિકોવ શારીરિક, માનસિક તથા આર્થિક રીતે ત્રસ્ત છે. તે આવેગમાં આવી નાણાં ધીરનાર વૃદ્ધાની અને તેની બહેનની કરપીણ હત્યા કરી બેસે છે. પોલીસ થાણાનું પહેલું તેડું તો મકાનમાલિકણનો ભાડાનો હિસાબ…
વધુ વાંચો >