સંદેશાવહન ઇજનેરી

ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)

ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) : ભૂમિ, સમુદ્ર કે હવામાં સ્થિર કે ગતિમાન બિંદુના ત્રિ-પરિમાણીય સ્થાન (અક્ષાંશ, રેખાંશ અને ઊંચાઈ), ગતિ અને સમય ચોકસાઈપૂર્વક નિર્ધારિત કરવા માટે ઉપગ્રહ-આધારિત તંત્ર. અમેરિકાના સંરક્ષણ-વિભાગે ઉપગ્રહ દ્વારા સરળ અને ત્વરિત નૌનયન સેવા આપવા માટે આ તંત્ર વિશે 1970ના દાયકામાં કાર્ય શરૂ કર્યું હતું, જે 1993માં…

વધુ વાંચો >

ટેલ-કૉમ-સૅટ

ટેલ-કૉમ-સૅટ : ટેલિ કૉમ્યુનિકેશન સૅટેલાઇટ (ટૂંકમાં Tel-Com-Sat) સંદેશાવ્યવહાર માટેનો એક કૃત્રિમ ઉપગ્રહ. સંદેશાવ્યવહાર માટેના ઉપગ્રહની શોધ એ અંતરિક્ષયુગની એક સૌથી મોટામાં મોટી સિદ્ધિ છે. આવા ઉપગ્રહોની શોધથી બિનતારી (wireless) સંદેશાવ્યવહાર ક્ષેત્રે ઘણું ઝડપી પરિવર્તન આવ્યું છે અને વિશ્વભરમાં  એનો બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. તેમની શોધથી આંતરરાષ્ટ્રીય સમાચાર કે રમતગમતનું…

વધુ વાંચો >

ડી ફૉરેસ્ટ, લી

ડી ફૉરેસ્ટ, લી (જ. 26 ઑગસ્ટ 1873, કાઉન્સિલ બ્લફ્સ, આયોવા; અ. 30 જૂન 1961 હૉલિવૂડ, કૅલિફૉર્નિયા) : ટ્રાયોડ વાલ્વના શોધક અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વાયરલેસ ટેલિગ્રાફી અને રેડિયો-પ્રસારણના પ્રણેતા. 1907માં બે ઇલેક્ટ્રોડવાળા ડાયોડ વાલ્વમાં સુધારો કરીને  ત્રણ ઇલેક્ટ્રોડવાળા ટ્રાયોડ વાલ્વની શોધ કરી. ટ્રાયોડ દ્વારા રેડિયો સંકેતોનું વિવર્ધન થઈ શકે છે તેમજ…

વધુ વાંચો >

પિત્રોડા સામ

પિત્રોડા, સામ (જ. 4 મે 1942, ટિટલાગઢ, ઓરિસા) : દૂરસંચાર ટૅક્નૉલૉજીના દૂરદર્શી નિષ્ણાત અને સફળ ઉદ્યોગપતિ. ઉચ્ચશિક્ષણ માટે તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાંથી તેમણે ભૌતિકશાસ્રના વિષય સાથે એમ.એસસી.ની ઉપાધિ 1964માં મેળવી. ત્યારબાદ અમેરિકાની ઇલિનૉઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રૉનિક્સ વિષય સાથે 1966માં એમ. એસ.ની ઉપાધિ મેળવી. દૂરસંચાર-પ્રણાલીઓ અને સેવાઓનાં લગભગ તમામ…

વધુ વાંચો >

પિયર્સ જ્યૉર્જ વૉશિંગ્ટન

પિયર્સ, જ્યૉર્જ વૉશિંગ્ટન (જ. 11 જાન્યુઆરી 1872, વેબરવિલ, ટૅક્સાસ, યુ.એસ.; અ. 25 ઑગસ્ટ 1956, ફ્રૅન્કલિન, એન.એચ., યુ.એસ.) : રેડિયો-તારસંચારના શોધક અને સંદેશાવ્યવહાર-ઇજનેરીના પ્રસિદ્ધ અને સફળ અધ્યાપક. સામાન્ય ખેડૂત કુટુંબમાં તેઓ જન્મેલા. ત્રણ ભાઈઓમાં તેમનો બીજો ક્રમ હતો. પિયર્સનું રહેઠાણ ઢોરઉછેરના મથકે હતું. આવા સ્થળે તેમનો વિકાસ થયો. ગામની શાળામાં ઉત્તમ…

