સંદેશાવહન ઇજનેરી

ઉપગ્રહ શિક્ષણપ્રયોગ

ઉપગ્રહ શિક્ષણપ્રયોગ : ઉપગ્રહ દ્વારા દૂરદર્શનના માધ્યમથી શિક્ષણ માટે કરવામાં આવતો પ્રયોગ તે(Satellite Instructional Television Experiment – SITE) ભારત અને અમેરિકાની ‘નાસા’ સંસ્થાના સહકારથી, 1 ઑગસ્ટ, 1975થી 31મી જુલાઈ, 1976ના એક વર્ષના સમય દરમિયાન કરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં અમેરિકન ઉપગ્રહ ATS-6 અને ઇસરો દ્વારા નિર્માણ કરેલ ભૂમિસ્થિત તંત્ર અને…

વધુ વાંચો >

ઉપગ્રહ સંદેશાવ્યવહાર

ઉપગ્રહ સંદેશાવ્યવહાર : માઇક્રોવેવ રેડિયો સંચારની એક પદ્ધતિ. વધુ ચેનલક્ષમતા મેળવવા માટે ઉચ્ચ આવૃત્તિ ધરાવતા માઇક્રોવેવ રેડિયો-તરંગોનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ તરંગો સીધી લીટીમાં ગતિ કરે છે. આયનમંડળ (ionosphere) વડે તેમનું પરાવર્તન થતું નથી, પણ તેને ભેદીને તે આરપાર નીકળી જાય છે. માઇક્રોવેવ તરંગોના આવા ગુણધર્મોને લીધે સંચારનો…

વધુ વાંચો >

ઍન્ટેના

ઍન્ટેના અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગનો પ્રસાર કરનાર તથા અવકાશમાં આવેલા વિદ્યુતચુંબકીય તરંગને ઝીલનાર, સંચારણ-પદ્ધતિનો એક અગત્યનો ઘટક. તે અવકાશ અને સંચારણ(transmission)લાઇન વચ્ચે પરિવર્તક જેવું કાર્ય કરે છે. પ્રસારણ તંત્રનો તે સૌથી છેલ્લો ઘટક છે જ્યારે અભિગ્રાહી બાજુનો પ્રથમ ઘટક છે. મૅક્સવેલના વિદ્યુતચુંબકીય તરંગોના સિદ્ધાંતનું સર્વપ્રથમ પ્રાયોગિક નિદર્શન, 1877માં હર્ટ્ઝે પોતે બનાવેલા…

વધુ વાંચો >

ઍપલ

ઍપલ : ભારતનો પ્રાયોગિક કક્ષાનો પહેલો સંદેશાવ્યવહાર ઉપગ્રહ. યુરોપીયન અંતરિક્ષ સંસ્થાના ભૂ-સમક્રમિક (geosynchronous) ઉપગ્રહ – પ્રક્ષેપન રૉકેટ એરિયન (Ariane) દ્વારા ફ્રેંચ ગિયાનાના કુરુ પ્રક્ષેપન મથક પરથી 19 જૂન 1981ના રોજ ઍપલને ટ્રાંસફર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ઍપલમાં મૂકેલી SLV-3 રૉકેટના ચોથા તબક્કાની રૉકેટ-મોટરનો ઉપયોગ કરીને તેને 36,000 કિમી.ની ભૂ-સમક્રમિક…

વધુ વાંચો >

ઍપલટન, એડ્વર્ડ વિક્ટર (સર)

ઍપલટન, એડ્વર્ડ વિક્ટર (સર) (જ. 6 સપ્ટેમ્બર 1892, બ્રેડફર્ડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 21 એપ્રિલ 1965, એડિનબર્ગ) : વિખ્યાત ભૌતિકશાસ્ત્રી. આયૉનોસ્ફિયરના ઍપલટન તરીકે જાણીતા સ્તરની શોધ માટે 1947માં તેમને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું. આ સ્તર રેડિયોતરંગોનું આધારભૂત પરાવર્તક છે અને તેથી સંદેશાવ્યવહારમાં ઉપયોગી છે. આયૉનૉસ્ફિયરના બીજા સ્તર રેડિયોતરંગોનું દિવસના તાપમાન અને…

વધુ વાંચો >

ઑટોમૅટિક પિક્ચર ટ્રાન્સમિશન સિસ્ટમ

ઑટોમૅટિક પિક્ચર ટ્રાન્સમિશન સિસ્ટમ : ભૂમિ પરના રેડિયો મથકેથી, ઉપગ્રહ દ્વારા અથવા તો રેડિયો અને કેબલ દ્વારા કોઈ તસવીર કે ચિત્રનો દૂરસંચાર કરવા માટેની પદ્ધતિ. અવકાશયાન (space craft) અથવા કૃત્રિમ ઉપગ્રહમાં ગોઠવેલા કૅમેરાની મદદથી પૃથ્વીની સપાટીની તસવીર તથા પૃથ્વીના વાયુમંડળમાં સર્જાતાં વાદળોનાં વમળો, તેમના આકાર અને પ્રવહન દર્શાવતી તસવીરો લઈને,…

વધુ વાંચો >

પ્રકાશતંતુ સંદેશાવ્યવહાર (optical fibre communication) — પ્રસરણ અને પ્રસારણ (propagation and broadcasting)

પ્રકાશતંતુ સંદેશાવ્યવહાર (optical fibre communication) — પ્રસરણ અને પ્રસારણ (propagation and broadcasting) : વિજ્ઞાનની પ્રગતિ સાથે સંદેશાવ્યવહાર માટે એક પછી એક વધુ વિકાસ પામેલી સક્ષમ પદ્ધતિઓ. દરેક નવી સંદેશાવ્યવહાર પદ્ધતિના વિકાસ પાછળનો મુખ્ય ઉદ્દેશ સંદેશાસંકેતની તદરૂપતા(fidelity)ની જાળવણી, એક જ તંતુ પર એકસાથે જુદા જુદા વધુ ને વધુ સંદેશા મોકલવાની શક્યતામાં…

વધુ વાંચો >

પ્રસરણ (2)

પ્રસરણ (2) : જુઓ પ્રકાશતંતુ સંદેશાવ્યવહાર

વધુ વાંચો >