સિવિલ ઇજનેરી
કમાન
કમાન (arch) : ઇમારત આદિ ઇજનેરી રચનાઓમાં ખુલ્લા ગાળાવાળી જગ્યા ઉપરની માલસામગ્રીના વજનને આધાર આપવા માટે કરવામાં આવતી યોજના. તેને લિંટલ પણ કહે છે. ઇજનેરી રચનાઓના વિકાસક્રમમાં તે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ફાચર જેવા આકારના ખુલ્લા ગાળાની જગ્યા તરફ ઘટતા જતા નિયત માપવાળા બ્લૉકને યાંત્રિકી રીતે અન્યોન્ય દબાવીને ગોઠવીને મૂકવાથી…
વધુ વાંચો >કલ્પસર-યોજના
કલ્પસર-યોજના : ગુજરાતનો ખંભાતના અખાતને ઘોઘા-હાંસોટ વચ્ચે આડબંધ બાંધી ખારા પાણીના પટને વિશાળ મીઠા પાણીના સરોવરમાં ફેરવવાનો આયોજિત કરેલો મહત્વાકાંક્ષી પ્રકલ્પ. કલ્પવૃક્ષ જેમ ઇચ્છિત ફળ આપનાર સ્વર્ગનું વૃક્ષ તેમ કલ્પસર એ ગુજરાતની જરૂરિયાતો અને ઇરાદાઓ પૂરાં પાડનાર અદભુત સરોવર. ગુજરાતની સરદાર સરોવર અને નર્મદા નહેર યોજનાના સફળ સંચાલન બાદ આ…
વધુ વાંચો >કવચ (shell) (ઇજનેરી)
કવચ (shell) (ઇજનેરી) : ત્રિજ્યા અને અન્ય માપની સરખામણીમાં ઓછી જાડાઈ ધરાવતી વક્ર સપાટી. વિશાળ ફરસ ઢાંકવા માટે સપાટ છત કરતાં બાંધકામ-સામગ્રીના કિફાયતી ઉપયોગ વડે કવચ-છત (shell roof) અથવા અવકાશી છત વધુ પસંદ કરાય છે. વક્ર અવકાશી છતના બાંધકામમાં સપાટ છત કરતાં 25 %થી 40 % ઓછી બાંધકામ-સામગ્રી વપરાય છે.…
વધુ વાંચો >કૉફરબંધ
કૉફરબંધ : બાંધકામના પાયાનું જમીન પરના કે ભૂગર્ભના પાણીથી રક્ષણ કરવા પાયાને ફરતી રચવામાં આવતી કામચલાઉ દીવાલ. તળાવ કે સરોવરના સ્થિર અગર નદી / દરિયાનાં વહેતાં પાણીમાં જ્યારે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવાનું હોય છે ત્યારે પાણીની હાજરી સમસ્યારૂપ બને છે. વહેતું પાણી તળિયાની માટીનું ધોવાણ (scouring) કરે છે અને…
વધુ વાંચો >કૉંક્રીટ (Concrete)
કૉંક્રીટ (Concrete) સિમેન્ટ, કપચી (મોટા કંકર, coarse aggrecgate અથવા gravel), રેતી (નાના કંકર, fine aggreate) અને પાણીનું મિશ્રણ કરવાથી મળતો બાંધકામ માટે ઉપયોગી પદાર્થ. તેને સાદો (plain) કૉંક્રીટ કહે છે. ‘કાક્રીટ’ શબ્દ લૅટિન શબ્દ ‘concretus’ (= to grow together) પરથી ઉદભવ્યો છે. કૉંક્રીટમાં પ્રત્યેક ઘટકનું વિશિષ્ટ મહત્વ હોય છે. સખત…
વધુ વાંચો >ખોસલા, એ. (અયોધ્યાનાથ) એન.
