સમુદ્રવિદ્યા

ગ્લોબીજેરીના સ્યંદન (Ooze)

ગ્લોબીજેરીના સ્યંદન (Ooze) : 3,656 મીટરથી ઓછી ઊંડાઈએ મળી આવતો કૅલ્શિયમની વિપુલતાવાળો, કાદવ જેવો જીવજન્ય અગાધ દરિયાઈ નિક્ષેપ. ગ્લોબીજેરીના તરીકે ઓળખાતાં અતિસૂક્ષ્મ ફોરામિનિફર (પ્રજીવા) પ્રાણીઓના કૅલ્શિયમયુક્ત કવચથી આ નિક્ષેપ તૈયાર થાય છે. આ સૂક્ષ્મ પ્રાણીઓ પાણીની સપાટી પર રહે છે; પરંતુ મૃત્યુ બાદ તેમના અવશેષો સમુદ્રતળના ઊંડાણમાં એકઠા થાય છે.…

વધુ વાંચો >

ચાર્ટર પાર્ટી કરાર

ચાર્ટર પાર્ટી કરાર : માલવહન માટે દરિયાઈ જહાજ ભાડે આપવા-લેવા સંબંધી જહાજમાલિક અને ભાડવાત વચ્ચે થતો લેખિત કરાર. ભાડવાતને ચાર્ટરકર્તા કહે છે અને કરારને ચાર્ટરપાર્ટી કરાર કહે છે. જહાજસફર-સંચાલન તથા માલવહન સામાન્યત: જહાજમાલિકના નિયમન હેઠળ રહે છે; પરંતુ જહાજની વહનક્ષમતાની મર્યાદામાં માલસામાનની હેરફેર ચાર્ટરકર્તાના નિયમન હેઠળ થાય છે. ચાર્ટરપાર્ટી કરારમાં…

વધુ વાંચો >

ચાંચિયાગીરી

ચાંચિયાગીરી : સશસ્ત્ર હુમલા દ્વારા જહાજ અથવા વિમાનોને બિનઅધિકૃત રીતે અને ગેરકાયદેસર કબજે લેવાનું કૃત્ય. જ્યારથી માનવ વહાણવટું ખેડતો થયો ત્યારથી ચાંચિયાગીરી શરૂ થયેલ છે. મૂળ અર્થમાં ચાંચિયાગીરી એટલે કોઈ પણ ખાનગી વહાણે ખુલ્લા સમુદ્રમાં લૂંટ કરવાના ઇરાદે બીજા વહાણ પર ગેરકાયદેસર કરેલ બિનઅધિકૃત હિંસક કૃત્ય. સમય જતાં આ વ્યાખ્યામાં…

વધુ વાંચો >

છીછરા જળનિક્ષેપ

છીછરા જળનિક્ષેપ : દરિયાઈ નિક્ષેપનો એક પ્રકાર. ઓટ સમયની સમુદ્રજળસપાટીથી માંડીને ખંડીય છાજલીના છેડાના ભાગ સુધીના સમુદ્રતળ વિસ્તારમાં એકઠા થતા નિક્ષેપને છીછરા જળનિક્ષેપ તરીકે ઓળખાવી શકાય. આ પ્રકારના નિક્ષેપમાં રેતી, કાદવ જેવાં દ્રવ્યો તેમજ પરવાળાંની કણિકાઓ હોય છે. કેટલીક વખતે તેમાં પ્રાણી-વનસ્પતિના અવશેષો પણ હોઈ શકે છે. વ્રિજવિહારી દીનાનાથ દવે

વધુ વાંચો >

જહાજગીરો અને માલગીરો ખત

જહાજગીરો અને માલગીરો ખત : જહાજની મરામત કરાવવા જેવી કે તેમાં ઉપકરણો બેસાડવા જેવી આવશ્યકતા સમુદ્રયાત્રા દરમિયાન ઓચિંતી ઊભી થાય અને કપ્તાન સમક્ષ નાણાં ઊભાં કરવાના અન્ય ઉપાયો રહ્યા ન હોય તથા જહાજમાલિકનો સંપર્ક સાધવાનું શક્ય ન હોય તો સમુદ્રયાત્રા સાંગોપાંગ પૂરી કરવામાં અંતરાયરૂપ બનેલી નાણાંની તીવ્ર કટોકટીને પહોંચી વળવા…

