શ્રદ્ધા ત્રિવેદી
મહેતા, દીપક ભૂપતરાય
મહેતા, દીપક ભૂપતરાય (જ. 26 નવેમ્બર 1939, મુંબઈ) : વિવેચક, અનુવાદક, સંપાદક. વતન ભાવનગર. 1957માં મુંબઈની ન્યૂ ઇરા હાઇસ્કૂલમાંથી મૅટ્રિક. 1961માં ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. 1963માં એમ.એ.; એમ.એ.માં ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવવા માટે તેમને બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. 1963થી 1974 સુધી કે. જે. સોમૈયા કૉલેજ,…
વધુ વાંચો >મહેતા, દેવશંકર નાથાલાલ
મહેતા, દેવશંકર નાથાલાલ (જ. 16 જાન્યુઆરી 1916, ગુજરવદી; અ. 30 ઑક્ટોબર 1984, ગુજરવદી) : ગુજરાતી નવલકથાકાર. ગુજરવદી(જિ. સુરેન્દ્રનગર)ના વતની. વ્યવસાય મુખ્યત્વે ખેતી અને લેખન. સૌરાષ્ટ્રના તળપદા માનવને તેની ખુમારી તેના હીર સહિત યથાતથ નિરૂપવામાં સિદ્ધહસ્ત. સૌરાષ્ટ્ર અને તેના સાગરકાંઠાની સંસ્કૃતિ, ત્યાંના ખમીરવંતા માનવો, ત્યાંનું લોકજીવન આદિને જોમવંતી શૈલીમાં રજૂ કરતી…
વધુ વાંચો >મહેતા, પ્રકાશ ભૂપતરાય
મહેતા, પ્રકાશ ભૂપતરાય (જ. 22 ઑક્ટોબર 1930, મુંબઈ) : વિવેચક, સંપાદક. વતન ભાવનગર. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી. એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ. ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ. એ.માં ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક તેમને મળેલો. 1955થી મુંબઈ તથા અમદાવાદની વિવિધ કૉલેજોમાં ગુજરાતીના…
વધુ વાંચો >મહેતા, યશવંત દેવશંકર
મહેતા, યશવંત દેવશંકર (જ. 19 જૂન 1938, લીલાપુર, જિ. સુરેન્દ્રનગર) : બાલસાહિત્યકાર, નવલકથાકાર, અનુવાદક અને પત્રકાર. 1957માં મૅટ્રિક. 1961માં અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. તેમણે 10 વર્ષ સુધી ‘ઝગમગ’નું, 10 વર્ષ સુધી ‘શ્રી’નું અને 5 વર્ષ ‘શ્રીરંગ’નું સંપાદન કરેલું. 30 વર્ષની નોકરી બાદ હવે માત્ર લેખનકાર્ય. 1972થી ‘ગૂર્જર ગ્રંથરત્ન’ માં સંપાદનકાર્યમાં…
વધુ વાંચો >મહેતા, હંસા
મહેતા, હંસા (જ. 3 જુલાઈ 1897, સૂરત; અ. 4 એપ્રિલ 1995, મુંબઈ) : કેળવણી, બાલસાહિત્ય તેમજ અનુવાદક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કરનાર ગુજરાતનાં અગ્રણી મહિલા. વડોદરાના દીવાનપદને શોભાવનાર મનુભાઈ મહેતા પિતા. માતાનું નામ હર્ષદકુમારી. ગુજરાતને પ્રથમ ઐતિહાસિક નવલકથા ‘કરણ ઘેલો’ (1866) આપનાર નંદશંકર તુળજાશંકર મહેતાનાં પૌત્રી. દાદાનો સાહિત્યવારસો અને પિતાની તીવ્ર બુદ્ધિ…
