સરમણ ઝાલા

ઈરાન

ઈરાન ક્ષેત્રફળ અને વસ્તીની દૃષ્ટિએ પશ્ચિમ એશિયાનો સૌથી મોટો દેશ. પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો મોટો જથ્થો ધરાવતો આ દેશ વ્યૂહાત્મક ર્દષ્ટિએ પણ અગત્યનું સ્થાન ધરાવે છે. તે 25o ઉ. અ. અને 39o 30´ ઉ. અ. અને 44o પૂ.રે. તથા 63o પૂ.રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 16,48,000 ચો.કિમી. અને વસ્તી…

વધુ વાંચો >

એકતંત્રી રાજ્યવ્યવસ્થા

એકતંત્રી રાજ્યવ્યવસ્થા : સમગ્ર દેશમાં એક જ કેન્દ્રમાંથી ચાલતી શાસનવ્યવસ્થા (unitary government system). રાજ્યોનાં વર્ગીકરણ ઘણી વાર સત્તાની વહેંચણીની ભૂમિકા ઉપર કરવામાં આવે છે ત્યારે રાજ્યોને ‘સમવાયતંત્રી’ કે ‘એકતંત્રી’ એમ બે વર્ગમાં વહેંચવામાં આવે છે. સમવાયતંત્રી રાજ્યમાં સ્થાનિક કક્ષાએ સત્તા રહે છે, જે કેન્દ્ર સરકાર તેમની પાસેથી લઈ શકતી નથી.…

વધુ વાંચો >

ઑસ્ટિન, જૉન

ઑસ્ટિન, જૉન (જ. 3 માર્ચ 1790, સફૉલ્ક, ઇંગ્લૅન્ડ; અ. 1 ડિસેમ્બર 1859, સરે) : ઇંગ્લૅન્ડના રાજ્યશાસ્ત્રી તથા કાયદાવિદ. જેરીમી બૅન્થામ દ્વારા તેમની લંડન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમણૂક થઈ (1826), ત્યાં 1832 સુધી અધ્યાપનકાર્ય કર્યું. કાયદાની વિભાવનાનું પદ્ધતિસર વિશ્લેષણ કરીને તેમણે સાર્વભૌમત્વના સિદ્ધાન્તનું સચોટ નિરૂપણ કર્યું. કાયદાની વ્યાખ્યા આપતાં તેમણે કહ્યું…

વધુ વાંચો >

ગદ્દાફી, મુઅમ્મર કર્નલ

ગદ્દાફી, મુઅમ્મર કર્નલ (જ. 7 જૂન 1942, સિરટે, મિસ્રાના, લિબિયા; અ. 20 ઑક્ટોબર 2011, લિબીયા) : ઉત્તર આફ્રિકાના તેલસમૃદ્ધ દેશ લિબિયાના રાજકીય નેતા. પિતા અર્ધવિચરતી આદિવાસી જાતિના ઘેટાં ચરાવનાર ભરવાડ હતા. માધ્યમિક સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી ગદ્દાફી લિબિયાની મિલિટરી કૉલેજમાં દાખલ થયા અને ત્યાંથી 1965માં સ્નાતક થયા. વિદ્યાર્થી તરીકે…

વધુ વાંચો >

ગેરીલા યુદ્ધપદ્ધતિ

ગેરીલા યુદ્ધપદ્ધતિ : પ્રણાલીગત સામસામેના યુદ્ધને બદલે સૈનિકોનાં નાનાં જૂથો દ્વારા શત્રુ પક્ષ પર અણધાર્યા છાપામાર હુમલાની પદ્ધતિ. સ્પૅનિશ શબ્દ ‘ગૅરિઆ’ (guerria = લડાઈ) પરથી ‘ગેરીલા’ એવો શબ્દપ્રયોગ રૂઢ બન્યો છે, જેનો અર્થ ‘નાની લડાઈઓની યુદ્ધપદ્ધતિ’ એવો થાય છે. 1808–14ના પેનિન્સ્યુલર યુદ્ધ દરમિયાન ‘ગેરીલા’ શબ્દ પ્રચલિત થયો અને વિશ્વના જુદા…