વધુ વાંચો >

પ્રકાશતંતુ સંદેશાવ્યવહાર (optical fibre communication) — પ્રસરણ અને પ્રસારણ (propagation and broadcasting)

પ્રકાશતંતુ સંદેશાવ્યવહાર (optical fibre communication) — પ્રસરણ અને પ્રસારણ (propagation and broadcasting) : વિજ્ઞાનની પ્રગતિ સાથે સંદેશાવ્યવહાર માટે એક પછી એક વધુ વિકાસ પામેલી સક્ષમ પદ્ધતિઓ. દરેક નવી સંદેશાવ્યવહાર પદ્ધતિના વિકાસ પાછળનો મુખ્ય ઉદ્દેશ સંદેશાસંકેતની તદરૂપતા(fidelity)ની જાળવણી, એક જ તંતુ પર એકસાથે જુદા જુદા વધુ ને વધુ સંદેશા મોકલવાની શક્યતામાં…

વધુ વાંચો >

પ્રસરણ (2)

પ્રસરણ (2) : જુઓ પ્રકાશતંતુ સંદેશાવ્યવહાર

વધુ વાંચો >

ફિટ્સજેરલ્ડ, જ્યૉર્જ ફ્રાન્સિસ

ફિટ્સજેરલ્ડ, જ્યૉર્જ ફ્રાન્સિસ (જ. 3 ઑગસ્ટ 1851, ડબ્લિન; અ. 22 ફેબ્રુઆરી 1901, ડબ્લિન) : રેડિયો-તરંગોની ઉત્પત્તિની રીત સૂચવનાર પ્રથમ ભૌતિકશાસ્ત્રી. આ તરંગો બિનતારી સંદેશાવ્યવહાર(wireless telegraphy)ના પાયામાં રહેલી એક ભૌતિક ઘટના છે. તેમણે એક સિદ્ધાંત પણ વિકસાવ્યો, જે ‘લૉરેન્ટ્ઝ ફિટ્સજેરલ્ડ સંકુચન સિદ્ધાંત’ તરીકે હાલ ઓળખાય છે. તેનો ઉપયોગ આઇન્સ્ટાઇને તેમના વિશિષ્ટ…

વધુ વાંચો >

ફેટ (ક્ષેત્ર અસર ટ્રાન્ઝિસ્ટર field effect transistor FET)

ફેટ (ક્ષેત્ર અસર ટ્રાન્ઝિસ્ટર, field effect transistor, FET) : એક એવી એકધ્રુવીય (unipolar), અનેક વીજધ્રુવવાળી અર્ધવાહક પ્રયુક્તિ કે જેમાં બે વીજધ્રુવો વચ્ચેની સાંકડી વીજવાહક ચૅનલમાં પ્રવાહ પસાર થાય (modulated) છે અને ત્રીજા વીજધ્રુવ આગળ પ્રયુક્ત થયેલ ક્ષેત્ર વડે તે નિયંત્રિત થાય છે. આધુનિક ટ્રાન્ઝિસ્ટરોના બે વર્ગ છે : (i) દ્વિધ્રુવી…

વધુ વાંચો >

મૉડ્યુલેશન (modulation)

મૉડ્યુલેશન (modulation) : સાંકેતિક માહિતી રૂપે સંચાર માધ્યમ દ્વારા ગ્રહણકાર (receiver) સુધી સંદેશો પહોંચાડવાની પ્રક્રિયા. એક સ્થળેથી બીજા સ્થળે ઇલેક્ટ્રિક સિગ્નલોનું સંચારણ અવકાશ (space)માં કરવા માટે ઇલેક્ટ્રોમૅગ્નેટિક ફીલ્ડની જરૂર પડે છે અને જ્યારે આ ફીલ્ડમાં સમયના સંદર્ભમાં સાંકેતિક માહિતીને લીધે ફેરફાર થાય છે ત્યારે તે સાંકેતિક મોજાં(modulated waves)નું સ્વરૂપ ધારણ…

વધુ વાંચો >