સુધા ભટ્ટ

પરીખ, મનુભાઈ જેઠાલાલ

પરીખ, મનુભાઈ જેઠાલાલ (જ. 1 જાન્યુઆરી, 1944, બાંધણી, જિલ્લો ખેડા, ગુજરાત; અ. 9 મે, 2020, અમદાવાદ) : અતિ આધુનિક ચિત્રાંકનોને વરેલા, વૈભવી ઘાટા-ઘેરા રંગોમાં મહાલતા, માનીતા કલાગુરુ. વિદ્યાર્થીવિશ્વમાં સદૈવ વંદ્ય રહેલા કલાક્ષેત્રના ગરવા ગુરુ મનુભાઈ પરીખે વતન બાંધણી ગામે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. દાદા અમૃતલાલ અને પિતા જેઠાલાલના સાહિત્ય અને…

વધુ વાંચો >

બાલાસુબ્રમણ્યમ્, એસ. પી.

બાલાસુબ્રમણ્યમ્, એસ. પી. (જ. 4 જૂન 1946 નેલ્લોર, આંધ્રપ્રદેશ અ. 25 સપ્ટેમ્બર 2020 ચેન્નાઈ) : વિખ્યાત ગાયક, સંગીતકાર, અભિનેતા અને ફિલ્મનિર્માતા. એસ. પી. બી. કે પછી બાલુ જેવા લાડનામે ઓળખાતા ભારતીય પ્લેબેક સિંગરનું મૂળ નામ શ્રીપતિ પંડિત આરાધ્યુલા બાલાસુબ્રમણ્યમ્. તેઓ આંધ્રપ્રદેશના ‘વીરાશિવા લિંગાયત’ પરિવારમાં જન્મ્યા હતા. માતા સકુંથલામ્મા અને પિતા…

વધુ વાંચો >

ભાઈ હરજિંદર સિંહજી

ભાઈ હરજિંદર સિંહજી (જ. 1 એપ્રિલ 1958, બલ્લારહ વાલ, પંજાબ) : શીખ કીર્તન પરંપરાની ગુરબાનીના વાહક. વતનની સરકારી શાળામાંથી મૅટ્રિક થયા પછી તેમણે અમૃતસરની ગુરમત સંગીત કૉલેજમાંથી તાલીમ પ્રાપ્ત કરી. ત્યારબાદ ગુરમત સાહિત્ય અને રાગ સંયોજન પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું અને નિષ્કામ કીર્તનને માટે સ્વયંને સમર્પિત કરી દીધા. ત્યારબાદના…

વધુ વાંચો >

મઝુમદાર, રોનુ (પં.)

મઝુમદાર, રોનુ (પં.)  (જ. 22 જૂન 1963, બનારસ) :  બાંસુરીવાદક. પં. રોનુ મઝુમદાર યુવા કલાકાર વર્ગના પ્રિય કલાકાર છે, તેમજ આબાલવૃદ્ધ સંગીતરસિયાઓના પણ ખાસ કલાકાર છે. એમની લોકપ્રિયતાનું કારણ રોનુજીનો સંગીતપ્રેમ, ચીવટ અને પ્રસ્તુતિની પદ્ધતિ છે.  ભારતીય પ્રાચીન વાદ્ય વાંસળીને વૈશ્વિક સ્તરે મૂકી આપનાર આ સંનિષ્ઠ કલાકારે બાળવયથી જ પિતાશ્રી…

વધુ વાંચો >

મઝુમદાર, પં. તેજેન્દ્ર નારાયણ

મઝુમદાર, પં. તેજેન્દ્ર નારાયણ (જ. 17 મે 1961, કૉલકાતા) : જાણીતા સરોદવાદક. તેજેન્દ્ર નારાયણ મઝુમદારને ગળથૂથીમાંથી જ સંગીત અને સાહિત્ય વારસામાં મળ્યાં હતાં. પરિવારમાં સંગીતનું વાતાવરણ અને દાદાશ્રી બિભૂતિ રંજન મઝુમદાર સંગીતના અભ્યાસુ. તેમના પિતાશ્રી રંજન મઝુમદાર સિતારવાદક હોવાથી ઘરમાં તંતુવાદ્યમાંથી આવર્તનો નીસરતાં. પુત્ર તેજેન્દ્રને તેમણે તારવાદ્ય સરોદની તાલીમ લેવા…

વધુ વાંચો >

શાંતા ધનંજયન

શાંતા ધનંજયન (જ. 12 ઑગસ્ટ 1943, મલેશિયા) : જાણીતાં નૃત્યાંગના. નૃત્યકલા સૌંદર્યને નિખારતું કલાકાર દંપતી. ‘શાંતા અક્કા’ દીદી નામે લોકપ્રિય થયેલાં. મલિયાળી નાયર પરિવારની આ સુપુત્રીને ત્રણ વર્ષની ઉંમરથી જ નૃત્યની લગની લાગી હતી. પિતા એ. રાઘવ મેનન અને માતા કલ્યાણીએ દીકરીમાં રહેલું હીર પિછાણ્યું અને તેને આઠમે વર્ષે મદ્રાસ(ચેન્નાઈ)ની…

વધુ વાંચો >

સુબ્રમણ્યમ્ લક્ષ્મીનારાયણ (ડૉ.)

સુબ્રમણ્યમ્ લક્ષ્મીનારાયણ (ડૉ.) (જ. 23 જુલાઈ 1947, મદ્રાસ (ચેન્નાઈ) : વૈશ્વિક વાદ્ય વાયોલિનના સરતાજ. પિતા લક્ષ્મીનારાયણ અય્યર. માતા સીતા લક્ષ્મી સુબ્રમણ્યમ્ પાંચ વર્ષની બાળવયથી જ સંગીતને એક વિષય તરીકે રાખીને જાફના(શ્રીલંકા)માં રહ્યાં હતાં. પિતા ગુરુએ એમને નાનપણથી જ વાયોલિનની તાલીમ આપવી શરૂ કરી હતી. પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના આ વાદ્યને કર્ણાટકી…

વધુ વાંચો >