સમાજશાસ્ત્ર
ઠક્કર, અમૃતલાલ વિઠ્ઠલદાસ
ઠક્કર, અમૃતલાલ વિઠ્ઠલદાસ (ઠક્કરબાપા) (જ. 29 નવેમ્બર 1869, ભાવનગર; અ. 19 જાન્યુઆરી 1951, ગોધરા) : ‘ઠક્કરબાપા’નું વહાલસોયું બિરુદ ધરાવનાર તથા દલિતો અને સમાજથી તિરસ્કૃત લોકોની મૂકસેવા કરનાર લોકસેવક. જન્મ સંસ્કારી લોહાણા કુટુંબમાં. માતા મૂળીબાઈ સેવાપરાયણ હતાં. વિઠ્ઠલદાસનાં છ પુત્રો અને એક પુત્રી પૈકી અમૃતલાલ બીજું સંતાન હતા. પ્રાથમિક શિક્ષણ ભાવનગર…
વધુ વાંચો >ઠાકરશી, પ્રેમલીલા (લેડી)
ઠાકરશી, પ્રેમલીલા (લેડી) (જ. 1894; અ. 1977) : તન-મન અને ધનથી મહિલા-કેળવણી જેવાં સમાજસેવાનાં ક્ષેત્રોમાં મોટું પ્રદાન કરનાર જાજરમાન મહિલા. કાપડ-ઉદ્યોગપતિ વિઠ્ઠલદાસ દામોદરદાસ ઠાકરશીનાં પત્ની. પતિ વિઠ્ઠલદાસ મુંબઈમાં ચાર કાપડમિલોના માલિક હતા. વેપારઉદ્યોગના ક્ષેત્રે તેમની ભારે પ્રતિષ્ઠા હતી; એટલું જ નહિ, મુંબઈ વિધાન પરિષદના સભાસદ રૂપે રાજકાજ તથા સાર્વજનિક ક્ષેત્રોમાં…
વધુ વાંચો >ડાહરેનડોર્ફ, રાલ્ફ
ડાહરેનડોર્ફ, રાલ્ફ (જ. 1 મે, 1929, હેમ્બર્ગ, જર્મની; અ. 17 જૂન 2009, કોલોજન, જર્મની) : જાણીતા જર્મન સમાજશાસ્ત્રી. કિશોરાવસ્થા દરમિયાન રાલ્ફે રાજકારણમાં પગરણ માંડ્યાં હતાં. નાઝીઓના રાજકીય વિરોધી હોવાને નાતે કિશોર ડાહરેનડોર્ફને કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં મોકલી દેવાયા હતા. રાજકારણની આવી તાલીમ તેઓને સમગ્ર કારકિર્દી દરમિયાન ઉપયોગી બની. પાછળથી પશ્ચિમ જર્મનીની ધારાસભા…
વધુ વાંચો >ડિજિટલ ઈન્ડિયા
ડિજિટલ ઈન્ડિયા: દેશના નાગરિકોને સરકારી વિભાગોની સેવાનો ઓનલાઈન લાભ આપતી પહેલ. 1 જુલાઈ, 2015ના રોજ કેન્દ્ર સરકારે આ દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરી હતી. digitalindia.gov.in વેબસાઈટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોંચ કરી હતી. આ પહેલની ટેગલાઈન છે – પાવર ટુ એમ્પાવર. કાગળના ઉપયોગ વગર સરકારી સેવાઓ દેશની જનતા સુધી પહોંચે તે…
વધુ વાંચો >ડીઝલ, રૂડૉલ્ફ
ડીઝલ, રૂડૉલ્ફ (જ. 18 માર્ચ 1858, પૅરિસ; અ. 29 સપ્ટેમ્બર 1913 ઇંગ્લિશ ચૅનલ) : જર્મન એન્જિનિયર. તેમણે આંતરદહન એન્જિનની શોધ કરી અને તેમના નામ પરથી આંતરદહન એન્જિનનું નામ ડીઝલ એન્જિન પડ્યું છે. ડીઝલ રૂડૉલ્ફ એન્જિનિયર હોવા ઉપરાંત કલાપ્રેમી, ભાષાશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી પણ હતા. તેમનાં માતાપિતા જર્મન હતાં. 1870 સુધીનો બાલ્યકાળ…
