સુધા ભટ્ટ

ઉધાસ, પંકજ કેશુભાઈ

ઉધાસ, પંકજ કેશુભાઈ (જ. 17 મે 1951, જેતપુર, સૌરાષ્ટ્ર; અ. 26 ફેબ્રુઆરી 2024, મુંબઈ) : સુગમસંગીત અને ગઝલગાયકીનો ગરવો સ્વર ધરાવનાર કલાકાર. ‘આંખ તણાં મોતી સિતારા બની જાય….’ ‘એક અનેરી પ્રેમ વાતલડી’ અને ‘તમે યાદ આવ્યાં….’ જેવાં ગીત-ગઝલોને અમરત્વ બક્ષનાર પંકજ ઉધાસની લયબદ્ધ-સુરીલી ગાયકી પણ અમર. તળ ગુજરાતમાં સૌરાષ્ટ્રના જેતપુરના…

વધુ વાંચો >

ઉપાધ્યાય, પુરુષોત્તમ

ઉપાધ્યાય, પુરુષોત્તમ (જ. 15 ઑગસ્ટ 1934; અ. 11 ડિસેમ્બર 2024, મુંબઈ, મહારાષ્ટ્ર) : નેવું વર્ષની જિંદગીમાં એંશી વરસ માતૃભાષાના પ્રેમમાં રમમાણ રહીને હલકભેર ગાયનોત્તમ તરફ ઝોક ધરાવતા સૂર, તાલ, લય અને ઢાળના જ્ઞાતા પુરુષોત્તમ ઉપાધ્યાયે ગુજરાતની રસ-કસભરી ધરા ઉપર આખીય સંગીતરસધારાનાં અમીછાંટણાં કર્યાં. પુરુષોત્તમભાઈના કંઠમાં ગાન સામર્થ્ય એવું હતું કે…

વધુ વાંચો >

ગાયકવાડ મહારાજ રણજિતસિંહ પ્રતાપસિંહ

ગાયકવાડ મહારાજ રણજિતસિંહ પ્રતાપસિંહ (જ. મે 1938 ઉટાકામંડ (ઊંટી), મદ્રાસ; અ. 10 મે 2012, વડોદરા) : સંગીતજ્ઞ, ચિત્રકાર અને શિલ્પી. મહારાજા રણજિતસિંહજી રાજા થવા નહિ કલાકાર થવા સર્જાયેલા. ગાયકવાડી શાહી પરિવારના ફરજંદ મહારાજા રણજિતસિંહે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ પરિસરમાં આવેલી શાળામાં અભ્યાસ કર્યો હતો. બાળપણમાં દેશના વરિષ્ઠ કલાકાર રાજા રવિ વર્માનાં…

વધુ વાંચો >

જલોટા, અનુપ પુરુષોત્તમદાસ

જલોટા, અનુપ પુરુષોત્તમદાસ (જ. 29 જુલાઈ 1953, નૈનિતાલ) : ભક્તિગીતો અને ગઝલના પ્રસિદ્ધ ગાયક. ભારતીય ગીત-સંગીતના પવિત્ર ચરણોમાં પોતાના જીવનનું સર્વસ્વ અર્પણ કરનાર અનુપ જલોટા એક સક્ષમ અભિનેતા પણ છે, જેમણે ભજન અને ગઝલ ગાયકીના ક્ષેત્રે અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ‘ભજનસમ્રાટ’ના નામે લોકપ્રિય એવા અનુપનો જન્મ નૈતિતાલ ખાતે પંજાબી…

વધુ વાંચો >

ઝાકિરહુસેન

ઝાકિરહુસેન (જ. 9 માર્ચ 1951, મુંબઈ; અ. 15 ડિસેમ્બર 2024, સાનફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : વિખ્યાત તબલાવાદક તથા ભારતીય અને પાશ્ચાત્ય સંગીતના સ્વરકાર. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પંજાબ ઘરાનાના તબલાગુરુ ઉસ્તાદ અલ્લારખાખાન કુરેશીના જ્યેષ્ઠ પુત્ર અને શિષ્ય ઝાકિરહુસેને સાત વર્ષની ઉંમરથી જાહેર પ્રસ્તુતિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું; એટલું જ નહિ, બાર…