વધુ વાંચો >

જહાજવાડો

જહાજવાડો : દરિયા કે નદીકિનારે આવેલું જહાજ બાંધવાનું સુરક્ષિત સ્થળ. જહાજવાડાના સ્થળની પસંદગી માટે સમુદ્રનું સામીપ્ય (sea approach) અને દરિયાઈ સ્થિતિ (marine condition), સમુદ્રતળ અને તળ નીચેની ભૂમિ (sub-soil), પાયા માટેનું સખત ભૂપૃષ્ઠ, વાહનવ્યવહારની સગવડ, વીજળી અને મીઠા પાણીના પુરવઠાની સુલભતા, ઔદ્યોગિક માળખું વગેરે લક્ષમાં લેવાય છે. જહાજવાડાના સ્થળે દરિયો…

વધુ વાંચો >

જંક

જંક : મધ્યયુગના છેવટના ભાગમાં સુધારેલું ચીની વહાણ. આ વહાણ દુનિયાનું સૌથી મજબૂત અને દરિયાઈ સફર માટે સૌથી વધુ સલામત અને વિશ્વાસપાત્ર ગણાય છે. જંકની બાંધણીને લગતી 2 બાબતો નોંધપાત્ર છે : એક તે ખોખાની રચના અને બીજી તે વહાણના સઢની આલાદ. 3 બાબતોમાં તે બીજાં વહાણો કરતાં જુદું પડે…

વધુ વાંચો >

જાપાનનો સમુદ્ર

જાપાનનો સમુદ્ર : જાપાનના પશ્ચિમ કિનારાને અડીને આવેલો સમુદ્ર. વિશાળ પૅસિફિક મહાસાગરનો તે ભાગ છે. સમુદ્રની પૂર્વમાં જાપાનના હોકાઇડો અને હોન્શુ ટાપુઓ તેમજ રશિયાના સખાલીન ટાપુઓ આવેલા છે. પશ્ચિમે એશિયા ભૂખંડની તળભૂમિ(રશિયા અને કોરિયા)ના પ્રદેશો આવેલા છે. આ સમુદ્ર આશરે 40° ઉ. અ. અને 135° પૂ. રે. 50° તથા 35°…

વધુ વાંચો >

જાવા સમુદ્ર

જાવા સમુદ્ર : ઇન્ડોનેશિયાના કુલ 3000 ટાપુઓમાંના ઘણા ટાપુઓને આવરી લેતો સમુદ્ર. તેનો કુલ વિસ્તાર આશરે 20 લાખ ચોકિમી. જેટલો છે. તે 5° ઉત્તર અક્ષાંશથી 7° દક્ષિણ અક્ષાંશ અને 102°થી 118° પૂર્વ રેખાંશ વચ્ચે વિષુવવૃત્તની આજુબાજુ આવેલો છે. તેની પશ્ચિમ બાજુએ સુમાત્રા, દક્ષિણમાં જાવા અને બાલી, ઉત્તરમાં બોર્નિયો અને પૂર્વમાં…

વધુ વાંચો >

જિબ્રાલ્ટરની સામુદ્રધુની

જિબ્રાલ્ટરની સામુદ્રધુની : યુરોપના સ્પેન અને ઉત્તર આફ્રિકાના મોરોક્કોને છૂટી પાડતી સાંકડી સામુદ્રધુની. તે દ્વારા પશ્ચિમ તરફથી ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશી શકાય છે, જ્યારે પૂર્વ તરફથી આટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશી શકાય છે. યુદ્ધના સમયમાં જિબ્રાલ્ટર તેના વ્યૂહાત્મક અગત્યવાળા સ્થાનને કારણે ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ માટેનો દરિયાઈ માર્ગ બંધ કરી શકે છે. સામુદ્રધુની 80…

વધુ વાંચો >