વધુ વાંચો >ડુવર્જર, મૉરિસ
ડુવર્જર, મૉરિસ (જ. 5 જૂન 1917, એન્ગોલમ, ચાર્નેટ) : વિખ્યાત ફ્રેન્ચ સમાજવિજ્ઞાની. તેમના પક્ષપ્રણાલી અને રાજકીય પક્ષોના આંતરિક સંગઠન અંગેના શકવર્તી વિશ્લેષણે 1950 અને 1960ના દાયકામાં રાજકીય સમાજશાસ્ત્ર અને પક્ષોના રાજકારણના અભ્યાસ માટે નવી દિશા ખોલીને સંખ્યાત્મક અને ગુણાત્મક રીતે આ અભ્યાસોનું સ્તર વધાર્યું છે. 1951માં પ્રથમ ફ્રેન્ચમાં પ્રકાશિત અને…
વધુ વાંચો >ઢસાળ, નામદેવ લક્ષ્મણ
ઢસાળ, નામદેવ લક્ષ્મણ (જ. 15 ફેબ્રુઆરી 1949, પુણેની નજીકના ખેડ તાલુકાના પુર-કાનેસર ખાતે; અ. 15 જાન્યુઆરી 2014, મુંબઈ) : માનવ-અધિકારો માટે ઝૂઝનાર મહારાષ્ટ્રના કર્મશીલ સમાજસેવક, કવિ અને લેખક. તેઓ માત્ર છ વર્ષના હતા ત્યારે એમના પિતાએ પોતાના પરિવાર સાથે વતન છોડીને મુંબઈ સ્થળાંતર કર્યું અને પછીની જિંદગી ત્યાં જ વિતાવી.…
વધુ વાંચો >ઢોડિયા
ઢોડિયા : ગુજરાતની અઢાર આદિવાસી જાતિઓ પૈકી એક. તેમની પરંપરા પ્રમાણે તેમના પૂર્વજો ધોળકા તાલુકામાં વસતા રજપૂતો હતા અને અલ્લાઉદ્દીન ખલજીના આક્રમણને કારણે (તેમના પૂર્વજો) ધનાસિંહ કે ધના અને રૂપાસિંહ કે રૂપા સ્થળાંતર કરીને અંબિકા નદીના કાંઠા ઉપરનાં જોગવાડ-ચિતાલા ગામે વસ્યા. આમ તેઓ ધોળકા તરફથી આવેલા હોવાથી ધોળકિયા – ઢોડિયા…
વધુ વાંચો >ત્રિવેદી, સુખદેવભાઈ વિશ્વનાથ
ત્રિવેદી, સુખદેવભાઈ વિશ્વનાથ (જ. 23 નવેમ્બર 1887, દાહોદ; અ. 21 નવેમ્બર 1963, દાહોદ) : ભીલોના ભેખધારી આજીવન સેવક અને સ્વાતંત્ર્યસૈનિક. ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ દાહોદ જિલ્લામાં સમાજસેવાનો આરંભ કરનારાઓમાં સુખદેવભાઈ પ્રથમ હતા. તેમનો જન્મ દાહોદના ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતાજીનું અવસાન થવાથી ગુજરાતી ચાર ધોરણ ભણ્યા બાદ…
વધુ વાંચો >થર્ડ વેવ, ધ
થર્ડ વેવ, ધ (પ્રથમ આવૃત્તિ 1980. પુનર્મુદ્રણ : બીજું અને ત્રીજું 1981) : માનવજાતિના ઇતિહાસને ત્રણ કાલખંડમાં વહેંચી તેના ભાવિસંકેતોનો નિર્દેશ કરતો બહુચર્ચિત ગ્રંથ. અમેરિકન લેખક ઍલ્વિન ટૉફલરનું ‘ફ્યૂચર શૉક’ પછીનું તે જાણીતું પુસ્તક છે. તેમાં લેખકે માનવ-જાતિના ત્રણે કાલખંડના ઇતિહાસને સંસ્કૃતિનાં મોજાંનું રૂપક આપ્યું છે. પહેલું મોજું કૃષિક્રાંતિનું, જ્યારે…
વધુ વાંચો >