વધુ વાંચો >

ચુ તેહ

ચુ તેહ (જ. 18 ડિસેમ્બર 1886; અ. 6 જુલાઈ 1976 બેજિંગ) : ચીનના મહાન લશ્કરી નેતાઓમાંના એક અને ચીનના સામ્યવાદી સૈન્યના સ્થાપક. એક ખેડૂત પરિવારમાં જન્મેલ ચુ તેહે યુનાન મિલિટરી એકૅડેમીમાં લશ્કરી તાલીમ લીધી હતી અને ત્યાંથી 1911માં સ્નાતક થયા હતા. એ જ વરસે ચીનમાં ચાંગ વંશની સત્તાને ઉખાડી નાખવામાં…

વધુ વાંચો >

જુનેજો, મોહંમદખાન

જુનેજો, મોહંમદખાન (જ. 18 ઑગસ્ટ 1932, સિન્ધરી, સન્ધાર જિલ્લો; અ. 17 માર્ચ 1993, બાલ્ટિમોર, અમેરિકા) : પાકિસ્તાનના  વડાપ્રધાન અને રાજકારણી. દીનમોહમ્મદ જુનેજોના પુત્ર. પ્રાથમિક શિક્ષણ વતનમાં મેળવ્યું. માધ્યમિક શિક્ષણ સેંટ પેટ્રિક સ્કૂલ, કરાંચી ખાતે લીધું અને સ્નાતકની પદવી હૅસ્ટિંગ્ઝ ઍગ્રિકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ, સસેક્સ, ઇંગ્લૅન્ડ ખાતેથી મેળવી. રાજકીય કારકિર્દીની શરૂઆત ધારાસભાના સભ્ય…

વધુ વાંચો >

જૉનસન, લિન્ડન બેઇન્સ

જૉનસન, લિન્ડન બેઇન્સ (જ. 27 ઑગસ્ટ 1908 સ્ટોનવૉલ, ટેક્સાસ; અ. 22 જાન્યુઆરી 1973, જૉનસન સિટી, ટેક્સાસ) : અમેરિકાના વિખ્યાત મુત્સદ્દી તથા છત્રીસમા પ્રમુખ (1963–69). ખેડૂત પરિવારમાં જન્મ. ટેક્સાસ રાજ્યની ટીચર્સ કૉલેજમાં આનમાર્કોસમાંથી સ્નાતક (1930). ટેક્સાસ રાજ્યમાંથી ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે કૉંગ્રેસમાં ચૂંટાયેલા રિચર્ડ એમ. ક્લેબર્ગના સચિવ તરીકે 1931માં વૉશિંગ્ટન આવ્યા…

વધુ વાંચો >

ડલેસ, જ્હૉન ફૉસ્ટર

ડલેસ, જ્હૉન ફૉસ્ટર (જ. 25 ફેબ્રુઆરી, 1888, વૉશિંગ્ટન ડી.સી; અ. 24 મે, 1959, વૉશિંગ્ટન) : અમેરિકાના વિખ્યાત મુત્સદ્દી અને વિદેશમંત્રી (1953–59). તેઓ બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયેત સંઘ સાથેના ઠંડા યુદ્ધના સત્તાસંઘર્ષમાં અમેરિકાની વિદેશનીતિના પ્રમુખ ઘડવૈયા હતા. જ્હૉન  એલન મૅકી અને એડિથ (ફૉસ્ટર) ડલેસનાં પાંચ સંતાનોમાંનું એક. માતૃપક્ષે દાદા જ્હૉન વૉટસન…

વધુ વાંચો >

પોડગોર્ની નિકોલય વિક્ટોરોવિચ

પોડગોર્ની, નિકોલય વિક્ટોરોવિચ (જ. 5 ફેબ્રુઆરી 1903, કારલોવ્કા, યુક્રેન; અ. 12 જાન્યુઆરી 1983, મૉસ્કો) : ટોચના રશિયન રાજપુરુષ અને સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા. રાજકીય કારકિર્દીની શરૂઆત પોતાના જિલ્લાની કોમસોમોલ કમિટી(છાત્ર યુવાપાંખ)ના મંત્રી તરીકે કરી હતી. તેમના માધ્યમિક શિક્ષણ માટે 1923-26 દરમિયાન કોમસોમોલ કમિટીએ આર્થિક સહાય પૂરી પાડી હતી. તેમણે ઉચ્ચશિક્ષણ…

વધુ વાંચો >