શિવપ્રસાદ રાજગોર
બાલારામ
બાલારામ : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં બાલારામ નામની નદીના કાંઠા પર આવેલું સૌંદર્યધામ, પર્યટનકેન્દ્ર અને તીર્થક્ષેત્ર. ભૌગોલિક સ્થાન : 24° 16´ ઉ. અ. અને 72° 32´ પૂ. રે. આ સ્થળનો ચિત્રાસણી ગ્રામપંચાયતમાં સમાવેશ થાય છે. ચિત્રાસણી રેલમથકથી તે 3 કિમી. પૂર્વ તરફ આવેલું છે. ચિત્રાસણી ગામ જિલ્લામથક પાલનપુરથી…
વધુ વાંચો >બાલાશિનોર
બાલાશિનોર : મહીસાગર જિલ્લાના 6 તાલુકાઓમાંનો એક તાલુકો. ભૌગોલિક સ્થાન : તે 22° 57´થી 23° 18´ ઉ. અ. અને 73° 19´થી 73° 37´ પૂ. રે. પર આવેલો છે. આ તાલુકો મહીસાગર જિલ્લાની પશ્ચિમ અને દક્ષિણ ખૂણાની સરહદે આવેલો છે. આ તાલુકાનો કુલ વિસ્તાર 305 ચો.કિમી. છે. તેનો ગ્રામ્ય વિસ્તાર 283.32 ચો.કિમી. જ્યારે 21.64 ચો.કિમી.…
વધુ વાંચો >બાવકાનું મંદિર
બાવકાનું મંદિર : દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના બાવકા ગામમાં આવેલું બારમી સદીનું સોલંકીકાલીન પ્રાચીન શિવમંદિર. આ મંદિર નાગરશૈલીનું છે. તે ગર્ભગૃહ અને સભામંડપ ધરાવતું મૂળ લંબચોરસ આકારનું મંદિર હતું. તેમાં 0.61 મીટર વ્યાસનું લિંગ છે, જેનો ઉપરનો ભાગ ખંડિત છે. આ મંદિરનું ગર્ભગૃહ અને શિખર તથા સભામંડપની પશ્ચિમ તરફની દીવાલ…
વધુ વાંચો >બાવળા
બાવળા : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 22° 49´ 30´´ ઉ. અ. અને 72° 22´ પૂ. રે. અમદાવાદથી તે 32 કિમી. દૂર નૈર્ઋત્ય દિશામાં ઉતાવળી નદીના કાંઠે વસેલું છે. બાવળા અમદાવાદ–ભાવનગર મીટરગેજ પરનું રેલમથક છે અને અમદાવાદ–ભાવનગર રાજ્ય ધોરીમાર્ગ દ્વારા ધંધૂકા, બરવાળા, વલભીપુર અને ભાવનગર સાથે…
વધુ વાંચો >બિદર
બિદર : કર્ણાટક રાજ્યના છેક ઈશાન કોણમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 35´થી 18° 25´ ઉ. અ. અને 76° 42´થી 77° 39´ પૂ. રે. વચ્ચેનો 5,448 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તાર અને વસ્તીના સંદર્ભમાં રાજ્યના નાના ગણાતા જિલ્લાઓ પૈકીનો તે…
વધુ વાંચો >બિલખા
બિલખા : સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢથી અગ્નિખૂણે ગિરનારની તળેટી નજીક આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 21° 26´ ઉ. અ. અને 70° 36´ પૂ. રે. આઝાદી પૂર્વે આ એક દેશી રાજ્ય હતું, તે વખતે તેના કબજા હેઠળ 25 જેટલાં ગામોનો વહીવટ હતો. તેની આજુબાજુનું ભૂપૃષ્ઠ લાવાના ખડકોથી બનેલું હોવાથી તેનો ભૂમિભાગ…
વધુ વાંચો >બીલીમોરા
બીલીમોરા : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં અંબિકા, ખરેરા અને કાવેરી નદીઓના ત્રિવેણીસંગમ પર આવેલું નગર અને લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 20° 46´ ઉ. અ. અને 72° 58´ પૂ. રે. પર આવેલું છે. નવસારીથી તે 25.6 કિમી., તાલુકામથક ગણદેવીથી 17 કિમી. અને મુંબઈથી 193 કિમી. અંતરે આવેલું છે. બીલી…
વધુ વાંચો >બેડી
બેડી : કચ્છના અખાતના દક્ષિણ કાંઠે, જામનગરથી વાયવ્યમાં 8 કિમી. દૂર, 22° 33´ ઉ. અ. અને 70° 02´ પૂ. રે. પર આવેલું મધ્યમ કક્ષાનું બારમાસી બંદર અને ગામ. તે મુંબઈથી 632 કિમી. દૂર આવેલું છે. 200 કરતાં પણ વધુ વર્ષોથી તે બંદર તરીકે જાણીતું છે. 1924માં જામનગરના જામ રણજિતસિંહે ઇંગ્લૅન્ડથી…
વધુ વાંચો >બોટાદ
બોટાદ : ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 10´ ઉ. અ. અને 71° 40´ પૂ.રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે સુરેન્દ્રનગર જિલ્લો, ઈશાને અમદાવાદ જિલ્લો, પૂર્વે અને દક્ષિણે ભાવનગર જિલ્લો, નૈર્ઋત્યે અમરેલી જિલ્લો જ્યારે પશ્ચિમે રાજકોટ જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે. ભૂપૃષ્ઠ – જળપરિવાહ…
વધુ વાંચો >બોરસદ
બોરસદ : ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. તે 22° 25´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે. આજુબાજુનો આશરે 494 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. બોરસદનું પ્રાચીન નામ બદરસિદ્ધિ હતું, જે વાલ્મીકિ ઋષિના શિષ્ય બદરમુનિના નામ પરથી પડેલું. 1991માં તેની વસ્તી 4,21,040 જેટલી હતી. આ તાલુકામાં…
વધુ વાંચો >