શિવપ્રસાદ રાજગોર
ઇરાક
ઇરાક મધ્યપૂર્વનો લોકશાહી આરબ દેશ. તે 29o 20´ થી 37o 33´ ઉ. અ. અને 38o 53´ થી 48o 16´ પૂ. રે. વચ્ચેનો 4,38,446 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પ્રાચીન સમયમાં યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદી વચ્ચેના ‘મેસોપોટેમિયા’ (‘મોસે’ એટલે વચ્ચે અને ‘પોટામિયા’ એટલે નદીઓ) નામે ઓળખાતા આ પ્રદેશમાં ઉચ્ચ કોટિની વિશ્વસંસ્કૃતિ…
વધુ વાંચો >ઇર્વિન, લૉર્ડ
ઇર્વિન, લૉર્ડ (જ. 16 એપ્રિલ 1881, ડેવનશાયર; અ. 23 ડિસેમ્બર 1959, યૉર્કશાયર) : 1925થી 1931 સુધી હિન્દના વાઇસરૉય. તેમનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. ઇંગ્લૅન્ડના રૂઢિચુસ્ત પક્ષના પ્રધાનમંડળમાં ખેતીવાડીના સેક્રેટરી તરીકે 41 વર્ષની વયે અને હિંદના વાઇસરૉય તરીકે 45 વર્ષની વયે જોડાયા હતા. ભારતને ‘ડોમિનિયન સ્ટેટસ’ મળે તે માટે તેઓ…
વધુ વાંચો >ઈશ્વરીપ્રસાદ
ઈશ્વરીપ્રસાદ (જ. 1888, કાંચી તારપુર (આગ્રા); અ. 26 ઓક્ટોબર 1986) : ભારતના સમર્થ ઇતિહાસકાર. પિતા શિક્ષક. તેમણે પ્રાચીન પદ્ધતિથી ઉર્દૂ, હિંદી અને ફારસીનો અભ્યાસ અંગ્રેજી શિક્ષણ સાથે કર્યો હતો. તેમણે એમ.એ., એલએલ.બી., ડી.લિટ્., એમ.એલ.સી. વગેરે ઉપાધિઓ મેળવી હતી. શરૂઆતમાં તેમની ઇચ્છા વકીલાત કરવાની હતી. તેમ છતાં 1914માં આગ્રા કૉલેજમાં અધ્યાપક…
વધુ વાંચો >ઉચ્ચ શિક્ષણ
ઉચ્ચ શિક્ષણ : માધ્યમિક શિક્ષણ પછીના શિક્ષણનો તબક્કો. સામાન્ય રીતે તેમાં યુનિવર્સિટીના માળખામાં અપાતા શિક્ષણનો સમાવેશ કરવામાં આવે છે. વિશ્વમાં સામાન્ય રીતે સર્વત્ર ઔપચારિક (formal) શિક્ષણની વ્યવસ્થા ક્રમિક ત્રણ તબક્કાઓમાં ગોઠવાયેલી જોવા મળે છે : પ્રાથમિક (primary), માધ્યમિક (secondary) અને ઉચ્ચ (tertiary). પ્રાથમિક કક્ષાએ બાળકની જ્ઞાનેન્દ્રિયોના વિકાસની સાથે સાથે તેનામાં…
વધુ વાંચો >ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશ વસ્તીની ર્દષ્ટિએ ભારતનું સૌથી મોટું અને મહત્વનું રાજ્ય. તે 23o 52’થી 30o 19´ ઉ. અ. અને 77o 10’થી 89o 39′ પૂ. રે. વચ્ચેનો 2,43,290 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભારતમાં વિસ્તારની ર્દષ્ટિએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ચોથા ક્રમે આવે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, પશ્ચિમે…
વધુ વાંચો >ઉનગાવા
ઉનગાવા : કૅનેડાના ઈશાન ખૂણે આવેલો દ્વીપકલ્પ. તે હડસન ઉપસાગર અને પશ્ચિમે આવેલા જેમ્સ ઉપસાગર વચ્ચે છે. તેની પૂર્વ દિશામાં લેબ્રેડોરના કાંઠાની પટ્ટી છે. ઉત્તર દિશામાં ઉનગાવા ઉપસાગર અને હડસનની સામુદ્રધુની આવેલાં છે. દક્ષિણે ઇસ્ટમેઇન નદી છે. તેનો 26,00,000 ચોકિમી. વિસ્તાર કૅનેડાના દશમા ભાગને આવરી લે છે. મૂળ તેની માલિકી…
વધુ વાંચો >ઉરુગ્વે
ઉરુગ્વે : દક્ષિણ અમેરિકા ભૂમિખંડના પૂર્વ (ઍટલૅંટિક) કિનારે આશરે 30o 0¢થી 35o 0′ દ. અક્ષાંશવૃત્તો અને 53o 0¢થી 58o 25′ પ. રેખાંશવૃત્તો વચ્ચે આવેલું રાજ્ય. સુસંબદ્ધ (compact) આકારનો આ દેશ 1,77,508 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. દેશને ઉત્તરમાં બ્રાઝિલ અને દક્ષિણમાં આર્જેન્ટિનાની સરહદો સ્પર્શે છે, તેથી અંતરિયાળ રાજ્ય (buffer state) તરીકેનું…
વધુ વાંચો >ઊંઝા
ઊંઝા : ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલું ગામ. 1858માં બંધાયેલા ઉમિયા માતાના મંદિર અને વેપારી મથકને કારણે તે પ્રસિદ્ધ થયેલું છે. તાલુકામથક સિદ્ધપુરથી તે 13 કિમી. અને મહેસાણાથી 20 કિમી. દૂર 23o 48′ ઉ. અ. અને 72o 24′ પૂ. રે. ઉપર આવેલું છે. અમદાવાદ-દિલ્હીને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ…
વધુ વાંચો >ઋત
ઋત : વિશ્વયોજનાના હાર્દરૂપ શાશ્વત નિયમ. ગતિવાચક ‘ઋ’ ધાતુ પરથી બનેલા ઋત શબ્દના ગતિ, પ્રગતિ, ગતિનો ક્રમ, સત્ય, વિશ્વવ્યવસ્થા, સત્યનો માર્ગ, પ્રશસ્ય આચાર અને યજ્ઞ વગેરે પર્યાયો વપરાયેલા છે. વિશ્વની વ્યવસ્થા, પ્રતિષ્ઠા અને તેના નિયમન માટે જે કારણરૂપ છે તથા સકળ સૃષ્ટિનું જે આદિ તત્વ છે તે ઋત છે. સૃષ્ટિની…
વધુ વાંચો >ઍમ્પિડૉક્લીઝ
ઍમ્પિડૉક્લીઝ (ઈ. પૂ. 490-430) : ગ્રીક ડૉક્ટર, કવિ અને તત્વજ્ઞાની. તેમના મતાનુસાર પદાર્થ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને જળ તત્વનો બનેલ છે. પ્રેમ અને તિરસ્કારની ભાવના તેના સંમિલન અને વિભાજન માટે કારણભૂત છે. તેમણે ‘નેચરલ સિલેક્શન’ના સિદ્ધાંતને કવિતા રૂપે રજૂ કર્યો હતો. સિસિલિયન ગ્રીક પદ્ધતિના પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રમાં તેમણે સારો ફાળો આપ્યો…
વધુ વાંચો >