સુધીર કે. દવે

ઇન્ડસ્ટ્રિયલ ટોક્સિકોલૉજિકલ સેન્ટર

ઇન્ડસ્ટ્રિયલ ટોક્સિકોલૉજિકલ સેન્ટર : રાસાયણિક પ્રદૂષણની સ્વાસ્થ્ય ઉપરની અસર અટકાવવાનું તેમજ તેની સારવારનું કેન્દ્ર. સંશોધન માટે ભારત સરકારની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદે નવેમ્બર 1965માં તેની સ્થાપના કરી હતી. તેના મુખ્ય હેતુઓ અને ઉદ્દેશો આ પ્રમાણે છે : (1) વ્યવસ્થિત આરોગ્ય સર્વેક્ષણ દ્વારા, ઉદ્યોગો અને ખેતરોમાં કામ કરતા કામદારોના આરોગ્યને…

વધુ વાંચો >

ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચ (ICMR)

ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચ (ICMR) : તબીબી સંશોધન અંગેની સંસ્થા. સમગ્ર દેશમાં ચાલતાં તબીબી ક્ષેત્રનાં, આરોગ્યક્ષેત્રનાં તથા તે સંબંધી અન્ય જીવવિજ્ઞાનનાં સંશોધનો માટે પ્રબંધ કરતી, તેમને આગળ ધપાવતી તથા તેમાં એકસૂત્રતા લાવનારી ટોચની સ્વાયત્ત સંસ્થા. તેનું વડું મથક અન્સારીનગર, નવી દિલ્હી ખાતે છે. હાલ ચેપી રોગો, ફલિતતા-નિયમન (fertility control),…

વધુ વાંચો >

ઍસ્બેસ્ટૉસતંતુતા

ઍસ્બેસ્ટૉસતંતુતા (asbestosis) : ઍસ્બેસ્ટૉસના તાંતણાથી થતો શ્વસનતંત્રનો રોગ. ઍસ્બેસટૉસ તંતુમય ખનિજ પદાર્થ છે અને તે કૅનેડા, રશિયા અને દક્ષિણ આફ્રિકામાં મોટા પ્રમાણમાં મળી આવે છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાં તેની ખાણો આવેલી છે, પરંતુ ત્યાં તેનું ઘણું ઓછું ઉત્પાદન થાય છે. હાઇડ્રેટેડ કૅલ્શિયમ-મૅગ્નેશિયમ સિલિકેટ સહિતના છ પ્રકારના તંતુમય સિલિકેટને ઍસ્બેસ્ટૉસના…

વધુ વાંચો >