વધુ વાંચો >

પરીખ, જયંતભાઈ જેઠાલાલ

પરીખ, જયંતભાઈ જેઠાલાલ (જ. 2 એપ્રિલ 1940, બાંધણી, જિલ્લો ખેડા) : અતિઆધુનિક ચિત્રકળાના પ્રયોગશીલ અને લોકપ્રિય કળાકાર. વડોદરાસ્થિત ભારતીય આધુનિક – અતિઆધુનિક સમકાલીન કલાકાર – પેઇન્ટર, પ્રિન્ટમેકર અને મ્યુરાલિસ્ટ એવા જયંત પરીખનું પ્રાથમિક શિક્ષણ વતન બાંધણી ગામે થયું હતું. દાદા અમૃતલાલ અને પિતા જેઠાલાલના સાહિત્યપ્રેમ તથા હસ્તકલાપ્રેમને કારણે ઘરમાં તેમને…

વધુ વાંચો >

પરીખ, નટુભાઈ જેઠાલાલ

પરીખ, નટુભાઈ જેઠાલાલ (જ. 14 જાન્યુઆરી 1931, બાંધણી, જિલ્લો ખેડા; અ. 16 માર્ચ, 2024 અમદાવાદ) : આધુનિક કળાના લોકપ્રિય કલાકાર અને કળાગુરુ. દેશભરમાં ‘જળરંગોના જાદુગર’ તરીકે જાણીતા ગુજરાતના લાડીલા, અગ્રગણ્ય અને પીઢ-વરિષ્ઠ કલાકાર નટુભાઈ પરીખનું પ્રાથમિક શિક્ષણ વતન બાંધણી ગામે થયું હતું. દાદા અમૃતલાલ અને પિતા જેઠાલાલના સાહિત્યપ્રેમ તથા હસ્તકલાપ્રેમને…

વધુ વાંચો >

પરીખ, મનુભાઈ જેઠાલાલ

પરીખ, મનુભાઈ જેઠાલાલ (જ. 1 જાન્યુઆરી, 1944, બાંધણી, જિલ્લો ખેડા, ગુજરાત; અ. 9 મે, 2020, અમદાવાદ) : અતિ આધુનિક ચિત્રાંકનોને વરેલા, વૈભવી ઘાટા-ઘેરા રંગોમાં મહાલતા, માનીતા કલાગુરુ. વિદ્યાર્થીવિશ્વમાં સદૈવ વંદ્ય રહેલા કલાક્ષેત્રના ગરવા ગુરુ મનુભાઈ પરીખે વતન બાંધણી ગામે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. દાદા અમૃતલાલ અને પિતા જેઠાલાલના સાહિત્ય અને…

વધુ વાંચો >

બાલાસુબ્રમણ્યમ્, એસ. પી.

બાલાસુબ્રમણ્યમ્, એસ. પી. (જ. 4 જૂન 1946 નેલ્લોર, આંધ્રપ્રદેશ અ. 25 સપ્ટેમ્બર 2020 ચેન્નાઈ) : વિખ્યાત ગાયક, સંગીતકાર, અભિનેતા અને ફિલ્મનિર્માતા. એસ. પી. બી. કે પછી બાલુ જેવા લાડનામે ઓળખાતા ભારતીય પ્લેબેક સિંગરનું મૂળ નામ શ્રીપતિ પંડિત આરાધ્યુલા બાલાસુબ્રમણ્યમ્. તેઓ આંધ્રપ્રદેશના ‘વીરાશિવા લિંગાયત’ પરિવારમાં જન્મ્યા હતા. માતા સકુંથલામ્મા અને પિતા…

વધુ વાંચો >