વધુ વાંચો >મિયાં ફૂસકી
મિયાં ફૂસકી : જીવરામ ભ. જોષીરચિત બાલભોગ્ય કથાશ્રેણી ‘મિયાં ફૂસકી’નું મુખ્ય પાત્ર. જીવરામ જોષીએ બીજું કશું ન રચ્યું હોત અને કેવળ ‘મિયાં ફૂસકી’ની ગ્રંથમાળાના સંદર્ભમાં આ પાત્ર જ આપ્યું હોત તોપણ ગુજરાતી બાલકથાસાહિત્યમાં તેઓ સારી એવી પ્રસિદ્ધિ પામ્યા હોત. તેમણે આપેલાં યાદગાર પાત્રોમાં ‘મિયાં ફૂસકી’ અનેક રીતે અનન્ય છે. ‘ઝગમગ’ના…
વધુ વાંચો >યાજ્ઞિક, અમૃતલાલ ભગવાનજી
યાજ્ઞિક, અમૃતલાલ ભગવાનજી (જ. 8 ઑગસ્ટ 1913, ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર; અ. 3 જાન્યુઆરી 1991) : ગુજરાતના સાહિત્યકાર અને શિક્ષણકાર. મૅટ્રિક સુધીનો અભ્યાસ ધ્રાંગધ્રામાં. શામળદાસ કૉલેજ ભાવનગરમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે 1936માં બી.એ. અને 1939માં એમ.એ. મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત. તે પછી રૂઇયા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક, 1940માં મુખ્ય અધ્યાપક.…
વધુ વાંચો >રાવળ, અનંતરાય મણિશંકર, ‘શૌનક’
રાવળ, અનંતરાય મણિશંકર, ‘શૌનક’ (જ. 1 જાન્યુઆરી 1912, અમરેલી; અ. 18 નવેમ્બર 1988, અમદાવાદ) : સંનિષ્ઠ અધ્યાપક, તટસ્થ સમભાવશીલ અને સમતોલ વિવેચક તથા સંપાદક. વતન સૌરાષ્ટ્રનું વળા (વલભીપુર). બે વર્ષની વયે માતાનું અવસાન થતાં દાદીમા દ્વારા ઉછેર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. 1928માં મેટ્રિક. 1932માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી સંસ્કૃત ઑનર્સ…
વધુ વાંચો >વીમાવાળા (માળવી), નટવરલાલ મૂળચંદ
વીમાવાળા (માળવી), નટવરલાલ મૂળચંદ (જ. 20 સપ્ટેમ્બર 1900, સૂરત; અ. 6 એપ્રિલ 1973) : બાલસાહિત્યકાર. ઉપનામો : ‘કે. જી. પંડિત’, ‘પ્રયોગી’, ‘મયૂરક’, ‘મંગો પાર્ક’, ‘સુધન્વા’. પિતાનું નામ : મૂળચંદ ઘેલાભાઈ વીમાવાળા. માતા : વિજયાલક્ષ્મી ત્રિભોવનદાસ. જ્ઞાતિએ સૂરતી તળપદા દશા શ્રીમાળી વણિક; એમના પિતાના વીમાના વ્યવસાયને કારણે ‘મહેતા’ અટક ગઈ અને…
વધુ વાંચો >વ્યાસ, ત્રિભુવન ગૌરીશંકર
વ્યાસ, ત્રિભુવન ગૌરીશંકર (જ. 22 મે 1888, સેંજળ, જિ. ભાવનગર; અ. 4 જુલાઈ 1975, રાજકોટ) : ગુજરાતી કવિ. પિતાનું નામ ગૌરીશંકર સુંદરજી વ્યાસ; માતાનું નામ જયકુંવર હીરજી. જ્ઞાતિએ ખરેડી સમવાયના ઔદીચ્ય બ્રાહ્મણ. મૂળ વતન જૂના સાવર. પ્રાથમિક શિક્ષણ જૂના સાવરમાં. પણ શિક્ષકના મારકણા સ્વભાવને કારણે કંટાળીને, વતન છોડી, સાતમું ધોરણ…
વધુ વાંચો >