ખોસલા, એ. (અયોધ્યાનાથ) એન. (જ. 11 ડિસેમ્બર 1892, દિલ્હી; અ. 29 મે 1984) : ભારતના ઉચ્ચ કોટિના સિવિલ એન્જિનિયર. સિંચાઈ ઇજનેરીના તેઓ પ્રખર તજ્જ્ઞ હતા. તેમણે ખોસલા થિયરી તરીકે ઓળખાતા સિંચાઈ ઇજનેરીના સિદ્ધાંત માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવેલી. મહાવિદ્યાલયનો શરૂઆતનો અભ્યાસ તેમણે લાહોરના ડી.એ.વી. મહાવિદ્યાલયમાં તથા ઇજનેરી વિદ્યાનો ઉચ્ચ અભ્યાસ રુરકીની…
વધુ વાંચો >ગગનચુંબી મકાનો
ગગનચુંબી મકાનો : આકાશને જાણે અડતી હોય તેવો ભાસ કરાવતી ખૂબ ઊંચી બહુમાળી ઇમારતો. આજકાલના ઔદ્યોગિકીકરણના યુગમાં વિકસિત અને વિકાસ પામતા દેશોમાં રહેઠાણની સમસ્યા હલ કરવાના હેતુથી અને ઓછી જમીનની ઉપલબ્ધિમાં ઔદ્યોગિક ગૃહોનાં વ્યાપારી સંકુલોની જરૂરિયાતો સંતોષવા માટે પાંચ કરતાં વધુ મજલાવાળાં બહુમાળી મકાનો અસ્તિત્વમાં આવ્યાં છે, જેમને કેટલાક ગગનચુંબી…
વધુ વાંચો >ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા (Gujarat Engineering Research Institute)
ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા (Gujarat Engineering Research Institute) : ‘ગેરી’ના ટૂંકા નામે ઓળખાતી સિવિલ ઇજનેરી એટલે કે બાંધકામશાસ્ત્ર ક્ષેત્રે સંશોધન અને વિકાસનું કામ કરતી રાજ્ય સરકારની એકમાત્ર સંસ્થા. આ સંસ્થાની મુખ્ય કચેરી વડોદરામાં આવેલી છે. 1960ની સાલમાં ઇજનેરી સંશોધન સંસ્થા તરીકેનો દરજ્જો હાંસલ કર્યો ત્યારથી આજ સુધી આ સંસ્થાએ રાજ્યના…
વધુ વાંચો >ગૃહનિર્માણ
ગૃહનિર્માણ રહેઠાણ અને વ્યવસાય માટે મકાનોનું બાંધકામ. પ્રાસ્તાવિક : માનવીને રહેઠાણ અને વ્યવસાય માટે મકાન એક અનિવાર્ય જરૂરિયાત છે. સામાન્ય રીતે સમાજમાં પોતાના મોભાને અનુરૂપ આકર્ષક બાહ્ય દેખાવ અને સગવડો તેમજ સુર્દઢ બાંધણીવાળું અને કિંમતમાં પોસાય તેવું મકાન બને એમ એ ઇચ્છતો હોય છે. સુયોગ્ય ગૃહનિર્માણ માટે, શયન, ભોજન, બેઠક…
વધુ વાંચો >જળવિતરણ
જળવિતરણ : જળસ્રોતોનું વિતરણ તથા રાસાયણિક ઉપચારને આવરી લેતી સિવિલ ઇજનેરીની એક શાખા. સામાન્ય રીતે મ્યુનિસિપલ વારિગૃહો અંગે આ શબ્દ પ્રયોજાય છે; પરંતુ ઉદ્યોગ માટે, સિંચાઈ માટે તથા અન્ય જરૂરિયાતોને પણ આ શબ્દપ્રયોગ આવરી લે છે. જળસંચારણ તથા વિતરણ (transmission & distribution) : જુદા જુદા સ્રોતો દ્વારા મેળવેલા પાણીનું જનસમુદાય…
વધુ વાંચો >